Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તેઓ મારશે તો અમે પણ મારશું...’:પાંડેસરામાં ખુલ્લેઆમ ચપ્પુ લઈને આતંક મચાવતા શખસનો વીડિયો સામે આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

    9 hours ago

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈને આતંક મચાવતા હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરાના બાલાજી નગરમાં જૂની અદાવત રાખીને કેટલાક લુખ્ખા તત્વોએ એક ઘરની બહાર ભારે હંગામો મચાવી તોડફોડ કરી હતી. હાથમાં ધારદાર ચપ્પુ જેવું હથિયાર લઈને આતંક મચાવતા આ શખસોના કારણે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વીડિયોમાં ચપ્પુ વડે બારી પર પ્રહાર અને ધમકી કેદ આ સમગ્ર ઘટનાના ત્રણ અલગ-અલગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાળા રંગનો શર્ટ પહેરેલો એક આરોપી હાથમાં ચપ્પુ લઈને ઘરની બારી પર સતત પ્રહાર કરી રહ્યો છે અને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો છે. ત્યારબાદ તે આ હથિયાર પોતાના ખિસ્સામાં મૂકી દે છે. આ ઉપરાંત વીડિયોમાં સતત 'રોશનભાઈ' નામના વ્યક્તિને બહાર બોલાવવામાં આવી રહ્યા છે અને એવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે કે, "તેઓ સામાન મારશે તો અમે પણ મારશું." વાઇરલ વીડિયોના આધારે પોલીસની તપાસ શરૂ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ પાંડેસરા પોલીસ હરકતમાં આવી છે અને વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પાંડેસરા પોલીસ મથકના પીઆઈ કે.ડી. જાડેજાએ જણાવ્યું કે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે અંગે પોલીસને જાણ થઈ છે. આ વીડિયો ચોક્કસ કયા વિસ્તારનો છે અને ખરેખર શું ઘટના બની હતી, તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે IND vs PAKની અંડર-19 એશિયા કપ ફાઇનલ:પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ લીધી; આર્યવીર સહેવાગ ટુર્નામેન્ટનો ટૉપ સ્કોરર
    Next Article
    "My Relationship With PM Modi Different From Congress": Sam Pitroda Amid Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment