Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:લાભ પાંચમે તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર મહાલક્ષ્મીની કૃપા, મીન રાશિના જાતકોએ ઉતાવળ ટાળવી

    2 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 14 નવેમ્બર 2026, શનિવારના રોજ કારતક સુદ પાંચમ (લાભ પાંચમ) છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સવારે 09:40થી 11:02 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: વ્યસ્તતા છતાં તમે તમારા ઘર-પરિવારને પૂરો સમય આપશો. પરિવારજનો સાથે ઘરમાં ફેરફાર તથા જાળવણી સંબંધી કાર્યોની યોજનાઓ પણ બનશે. કોઈ મિત્ર અથવા સંબંધી પ્રત્યેની ગેરસમજ પણ દૂર થશે. કોઈ પણ સમસ્યા ઉકેલવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ: તમારી યોજનાઓને તરત અમલમાં મૂકો. વધુ વિચાર-વિમર્શ કરવાથી સમય હાથમાંથી નીકળી પણ શકે છે. ખર્ચા વધશે, પરંતુ સાથે જ આવકની સ્થિતિ પણ સારી હોવાથી પરેશાની અનુભવાશે નહીં. આજે ક્યાંય પણ અવરજવર કરવાનું ટાળો. વ્યવસાય: કારોબારી મામલાઓમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ રહેશે. કેટલાક વિરોધીઓ તમારું મનોબળ તોડવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારી કાર્યપ્રણાલીને ગુપ્ત જ રાખો. ધન સંબંધી મુશ્કેલીઓના કારણે જે કાર્યો અટકેલા હતા, આજે તેમાં ગતિ આવવાની સંભાવના છે. લવ: પરસ્પર સામંજસ્ય રાખવાથી વૈવાહિક સંબંધોમાં વધુ મધુરતા આવશે. પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ બનેલું રહેશે. સ્વાસ્થ્ય: હવામાન થોડું પ્રતિકૂળ રહેશે. બેદરકારી ન કરીને તમારી લાઈફસ્ટાઈલને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર: ક્રીમ લકી નંબર: 3 પોઝિટિવ: કોઈ પારિવારિક સભ્ય તરફથી સંતોષકારક સમાચાર મળવાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે દિલને બદલે દિમાગથી કામ લો, કારણ કે ભાવુકતામાં કેટલાક નિર્ણયો ખોટા પડી શકે છે. કોઈ માંગલિક કાર્ય સંબંધી યોજના બનશે. નેગેટિવ: પરંતુ અન્ય કાર્યોની વ્યસ્તતાના લીધે તમારા પોતાના કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આનાથી તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં પણ કમી આવશે. જો કોઈ ખાસ મીટિંગ હોય, તો આજે મુલતવી રાખો અથવા ખૂબ જ સાવચેતીપૂર્વક કરો. વ્યવસાય: કારોબારી મામલાઓમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરો, નુકસાન થવાની સ્થિતિ બનેલી છે. લેવડ-દેવડના મામલામાં સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. બેરોજગાર લોકોને આજે કોઈ તક મળી શકે છે. નોકરીયાત વ્યક્તિઓ પોતાના કામને ખૂબ સારી રીતે અંજામ આપી શકશે. લવ: પતિ-પત્ની અંગત સમસ્યાઓને પરસ્પર સામંજસ્ય દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે, સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. યોગ અને કસરત પર યોગ્ય સમય આપો. લકી કલર: બ્રાઉન લકી નંબર: 8 પોઝિટિવ: ઘરમાં શિસ્ત અને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારા કર્મ પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહો, ભાગ્ય આપમેળે જ તમને સહયોગ કરશે. તમને યોગ્ય સિદ્ધિઓ હાંસલ થવાની છે. નેગેટિવ: કોઈ કામ મન મુજબ ન થવાથી તણાવ ન લો. ધીરજ અને સહનશીલતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. ગુસ્સા અને આવેશમાં આવવાના લીધે પરિસ્થિતિઓ વધુ બગડી શકે છે. પૈતૃક સંપત્તિ જેવા કાર્યો અત્યારે મુલતવી જ રાખો. વ્યવસાય: વ્યવસાયમાં ખૂબ જ સૂઝબૂઝથી નિર્ણય લેવાની જરૂર છે. આજે કોઈની સાથે ભાગીદારી સંબંધી કામ ન કરો, તો યોગ્ય રહેશે, કારણ કે નુકસાન થવાની સંભાવના બની રહી છે. જોખમી તથા ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. નોકરીમાં સ્થાન પરિવર્તન માટે ઈચ્છુક લોકોને કોઈ ખુશખબર મળશે. લવ: પરિવારજનો તથા જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ વિજાતીય વ્યક્તિ સાથેની મુલાકાત તમારી છબી ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર અંગત સંબંધોમાં કડવાશ આવવાના લીધે થોડો તણાવ રહી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: દિવસભર કંઈક ને કંઈક પડકારો બનેલા રહેશે. પરંતુ સાથે જ તમારી ઊર્જા અને જોશને સકારાત્મક દિશામાં લગાવવાથી શુભ પરિણામો પણ મળશે. જરૂરિયાતમંદો તથા વડીલોની સેવા અને દેખભાળ સંબંધી પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન ચોક્કસ આપો, આનાથી તમને સુકૂન મળશે. નેગેટિવ: પોતાને વ્યસ્ત રાખો તથા મનમાં કોઈના પણ પ્રત્યે નકારાત્મક વિચાર બિલકુલ ન આવવા દો. કેટલાક લોકો ઈર્ષ્યાની ભાવનાથી ગેરસમજો ઊભી કરી શકે છે. પરંતુ તમે આ પ્રકારની વાતો પર ધ્યાન ન આપીને પોતાના કાર્યોમાં જ મગ્ન રહો. વ્યવસાય: વ્યવસાયમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને પૂરી કરવા માટે ખૂબ વધારે મહેનત પણ કરવી પડશે. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં પણ પારદર્શકતા રાખવી જરૂરી છે. ઓફિસમાં એકાઉન્ટ સંબંધી કાર્યોમાં સાવચેતી રાખો. લવ: દાંપત્ય સંબંધોમાં એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે. પ્રેમ પ્રસંગો ગાઢ બનશે તથા મર્યાદાપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય: તમારી જ લાપરવાહીના લીધે તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાની આવી શકે છે. હવામાનથી વિપરીત આહાર અને વ્યવહાર ન રાખો. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: સુખદ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમે તમારા દમ પર દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. જો ઘરની જાળવણી સંબંધી યોજનાઓ બની રહી હોય, તો વાસ્તુ સંમત નિયમોનું પણ પાલન કરવું યોગ્ય રહેશે. પોતાના કોઈ ખાસ હુનરને નિખારવાનો પ્રયાસ કરશો. નેગેટિવ: નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય ખરાબ ન કરો. કોઈ નજીકની વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા પર વાદ-વિવાદ વધી શકે છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં વધુ ગુસ્સા અને આવેશમાં આવવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાય: કારોબારમાં થોડા ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. આ અવસ્થામાં અનુભવી લોકોનો સહયોગ અને માર્ગદર્શન તમારા માટે સહાયક રહેશે. નોકરીમાં કાર્યભાર વધવાના લીધે તણાવ રહેશે, તેથી વ્યવસ્થિત રૂપે તમારા કાર્યોની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. લવ: પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ અને સામંજસ્ય બનેલું રહેશે. પરંતુ લગ્નેતર સંબંધો ઘરની સુખ-શાંતિ ભંગ પણ કરી શકે છે. સ્વાસ્થ્ય: સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. સાથે જ યોગ, મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 4 પોઝિટિવ: આજે સામાજિક તથા આસપાસની પ્રવૃત્તિઓમાં તમારો રસ જળવાઈ રહેશે. સાથે જ કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે અને મહત્વપૂર્ણ તથા જ્ઞાનવર્ધક માહિતીઓ પણ મળશે. માનસિક શાંતિ રહેશે તથા દૈનિક અને રોજિંદા કાર્યો પણ યથાવત ચાલતા રહેશે. નેગેટિવ: આ સમયે પૈતૃક સંપત્તિ અથવા લેવડ-દેવડ સંબંધિત કોઈ વાત પર ભાઈઓ સાથે વાદ-વિવાદ થવાની આશંકા બની રહી છે. જોકે તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સંભાળી લેશો. આળસ અને સુસ્તીના લીધે તમારા કાર્યોને ટાળવાનો પ્રયાસ ન કરો. વ્યવસાય: તમારી કાર્યપ્રણાલીમાં થોડો બદલાવ લાવવાથી વ્યાવસાયિક સ્થિતિમાં સુધારો આવશે. મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે. કમિશન સંબંધી વ્યવસાયમાં સારો નફો થવાની આશા છે. સરકારી નોકરીમાં સહકર્મીઓ સાથે થોડા મતભેદ જેવી સ્થિતિ બની રહી છે, તેથી કોઈની સાથે પણ વધુ બહસમાં ન પડો. લવ: વ્યસ્તતાના કારણે પરિવાર પર ધ્યાન નહીં આપી શકો, પરંતુ જીવનસાથીનું પરિવાર પ્રત્યેનું સમર્પણ તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય: ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી પરેશાન લોકો લાપરવાહી ન દાખવો. તમારી દિનચર્યા પૂરી રીતે વ્યવસ્થિત રાખવી આવશ્યક છે. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: આજે કોઈ અટકેલું પેમેન્ટ મળી શકે છે, તેથી પ્રયાસરત રહો. કોઈ પારિવારિક સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવેલો તમારો પ્રયાસ કામયાબ રહેશે. અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહ પર અમલ કરવો ફાયદાકારક રહેશે. નેગેટિવ: જો કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો ધ્યાન રાખો કે તમારી ભવિષ્ય સંબંધી યોજનાઓ પ્રત્યે અત્યારે વધુ મહેનત કરવાની જરૂર છે. આ સમયે થોડો તણાવ રહી શકે છે. ક્યારેક-ક્યારેક તમારું ખૂબ વધારે શિસ્ત જાળવી રાખવું બીજા માટે પરેશાનીનું કારણ પણ બનશે. વ્યવસાય: વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ રહેશે. અજાણ્યા અથવા વિરોધાભાસી પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તેમની નકારાત્મક પ્રવૃત્તિઓની અસર તમારી કાર્યપ્રણાલી પર પડી શકે છે. નોકરીયાત લોકોને પોતાના કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ ઓથોરિટી મળશે. લવ: દાંપત્ય જીવન સુખદ રહેશે. કોઈ વિજાતીય મિત્ર સાથેની દોસ્તી પ્રેમ સંબંધોમાં ફેરવાઈ શકે છે. લગ્નયોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય: તણાવ અને થાક જેવી સ્થિતિથી દૂર રહો. હવામાનની પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: કોઈ ઉધાર આપેલા કે અટકેલા પૈસા મળી જવાથી આર્થિક સ્થિતિ બહેતર થઈ જશે. સાચા સમયે સાચો નિર્ણય લેવો તમારા ભાગ્યને મજબૂત કરશે તથા પરસ્પર સંબંધોમાં પણ નિકટતા વધશે. મનોરંજક પ્રોગ્રામ બનશે. નેગેટિવ: અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતી વખતે તમારી અંગત વાતો શેર ન કરો. જો તમારા કોઈ કામમાં અડચણ આવે છે, તો તેનું મુખ્ય કારણ તમારા અનુભવમાં કમી જ હશે. ઘરમાં થતી નાની-મોટી નકારાત્મક વાતોને નજરઅંદાજ કરો, આનાથી વ્યવસ્થા બહેતર રહેશે. વ્યવસાય: વ્યવસાય સંબંધી પ્રવૃત્તિઓ ઓનલાઈન અને ફોન દ્વારા જ વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો. વર્તમાન વાતાવરણના લીધે કાર્યપ્રણાલીમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. નોકરીયાત લોકોને ટાર્ગેટ પૂરો ન થવાના લીધે ઉચ્ચ અધિકારીની નારાજગી સહન કરવી પડી શકે છે. લવ: કોઈ પારિવારિક મહત્વપૂર્ણ કાર્ય તમારા માર્ગદર્શનમાં સંપન્ન થશે. વૈવાહિક સંબંધોમાં પણ બહેતર તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય: નબળાઈ અને બેચેની જેવી સમસ્યા પરેશાન કરશે. યોગ્ય આરામ લો. ઠંડા પદાર્થોનું સેવન કરો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: કોઈ અનુભવી વ્યક્તિની મદદથી તમારી કોઈ સમસ્યા ઉકેલાવાની છે, જેનાથી તમે તણાવમુક્ત થઈને તમારા અંગત કાર્યો પર ધ્યાન આપી શકશો. પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્તતા બનેલી રહેશે. સામાજિક દાયરો વધુ વિસ્તૃત થશે. નેગેટિવ: કોઈ મિત્ર સાથે ઈગો અને ગુસ્સાના લીધે સંબંધોમાં તિરાડ આવવાની આશંકા છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો ખૂબ જ સાચવીને રાખો. નાની એવી લાપરવાહી તમારી ખૂબ મોટી પરેશાનીનું કારણ બની શકે છે. વ્યવસાય: વેપારમાં અતિશય કાર્યભાર રહેશે. કર્મચારીઓ તથા સહયોગીઓ સાથે સંબંધો મધુર રાખવાથી કાર્યક્ષમતામાં વધારો થશે. પ્રાઈવેટ નોકરીમાં ઓફિસના માહોલમાં થોડી રાજનીતિ ચાલી શકે છે, તેથી સતર્ક રહો અને પોતાના કામથી જ મતલબ રાખો. લવ: ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બનેલું રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં સાવચેતી રાખો, મનદુઃખ જેવી સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય: આ સમયે પડવા કે ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. સાવચેતી રાખો. વાહન પણ ધ્યાનથી ચલાવો. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: ઘણા સમયથી અટકેલા કેટલાક કાર્યોમાં આજે ગતિ આવશે. દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામ સંબંધી યોજનાઓ બનાવી લો. તમારા કામ સારી રીતે પૂર્ણ થશે. સંતાન તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળશે. નેગેટિવ: ભાવનાઓમાં વહીને કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ક્યાંય રોકાણ કરતા કે કોઈને પૈસા ઉધાર આપતા પહેલાં તપાસ કરવી જરૂરી છે, નહિતર પોતાનું નુકસાન કરી શકો છો. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ફોકસ રહે. વ્યવસાય: વ્યવસાયમાં કોઈ બહેતર ઓર્ડર મળવાની સંભાવના છે. સાથે જ કાર્યપ્રણાલીમાં યોગ્ય ગતિ પણ આવશે. પરંતુ કોઈ સહયોગીનું નકારાત્મક વલણ મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. સરકારી કર્મચારીઓએ વધારાનો કાર્યભાર સંભાળવો પડશે. લવ: દાંપત્ય જીવન સુખદ પસાર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય: કામની સાથે-સાથે યોગ્ય આરામ લેવો જરૂરી છે. અતિશય કાર્યભારના લીધે થાક અને પગમાં દુખાવાની ફરિયાદ રહેશે. લકી કલર: મરૂન લકી નંબર: 6 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો આજે ઉકેલ મળવાનો છે. તમારા સંપર્કોથી પણ તમને સહાયતા મળી શકે છે. લોકો વચ્ચે તમારી ઉત્તમ છબી બનશે. આર્થિક સ્થિતિ બહેતર થશે. વિદ્યાર્થી ગણ પોતાના અભ્યાસ સંબંધી પ્રવૃત્તિઓ પર પૂરી રીતે એકાગ્રચિત્ત રહેશે. નેગેટિવ: ભાવનાઓમાં વહીને કોઈની સાથે પણ તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓની ચર્ચા ન કરો. અજાણ્યા લોકો સાથે કોઈ પ્રવૃત્તિ કરતી વખતે અતિશય સાવચેતી રાખવી જરૂરી છે. ધનના રોકાણ સંબંધી કાર્યમાં કોઈની વાતોમાં ન આવીને પૂરી તપાસ ચોક્કસ કરી લો. વ્યવસાય: ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધી પ્રવૃત્તિઓમાં ફાયદો થશે. તમારી ઉત્તમ છબીના લીધે તમને યોગ્ય ઓર્ડર પણ મળશે. નોકરીમાં આ સમયે તમારો ટાર્ગેટ હાંસલ કરવા માટે ખૂબ વધારે મહેનતની જરૂર છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મધુર રાખો. લવ: ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. પરંતુ એ પણ યાદ રાખો કે લગ્નેતર પ્રેમ સંબંધો તમારા પરિવારની ખુશીઓને ગ્રહણ લગાવી શકે છે. સ્વાસ્થ્ય: આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃત રહેવું જરૂરી છે. ખાંસી-શરદી જેવી તકલીફ પણ રહેશે. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: સમય ખૂબ જ અનુકૂળ બનેલો છે. તમારો વિનમ્ર અને સહજ સ્વભાવ તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર લાવશે. આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપે એકાગ્રચિત્ત થઈને આગળ વધશો. ઘરમાં કોઈ માંગલિક આયોજન સંબંધી પ્રોગ્રામ પણ બનશે. નેગેટિવ: ઉતાવળ અને ભાવુકતામાં કોઈ પણ નિર્ણય ન લો. આનાથી બનેલું કામ બગડી શકે છે. કોઈની સાથે પણ બહસમાં પડવાને બદલે મૌન રહેવું વધુ સારું છે. અચાનક જ કોઈ મોટો ખર્ચ આવવાથી તણાવ ન લો, કારણ કે તેનો કોઈ ઉકેલ પણ નથી. વ્યવસાય: વ્યવસાયમાં વિશેષ કરાર મળશે, પરંતુ સાથે જ ખૂબ વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જોકે તમે વિવેક અને બુદ્ધિમત્તા દ્વારા સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ પણ રહેશો. ઓફિસમાં તમારા તાબેદાર કર્મચારીઓ પ્રત્યે નરમ વલણ રાખો. લવ: પતિ-પત્નીના પરસ્પર સામંજસ્યથી પરિવારમાં સુખ-શાંતિ અને મધુર વાતાવરણ બનેલું રહેશે. પોતાના લવ પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય: અસંતુલિત ખાવાપીવાના લીધે એસિડિટી અને ગેસ જેવી સમસ્યા રહી શકે છે. આયુર્વેદિક વસ્તુઓને તમારા ભોજનમાં સામેલ કરો. લકી કલર: લાલ લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    વલસાડની ડમ્પિંગ સાઇટ પર ચાર દિવસથી આગ:વાપી, પારડી, અતુલ અને ઔદ્યોગિક વસાહતોના ફાયર ફાઇટરોની મદદ લેવાઈ; ધુમાડાથી આસપાસના લોકો પરેશાન
    Next Article
    PM મોદીની લોકભવનમાં બેઠક:CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ, પૂર્વ સાંસદ, ધારાસભ્યોને પણ બોલાવાયા;પાર્ટી-સરકારમાં કંઈ રંધાઈ રહ્યું છે?

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment