Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજ નીચેથી પોપડા પડ્યા:રસ્તા પર કાળમાળના કારણે ટ્રાફિકજામ, કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી બ્લેકલિસ્ટ કરવા માગ

    13 hours ago

    રાજકોટના ગોંડલ ચોકડી પરના બ્રિજમાં નીચેના ભાગમાંથી આજે 13 નવેમ્બરે અચાનક પોપડા પડ્યા હતા. એટલું જ નહીં બ્રિજમાં મસમોટી તિરાડ જોવા મળી છે અને તેના સાંધામાં નબળી કામગીરીને પગલે પોપડા પડતા હજારો વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સાથે જ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. 'કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને બ્લેકલિસ્ટ કરવામાં આવે' સ્થાનિક નાગરિક વિજયસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બ્રિજના પોપડા પડવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી, આ પુલનું નિર્માણ થયું ત્યારથી જ આવા નાના-મોટા બનાવો ચાલુ જ છે. નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી. હવે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ જ્યાં સુધી નબળું કામ થયું છે તેને સંપૂર્ણપણે સુધારી દેવામાં આવે. પુલનું કામ વ્યવસ્થિત ન બને ત્યાં સુધી ટોલ ન વસૂલવા અપીલ વધુમાં જણાવ્યું કે, આગળના અન્ય બ્રિજના નિર્માણ કાર્યોમાં પણ આવી ક્ષતિઓ ન રહે તેની ખાસ તકેદારી રાખવાની માંગ કલેક્ટર પાસે કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી રોડ અને પુલનું કામ વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી રાજકોટવાસીઓ પાસેથી ટોલ ટેક્સ પણ નહીં વસૂલવા અપીલ કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્ર જાણે બધું જ ભૂલીને નિદ્રાધીન બન્યા હોય તેવી સ્થિતિ છે. જો ભવિષ્યમાં આ પ્રકારની નબળી કામગીરીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ નિર્દોષ નાગરિકના પ્રાણ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઓથોરિટી અને વહીવટી તંત્રની રહેશે. લોકાર્પણ કોના હસ્તે થયું તેની તક્તી બ્રિજ નીચે નથી સ્થાનિકોના કહેવા મુજબ થોડા વર્ષો પહેલાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે આ પછી વારંવાર આ બ્રિજમાં કોઈને કોઈ નાની-મોટી ક્ષતિઓ સામે આવી રહી છે. છતાં સામાન્ય લોકો પાસે ધોકો પછાડી ટોલટેક્સ વસુલ કરતું તંત્ર કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર પગલાં લેતું નથી. અને સમયાંતરે બ્રિજના જુદા-જુદા સ્થળોએ પોપડા પડવા કે તિરાડો પડવા જેવી ગંભીર બેદરકારીઓ સામે આવે છે. આજની ઘટનાના થોડા દિવસો પહેલા આગળ પણ પોપડા પડવાની ઘટના બની હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ બ્રિજમાં ક્યારે બન્યો અને ક્યારે તેનું લોકાર્પણ કોના હસ્તે થયું તેની તકતી લગાવવામાં આવતી હોય છે. પરંતુ હાલ આ બ્રિજની શરૂઆત છે તેની પહેલા પણ નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી આ તકતી પણ જોવા મળતી નથી. ત્યારે આ મામલે કડક પગલાં લેવાની માંગ લોકોમાં ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    નિકોરા ગામે દીપડો પાંજરે પુરાયો:વન વિભાગે પાંજરું મૂકતાં પકડાયો; થોડા દિવસ પહેલાં ભોલાવ GIDCમાં પણ દેખાયો હતો દીપડો
    Next Article
    Stock Market Highlights, Sensex Today: Sensex Closes 310 Points Lower, Inflation Hits Two-Year High

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment