Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિહારના લોકો ટ્રેનના શૌચાલયમાં બેસી મુસાફરી કરવા મજબૂર':પ્રશાંત કિશોરે કહ્યું-ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે અને તમારા બાળકોને પેસેન્જર ટ્રેનમાં જગ્યા પણ નહીં મળે

    1 day ago

    દિવાળી અને છઠ મહાપર્વ નિમિત્તે સુરતમાંથી રેકોર્ડબ્રેક સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન રવાના થયા છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. બિહારના ધારાસભ્ય અને નેતા પ્રશાંત કિશોરે ગુજરાતથી બિહાર જતા શ્રમિકોની ટ્રેનમાં થતી ભીડ અને અવ્યવસ્થા અંગે વીડિયો મારફતે કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રની આકરી ટીકા કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, છઠ પર્વ આવ્યો છે. છેલ્લા 4 દિવસથી એક જ સમાચાર ચાલી રહ્યા છે, કયા રેલવે સ્ટેશન પર બિહારના કેટલાય યુવાનો ધક્કા ખાઈ રહ્યા છે? કોઈ ટ્રેન પર ચઢી શકતું નથી અને જો કોઈ ચઢે છે તો પોતાના જ પૈસા ખર્ચીને ટ્રેનના શૌચાલયમાં બેસીને વતન આવવા માટે મજબૂર બન્યા છે. એ જ લોકો જ્યારે અહીં બિહારમાં આવશે અને 'મોદી-મોદી' કરીને મત આપશે. તો મારા ભાઈ જો તમે આવી ભૂલ કરશો, તો ગુજરાતનો માણસ 1 લાખ કરોડની બુલેટ ટ્રેન પર મુસાફરી કરશે અને તમારા-અમારા બાળકોને પેસન્જર ટ્રેનમાં બેસવાની જગ્યા પણ નહીં મળે. આના માટે મોદી દોષી નથી, આના માટે દોષી તમે અને અમે જ છીએ. બીજી તરફ, બિહાર વિપક્ષના આ આક્ષેપોનો પશ્ચિમ રેલવેએ જવાબ આપતા સ્પષ્ટતા કરી છે કે, ઉધના સ્ટેશન પરથી દિવાળીના 3 દિવસ પહેલા જ 111 ટ્રેનો ઉપલબ્ધ કરાવાઈ હતી. છેલ્લા 10 દિવસમાં જ 2.70 લાખથી વધુ શ્રમિકોએ રેલવેની સુવિધાનો લાભ લીધો છે. 2.70 લાખ શ્રમિકો વતન રવાના, રેલવેને 8 કરોડથી વધુની આવક વિપક્ષના આ પ્રહારો વચ્ચે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી આ વર્ષે મુસાફરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 5થી 10 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ, 1લી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 6 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે, જ્યારે છેલ્લા 10 દિવસમાં જ 2 લાખ 70 હજારથી વધુ શ્રમિકો વતન રવાના થયા છે. મુસાફરોના આ રેકોર્ડબ્રેક ધસારાને પગલે રેલવેને છેલ્લા 10 દિવસમાં જ અંદાજે 8 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે. દિવાળીના 3 દિવસ પહેલા 111 ટ્રેનો દોડાવાઈ રેલવે વિભાગે મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા અને માન્ય ટિકિટ ધારકોને જ સગવડ મળે તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. ઉધના વિસ્તારમાં દિવાળીના 3 દિવસ પહેલા કુલ 111 ટ્રેનો ઉપલબ્ધ હતી, જેમાં 29 રેગ્યુલર અને 19 સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલવે દ્વારા ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને લોકોને વિનંતી કરાઈ હતી કે માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરે, જેથી નિયમિત ટિકિટ ધરાવતા સહ-મુસાફરોને અસુવિધા ન થાય. ‘વીકએન્ડમાં દર 2 કલાકે ટ્રેનો ઉપલબ્ધ કરાવી’ ‘અમારો તો હંમેશાથી એ જ પ્રયાસ રહે છે કે સુવિધાઓને વધુ સારી બનાવવી છે. મુસાફરોની સંખ્યા જ્યારે વધી પણ હતી, તો અમારી જે અન-નોટિફાઇડ ટ્રેનો હતી અમે તેને પણ ચલાવી અને વીકએન્ડમાં દર 2 કલાકે ટ્રેનો ઉપલબ્ધ કરાવી છે. હંમેશા પ્રયાસ એ જ રહ્યો છે કે મુસાફરોને સુવિધાઓ મળે અને દર વખતે અમે તેને વધુ સારી બનાવવાની કોશિશ કરીએ છીએ અને અમે તેમાં સફળ થયા છીએ.’ આ પણ વાંચો: સુરતના રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની જગ્યા નહીં
    Click here to Read More
    Previous Article
    15 दिन पहले खुले तनिष्क शोरूम से करोड़ों का सोना चोरी, नकाबपोश चोर लिफ्ट शाफ्ट की खुली दीवार से घुसे थे अंदर
    Next Article
    ભરૂચમાં 32 વર્ષથી છઠ પૂજાની પરંપરા જળવાઈ:નર્મદા પાર્ક ઓવારા ખાતે ચાર દિવસીય મહોત્સવ; 25 હજારથી વધુ ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment