Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 32 વર્ષથી છઠ પૂજાની પરંપરા જળવાઈ:નર્મદા પાર્ક ઓવારા ખાતે ચાર દિવસીય મહોત્સવ; 25 હજારથી વધુ ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ જોડાશે

    1 day ago

    ભરૂચમાં ઉત્તર ભારતીય પરિવારો 32 વર્ષથી છઠ પૂજાની ઉજવણી કરે છે. આ વર્ષે ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા ખાતે ચાર દિવસીય છઠ મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમાં જિલ્લાભરમાંથી 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી અપેક્ષા છે. દિનકર સેવા સમિતિના નેજા હેઠળ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે મહોત્સવનું આયોજન કરાયું છે. સ્થળે મંડપ અને પૂજાની વ્યવસ્થા સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. છઠ પૂજા ઉત્તર ભારતીય પરિવારો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. વ્રતધારીઓ નર્મદા નદીના પાણીમાં ઊભા રહી અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપે છે. તેઓ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે ચાર દિવસીય મહોત્સવ શરૂ થઈ ગયો છે. પહેલા દિવસે નહાય-ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અને ચોથા દિવસે ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ઘ્ય અપાશે. ત્યાર બાદ પૂજાનું સમાપન થશે. તેમણે જણાવ્યું કે વહીવટી તંત્રના સહયોગથી મહોત્સવ યોજાઈ રહ્યો છે. ચાર દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. ભરૂચમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલી આવતી આ પરંપરા વિવિધ પ્રાંતના લોકો વચ્ચે સાંસ્કૃતિક એકતા અને સામાજિક સદભાવનું ઉદાહરણ છે.
    Click here to Read More
    Previous Article
    'બિહારના લોકો ટ્રેનના શૌચાલયમાં બેસી મુસાફરી કરવા મજબૂર':પ્રશાંત કિશોરે કહ્યું-ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે અને તમારા બાળકોને પેસેન્જર ટ્રેનમાં જગ્યા પણ નહીં મળે
    Next Article
    રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજ નીચેથી પોપડા પડ્યા:રસ્તા પર કાળમાળના કારણે ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment