Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગના ધુમાડા દૂર સુધી જોવા મળ્યા:મકરબા પેલેડિયમ કોર્પોરેટ હાઉસના ઉપરના માળે લાગેલી આગ કાબુમાં

    3 days ago

    શહેરના મકરબા અંડરપાસ નજીક આવેલા પેલેડિયમ કોર્પોરેટ હાઉસના ટોપ ફ્લોર પર આવેલી એક ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગી હોવાના કારણે ઓફિસમાં નુકસાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે ફાયર અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ મુજબ શહેરના મકરબા વિસ્તારમાં પેલેડિયમ કોર્પોરેટ હાઉસ આવેલું છે જેમાં સૌથી ઉપરના માળે આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે ઓફિસમાં આગ લાગી હોવાના પગલે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આગ બહાર રોડ ઉપરથી દેખાતી હતી અને ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળતા હતા. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી હાલમાં આગ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણોથી લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટિઝન વકીલ સાથે ઠગાઈ:ફેસબુક પર BOIના સિનિયર સિટીઝન કાર્ડની જાહેરાત જોઈ ક્લિક કરવું ભારે પડ્યું, APK ફાઇલથી રૂ.4.72 લાખની ઠગાઈ
    Next Article
    ભારતની વન-ડે ક્રિકેટમાં બીજી સૌથી મોટી હાર:ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ 244 રનથી જીત્યું, રોહિત, વિરાટ અને અય્યર ઝીરોમાં આઉટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment