Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિટિઝન વકીલ સાથે ઠગાઈ:ફેસબુક પર BOIના સિનિયર સિટીઝન કાર્ડની જાહેરાત જોઈ ક્લિક કરવું ભારે પડ્યું, APK ફાઇલથી રૂ.4.72 લાખની ઠગાઈ

    2 days ago

    સાયબર ઠગો હવે બેંકોના નામે નકલી જાહેરાતો અને APK ફાઇલનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર રાજવી ટાવર સામે મિહિર પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય વકીલને બેંક ઓફ ઇન્ડિયાના સિનિયર સિટીઝન કાર્ડની જાહેરાત પર ક્લિક કરવાનું ભારે પડ્યું હતું. ઠગોએ બેંકના અધિકારી તરીકે ઓળખ આપીને વોટ્સએપ મારફતે APK ફાઇલ મોકલી મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ તેમનો મોબાઇલ હેક કરી ત્રણ અલગ-અલગ બેંક ખાતાંમાંથી રૂ.4.72 લાખની રકમ સેરવી લીધી હતી. 66 વર્ષીય સુધાંશુ પ્રવીણચંદ્ર ભટ્ટ 26 ઓક્ટોબરના રોજ ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે બેંક ઓફ ઇન્ડિયાના સિનિયર સિટીઝન કાર્ડ અંગેની જાહેરાત જોવા મળી હતી. સિનિયર સિટીઝન હોવાના કારણે તેમણે જાહેરાતમાં આપેલા એપ્લાય વિકલ્પ પર ક્લિક કર્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી તેમના મોબાઇલ પર કોડવાળા મેસેજ આવ્યા હતા. અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે બેંક ઓફ ઇન્ડિયામાંથી બોલતો હોવાનું જણાવી સિનિયર સિટીઝન કાર્ડની પ્રક્રિયા માટે ડેબિટ કાર્ડની વિગતો માંગી હતી. બેંકની પ્રક્રિયાના બહાને APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી વકીલે ડેબિટ કાર્ડ નંબર આપ્યા હતા, પરંતુ ઠગે પિન નંબર માંગતાં તેમણે આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઠગે ફોન કટ કરી દીધો હતો. જોકે, થોડા સમય બાદ વોટ્સએપ પર 'Bank of India Pension Card Verification Retire Pension' નામની APK ફાઇલ મોકલવામાં આવી હતી. ઠગોએ વોટ્સએપ કોલ કરીને બેંકની પ્રક્રિયાના બહાને ફાઇલ ઇન્સ્ટોલ કરાવી વિવિધ પરમિશન અને Allow વિકલ્પ પર ક્લિક કરાવ્યું હતું. આશરે 16 મિનિટ સુધી ફોન પર વાતચીત કર્યા બાદ ઠગે કોલ કટ કરી દીધો હતો. આ ઘટના બાદ વકીલનો મોબાઇલ યોગ્ય રીતે કામ કરતો ન હોવાથી તેમણે તેનો ઉપયોગ બંધ કરી દીધો હતો. બાદમાં વકીલ બેંક શાખામાં ચેકથી નાણાં ઉપાડવા પહોંચ્યા ત્યારે ખાતામાં બેલેન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું. બેંકમાં તપાસ કરતાં તેમના ત્રણેય ખાતાંમાંથી અજાણ્યા શખ્સોએ નાણાં ટ્રાન્સફર કરી લીધાં હોવાનું સામે આવ્યું હતું. ઠગોએ ત્રણેય ખાતાંમાંથી ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.4,72,300 ઉપાડી લીધા હતા. સમગ્ર મામલે વકીલે સાયબર ઠગોના મોબાઇલ નંબર, વોટ્સએપ એકાઉન્ટ અને નાણાં ટ્રાન્સફર થયેલાં બેંક ખાતાંના ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘મોદી મારો ફોન ટેપ કરાવી રહ્યા છે’:રાહુલ ગાંધીએ કહ્યું- સામસામે ચર્ચા કરશે, તો મોદી PM નહીં રહે; 12 દિવસમાં 7મી વખત પડકાર
    Next Article
    આગના ધુમાડા દૂર સુધી જોવા મળ્યા:મકરબા પેલેડિયમ કોર્પોરેટ હાઉસના ઉપરના માળે લાગેલી આગ કાબુમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment