Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઇક્રોસોફ્ટની સેવાઓ દુનિયાભરમાં ઠપ:ઈમેલ, મીટિંગ એપ અને કોપાઇલટ બંધ; જાણો સાયબર એટેક હતો કે ટેકનીકલી ખામી

    2 दिन पहले

    દુનિયાભરમાં માઇક્રોસોફ્ટની ઘણી મહત્વપૂર્ણ ઑનલાઇન સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. તેના કારણે ઈમેલ મોકલવા, ઑનલાઇન મીટિંગ કરવા અને ક્લાઉડ પર ફાઇલ સેવ કરવા જેવા કામો અટકી ગયા. વેબસાઇટ ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, માત્ર માઇક્રોસોફ્ટ આઉટલુક કામ ન કરતું હોવાની 1.40 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ ખામીની અસર માત્ર ઓફિસો સુધી જ સીમિત રહી નહોતી, પરંતુ સ્કૂલો, હોસ્પિટલો અને સરકારી કામગીરી પણ ઠપ થઈ ગઈ. 8 સવાલ-જવાબમાં સમજો કે આ સાયબર હુમલો છે કે કોઈ ટેકનીકલી ખામી... સવાલ 1: માઇક્રોસોફ્ટમાં આવેલી ખામીને કારણે કઈ સેવાઓને અસર થઈ છે? જવાબ: માઇક્રોસોફ્ટની ઘણી ઑનલાઇન સેવાઓ સમગ્ર વિશ્વમાં એકસાથે બંધ થઈ ગઈ. કંપનીના જણાવ્યા અનુસાર, રોજિંદા કામકાજ સાથે જોડાયેલી ઘણી સેવાઓને અસર થઈ છે. તેમાં સામેલ છે: સવાલ 2: માઇક્રોસોફ્ટની આ મુશ્કેલીની કેટલા લોકોએ ફરિયાદ કરી? જવાબ: વેબસાઇટ ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ આ આઉટેજ ભારતીય સમય અનુસાર ગુરુવારે રાત્રે 9:45 વાગ્યે શરૂ થયો. આ ટેકનીકલી સમસ્યા ઓછામાં ઓછા 8 કલાક સુધી સતત ચાલુ રહી. કેટલા દેશોને અસર: ખામી શરૂ થયાના માત્ર એક કલાકની અંદર જ તેની અસર દુનિયાના 74 દેશો સુધી ફેલાઈ ગઈ અને કરોડો લોકોનું ડિજિટલ કામકાજ અટકી ગયું. પીક પર ફરિયાદો: ગુરુવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ દુનિયાભરમાં આઉટલુક સંબંધિત ફરિયાદો 1.40 લાખ સુધી પહોંચી ગઈ, જે સામાન્ય સ્તર કરતાં 2,000 ગણી વધારે છે. સવાલ 3: સામાન્ય લોકો અને જરૂરી કામકાજ પર તેની શું અસર પડી? જવાબ: આ ખામીને કારણે લોકોનાં ઘણાં જરૂરી કામ અટકી ગયાં: સવાલ 4: આ ખામીની ભારતમાં કેટલી અસર જોવા મળી? જવાબ: ડાઉનડિટેક્ટર મુજબ, ભારતમાં 12 નવેમ્બરની રાત્રે લગભગ 11:42 વાગ્યે ફરિયાદો સૌથી વધુ 2,157 રિપોર્ટ્સ રહી. બીજા દિવસે એટલે કે આજે સવારે પણ 9 વાગ્યાની આસપાસ લગભગ 1,960 લોકોએ મુશ્કેલીની ફરિયાદ નોંધાવી. ભારતીય યુઝર્સને મુખ્યત્વે આઉટલુક એપ ન ખુલવી, ઈમેલ મોકલવા-મેળવવા અને લૉગિન કરવામાં મુશ્કેલી આવી, જ્યારે કેટલાક લોકોને ટીમ્સ અને કોપાઇલટ ચલાવવામાં પણ સમસ્યા થઈ. સવાલ 5: આટલી મોટી ખામી આખરે શા માટે થઈ? જવાબ: માઇક્રોસોફ્ટ મુજબ, આ આઉટેજ ખરાબ અથવા ખોટી રીતે કરવામાં આવેલા સૉફ્ટવેર અપડેટને કારણે થયો છે. તેની પાછળ કોઈ સાયબર હુમલો અથવા હૅકિંગ જેવી ઘટના નથી. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું કે આ સમસ્યા ઘણી હદ સુધી જુલાઈ 2024માં થયેલી ક્રાઉડસ્ટ્રાઇકની ઘટના જેવી જ છે, જ્યાં ખામીયુક્ત અપડેટને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. સવાલ 6: માઇક્રોસોફ્ટની સેવાઓ ઠીક થવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? જવાબ: માઇક્રોસોફ્ટે કહ્યું છે કે ખામી દૂર કરવા માટે કરવામાં આવેલા ફેરફારો અપેક્ષા મુજબ કામ કરી રહ્યા નથી. કંપની હવે અન્ય રીતોની ટેસ્ટિંગ કરી રહી છે, જેથી સિસ્ટમ પર વધુ દબાણ નાખ્યા વિના વધુમાં વધુ યુઝર્સને પ્લેટફોર્મ સાથે જોડી શકાય. સવાલ 7: દુનિયાભરમાં કેટલા લોકો તેનો ઉપયોગ કરે છે? જવાબ: દુનિયાભરમાં 43 કરોડથી વધુ લોકો માઇક્રોસોફ્ટ 365 એપ્સનો ઉપયોગ કરે છે. તેમાં આઉટલુક-ટીમ્સ જેવી સબ્સ્ક્રિપ્શન સેવાઓનો સમાવેશ થાય છે. ટ્રેકિંગ પ્લેટફોર્મ્સના આંકડા અનુસાર, 30થી 40 લાખ કંપનીઓ પોતાના રોજિંદા કામકાજ માટે માઇક્રોસોફ્ટ 365 પર નિર્ભર છે. આ ઉપરાંત, કંપનીનું કહેવું છે કે દુનિયાની ટોપ 90%થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ તેના AI ચેટબોટ 'કોપાયલટ'નો ઉપયોગ કરે છે. સવાલ 8: આ આઉટેજ અંગે ટેક નિષ્ણાતોનું શું કહેવું છે? જવાબ: ઑસ્ટ્રેલિયાના સાયબર સુરક્ષા નિષ્ણાત ટ્રોય હન્ટનું કહેવું છે કે તેની અસર ઘણી મોટી હશે અને તે માત્ર માઇક્રોસોફ્ટ યુઝર્સ પૂરતી મર્યાદિત નહીં રહે. હન્ટના જણાવ્યા અનુસાર, આ ખામીને કારણે લોકોની ઓફિસનું કામ તો અટકી જ ગયું, પરંતુ એપોઇન્ટમેન્ટ્સની માહિતી આપવી, વેરિફિકેશન (OTP/ઈમેઇલ)વાળી ઓનલાઈન ખરીદી કરવી, નવા એકાઉન્ટ બનાવવા અને જૂની સેવાઓ ખોલવાનું પણ બંધ થઈ ગયું છે. ---------------------- આ સમાચાર પણ વાંચો… માઇક્રોસોફ્ટે 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા: AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાને કારણે નિર્ણય માઇક્રોસોફ્ટ પોતાના કુલ વર્કફોર્સમાં લગભગ 2.1%નો ઘટાડો કરી રહી છે, જેના અંતર્ગત આશરે 4,800 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. ટેક ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી છટણી વચ્ચે વિન્ડોઝ બનાવનારી આ દિગ્ગજ કંપનીએ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ખર્ચ અને બિઝનેસમાં કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડે ભારતને 334 રનનો ટાર્ગેટ આપ્યો:ચોથી વન-ડેમાં યંગની સેન્ચુરી, સેફર્ટે ફિફટી ફટકારી, અક્ષર, ગુરનૂર, આકિબને 2-2 વિકેટ મળી
    Next Article
    લખતરના તલવણી ગામે કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં:100 વીઘાથી વધુમાં શિયાળુ પાકને નુકસાન;સમારકામના અભાવે કેનાલ ઓવરફ્લો; નુકસાનીનું વળતર ચૂકવવા માંગ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment