Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં કરોડોના ખર્ચે બનેલા ઈ-ટોયલેટની બિસ્માર હાલત-જાળવણીનો અભાવ:જૂના ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં નવા ટોયલેટ બનાવવામાં આવશે

    7 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકો માટે નવા આધુનિક સુલભ શૌચાલયો બનાવવા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક તરફ શહેરીજનોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ અગાઉ બનેલી જાહેર શૌચાલયની સુવિધાઓની નબળી જાળવણી અને તેની ઉપયોગિતા સામે ગંભીર સવાલો ઊભા થયા. વર્ષ 2017-18 દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરાયેલા ઈ-ટોયલેટની વર્તમાન બિસ્માર અને દયનીય હાલત પાલિકાની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે. જાહેર શૌચાલયો નાગરિકોની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત શહેરમાં જાહેર શૌચાલયોની ઉપલબ્ધતા એ નાગરિકોની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત છે. બજારો, ભીડભાડવાળા વિસ્તારો અને જાહેર સ્થળો પર યોગ્ય સ્વચ્છતા સાથે શૌચાલયની સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા સમયાંતરે નવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે. આ જ ક્રમમાં તાજેતરમાં ફરીથી નવા આધુનિક સુલભ શૌચાલયો બનાવવા માટે મોટાપાયે નાણાકીય જોગવાઈ અને આયોજન થઈ રહ્યું છે. પરંતુ અગાઉના પ્રોજેક્ટ્સની વાસ્તવિક સ્થિતિ જોતા કરદાતાઓના નાણાંના સદઉપયોગને લઈને જાગૃત નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ કરાયો હતો વર્ષ 2017-18માં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વડોદરા શહેરમાં આશરે 20થી 22 અદ્યતન ઈ-ટોયલેટ ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે દોઢ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો, જે મુજબ પ્રતિ ઈ-ટોયલેટ સરેરાશ પાંચથી છ લાખ રૂપિયા માતબર રકમ વપરાઈ હતી. શરૂઆતના તબક્કે આ ટેક્નોલોજી આધારિત શૌચાલયોને સ્વચ્છતાની દિશામાં ક્રાંતિકારી પગલાં તરીકે જોવામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં યોગ્ય જાળવણી, નિયમિત સફાઈ અને મેન્ટેનન્સના અભાવે આમાંથી મોટાભાગના ઈ-ટોયલેટ આજે બિનઉપયોગી અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી સુવિધાઓ જો સમયની સાથે ધૂળ ખાતી થઈ જાય, તો નવા પ્રોજેક્ટ્સ પાછળ થતો આડેધડ ખર્ચ કેટલો યોગ્ય છે તે વિચારવું અનિવાર્ય બને છે. નવા શૌચાલયો માટે પાલિકા પાસે કાયમી મેન્ટેનન્સ નીતિ છે? આ પરિસ્થિતિને જોતા સૌથી મોટો સવાલ એ ઉદ્ભવે છે કે જો અગાઉની વ્યવસ્થાઓ જાળવણીના અભાવે નિષ્ફળ નીવડી હોય, તો નવા આધુનિક શૌચાલયો માટે પાલિકા પાસે કઈ પ્રકારની દીર્ઘદ્રષ્ટિ અને કાયમી મેન્ટેનન્સ નીતિ છે? માત્ર ઇમારતો કે માળખાં ઊભા કરી દેવાથી જાહેર સુવિધાનો મૂળ હેતુ ક્યારેય સરતો નથી. નવા શૌચાલયોમાં પાણીની નિયમિત પૂરવઠા વ્યવસ્થા, વીજ પ્રકાશ, સુરક્ષા અને દૈનિક સફાઈની સુદ્રઢ વ્યવસ્થા હોય તો જ તે લાંબા સમય સુધી જનતાના ઉપયોગમાં ટકી શકે છે. કારણ કે હાલમાં જે ટોયલેટ છે તે પૈકી કેટલાકમાં ઈલેક્ટ્રીસીટી નથી તો કેટલાકમાં ટાંકીમાં પાણી જ નથી હોતું. ઈ ટોયલેટના દરવાજા સુદ્ધા નથી ખુલતા ત્યારે પાલિકાએ પહેલા આ ટોયલેટની જાળવણી પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે. નિષ્ફળતાના કારણોની નિષ્પક્ષ સમીક્ષા કરવી અત્યંત આવશ્યક તાજેતરમાં સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના પૂર્વ ઝોનમાં 12 અને પશ્ચિમ ઝોનમાં 15 જેટલા આધુનિક ટોયલેટ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જે તે સમયે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબહેન વ્યાસે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે ટોયલેટ સીટના આધારે હોય છે. એક સીટ પાછળ અઢી લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવે છે. મહાનગરપાલિકા પોતાનો 49 ટકા ફાળો આપે છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, કેટલાક સ્થળોએ ટોયલેટ ખખડધજ હાલતમાં છે તે અમારા ધ્યાન પર છે અને આગામી સમયમાં તેને પણ યોગ્ય કરી દઈશું. જો કે આગામી સમયમાં કરોડો રૂપિયાના નવા ખર્ચને મંજૂરી આપતા પહેલાં તંત્રએ અગાઉના પ્રોજેક્ટ્સની નિષ્ફળતાના કારણોની નિષ્પક્ષ સમીક્ષા કરવી અત્યંત આવશ્યક છે. નવા શૌચાલયોના નિર્માણની સાથે જ તેના સંચાલન માટે જવાબદારી નક્કી કરવી જોઈએ અને કાયમી ધોરણે જાળવણી સુનિશ્ચિત કરવી જોઈએ. જો આ પ્રકારનું સચોટ આયોજન કરવામાં આવે તો જ પ્રજાના વેરામાંથી એકત્રિત થયેલા નાણાંનો સાચો અને સાર્થક ઉપયોગ થઈ શકશે તેમજ નાગરિકોને વાસ્તવિક અર્થમાં સ્વચ્છ અને ઉત્તમ જાહેર સુવિધાઓનો કાયમી લાભ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    આપઘાતની વધુ બે ઘટનામાં બે પરિણીતાના મોત:જંગલેશ્વર અને માનસરોવર વિસ્તારમાં બંને મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    How the World’s Richest Colony Became the Poorest Nation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment