Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતની વધુ બે ઘટનામાં બે પરિણીતાના મોત:જંગલેશ્વર અને માનસરોવર વિસ્તારમાં બંને મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    8 hours ago

    રાજકોટ શહેરમાં આપઘાતના વધુ બે બનાવ સામે આવ્યા છે, જેમાં એક 52 વર્ષીય અને એક 36 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા બન્ને મૃતદેહને પોલીસે પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જંગલેશ્વર શેરી નં.4માં આપઘાતનો બનાવ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંગલેશ્વર શેરી નંબર 4માં રહેતા 52 વર્ષીય રોશનબેન અમરેલીયાએ ગઈકાલે પોતાના ઘરે હતા, ત્યારે ગળેફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી બનાવ અંગેની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 36 વર્ષીય અનિતાબેને સારવારમાં દમ તોડ્યો જ્યારે બીજા બનાવમાં માન સરોવર વિસ્તારમાં આવેલ શ્રીરામ પાર્ક શેરી નંબર 2માં રહેતા 36 વર્ષીય અનિતાબેન હરિસિંહ રાજપૂતએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો તેમને તાત્કાલિક નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલુ હતી. દરમિયાન રાત્રિના 12:30 વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ અંગે જાણ આજીડેમ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અનિતા અને તેનો પતિ મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું અને તેને સંતાનમાં બે બાળકો હોવાનું તથા અહીં રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાંથી જેડી વેન્સને દૂર કર્યા:કહ્યું- ઉપ રાષ્ટ્રપતિ ઘરેલું બાબતો પર ધ્યાન આપે, ડેમોક્રેટિક રાજ્યોમાં ભ્રષ્ટાચારની તપાસ કરે
    Next Article
    શહેરમાં કરોડોના ખર્ચે બનેલા ઈ-ટોયલેટની બિસ્માર હાલત-જાળવણીનો અભાવ:જૂના ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં નવા ટોયલેટ બનાવવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment