Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પ અને નેતન્યાહૂ બૂમો પાડી પાડીને બાખડ્યા, મુંબઇ લોકલમાં છેડતી પછી યુવતીને ધક્કો મારી દીધો, યુક્રેન મોરબીના સાહિલને છોડવા તૈયાર હોવાનો દાવો

    18 hours ago

    નમસ્તે, પંજાબ અને યુપીમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ચીની મહિલા સાથે અફેરના આરોપો વચ્ચે એનવીડિયાના CEO પદેથી રાજીનામું આપ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે કિંમત ઘટતા જ સોનાની ખરીદી વધી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરુ અને મૈસૂરમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજર રહેશે. 2. હૈદરાબાદમાં કોંગ્રેસ ભારત સમિટના આયોજનમાં રાહુલ ગાંધી સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. 📰 કાલના મોટા સમાચારો 1. Nvidia CEO જેન્સન હુઆંગે તમામ પદેથી રાજીનામું આપ્યું:કર્મચારીઓને કહ્યું હતું- ભૂલ થઈ, શરમ અનુભવું છું; કંપનીની વેલ્યૂ ₹27 લાખ કરોડ ઘટી દુનિયાની સૌથી મોટી ચિપ નિર્માતા કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કંપનીના પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બરનું પદ છોડી દીધું છે. તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયું છે. તેમના પર ચીની જાસૂસ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. કંપનીના ચીફ ફાઇનાન્સ ઑફિસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કોલેટ ક્રેસને વચગાળાના CEOની જવાબદારી સોંપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સોનાની ખરીદીમાં 30%નો ઉછાળો:ભાવ ઘટતાં જ દિવાળી-ધનતેરસ પર 72 હજાર કરોડનું ધૂમ વેચાણ, કુદરતી હીરાના વેચાણમાં રેકોર્ડબ્રેક 250%નો વધારો સોનાની કિંમત રેકોર્ડ 1.80 લાખ રૂપિયાથી ઘટીને 1.42 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ. એટલે કે તેમાં 38 હજાર રૂપિયા (21%)નો ઘટાડો થયો. આ પછી ધનતેરસ અને દિવાળીના પ્રસંગે ગયા વર્ષની સરખામણીએ સોનાની ખરીદીમાં 30%નો વધારો થયો. આ દરમિયાન દેશમાં આશરે 52 ટન સોનું ખરીદવામાં આવ્યું, જેની કિંમત 72 હજાર કરોડ રૂપિયા રહી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. રિટેલ મોંઘવારી એક વર્ષની ઉંચાઈએ પહોંચી:RBIની નક્કી કરેલી લિમિટ 6%થી ઉપર નીકળી; ડુંગળી, દૂધ, ઈંડા સહિત ખાવા-પીવાની ચીજો મોંઘી થવાનું કારણ દેશમાં છૂટક મોંઘવારી સતત 12મા મહિને વધી છે. સપ્ટેમ્બરમાં તે 5.54% હતી. ઓક્ટોબરમાં 0.55% વધીને 6.09% પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં તે 5.54% હતી. ડેરી પ્રોડક્ટ્સ અને ડુંગળી-લસણ જેવી રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે. મિડલ ઇસ્ટમાં તણાવના કારણે કાચું તેલ પણ મોંઘું થયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે બબાલ!:ફોન કોલ પર એકબીજા પર બૂમો પાડી, ઇઝરાયલી PM ઈરાન પર ફરીથી હુમલા કરવાનું કહી રહ્યા છે, ટ્રમ્પ તૈયાર નથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઈરાન યુદ્ધને લઈને મતભેદો વધ્યા છે. ઇઝરાયલી મીડિયા યનેટના અહેવાલ મુજબ 8 નવેમ્બરે બંને નેતાઓ વચ્ચે ફોન પર ઉગ્ર દલીલ થઈ હતી. આ દરમિયાન બંને એકબીજા પર બૂમો પાડવા લાગ્યા હતા. નેતન્યાહૂ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કરવા માટે અમેરિકા પર દબાણ બનાવી રહ્યા છે, જ્યારે ટ્રમ્પ આ માટે તૈયાર નથી. ટાઈમ્સ ઑફ ઇઝરાયલના અહેવાલ મુજબ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને ઈરાન સાથેની વાતચીત આગળ વધારવાની જવાબદારી સોંપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. યુવતીએ કહ્યું- મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ:મુંબઈ લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી, વિરોધ કરતાં ધક્કો માર્યો, ટ્રેનના પૈડાં નીચે આવી જતાં હાથ કપાઈ ગયો; આરોપીની ધરપકડ મુંબઈની લોકલ ટ્રેનમાં છેડતીનો વિરોધ કરવા બદલ આરોપીએ 20 વર્ષની યુવતીને નાયગાંવ સ્ટેશન નજીક ધક્કો મારી દીધો. આ અકસ્માતમાં યુવતીનો ડાબો હાથ કોણીથી કપાઈ ગયો, જ્યારે માથામાં 16 ટાંકા આવ્યા છે. પોલીસે આરોપી જિતેન્દ્ર હિરમુખેની ધરપકડ કરી છે. આ ઘટના 4 નવેમ્બરની છે. યુવતી ગોરેગાંવથી નાયગાંવ જઈ રહી હતી. આરોપ છે કે મુસાફરી દરમિયાન જિતેન્દ્રએ તેની સાથે અશ્લીલ હરકત કરી હતી. વિરોધ કરવા પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 'યુક્રેન મોરબીના સાહિલને છોડવા તૈયાર, ભારત સરકાર રિપ્લાય નથી આપતી':વકીલે કહ્યું-જયશંકર અને મોદીને અપીલ એક મેઇલ કરી દો, રશિયા-યુક્રેન યુદ્ઘમાં ડિટેઇન યુવકને મુક્ત કરાવો મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ પણ સતત ભારત અને યુક્રેન સરકાર સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છે. હાલમાં વકીલ દીપા જોસેફે યુક્રેન ગયા છે ત્યાં યુક્રેનની સરકારે ગુજરાતી યુવકને મુક્ત કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે જો કે, ભારત સરકાર તરફથી કોઈ રિપ્લાય ન અપાતો હોવાનો વકીલે દાવો કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ આદિવાસીઓ માટે સરકારની જાહેરાતો:નર્મદાના 13 ગામમાં 100% વન અધિકારપત્રનું લક્ષ્ય, 440 આદિવાસીને મળશે હક; 14 જિલ્લામાં જોહાર કેફે-શહેરી હાટ અને સહાય ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ-2026'ની ઉજવણી કરવામાં આવશે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દરમિયાન આદિવાસી સમાજના જમીન અને વન અધિકારોનો મુદ્દો પણ કેન્દ્રમાં રહેશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં 440 આદિવાસીઓને વન અધિકારપત્ર આપવાના છે, જેમાં સાગબારાના 138 લોકોનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના 13 ગામોમાં 100 ટકા વન અધિકારપત્ર આપવાનું લક્ષ્ય છે. અગાઉ અધિકારપત્ર મળ્યા હોય પરંતુ જમીનની નોંધણી બાકી હોય તેવા કિસ્સાઓમાં પણ નોંધણીની કામગીરી કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ભારતે વિઝા સિસ્ટમ બદલી, હવે માત્ર 9 કેટેગરી:ટૂરિસ્ટની જગ્યાએ વિઝિટર વિઝા મળશે, ફોર્મમાં 70% ઓછી માહિતી ભરવી પડશે, ડિસેમ્બરથી અમલમાં આવશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ અમેરિકાના રક્ષા મંત્રીને સૈનિકે ઠપકો આપ્યો:સૈનિક સ્મારક સામે તસવીરો લઈ રહ્યા હતા, સાથે આવેલી મહિલા હસી તો કહ્યું- શહીદોનું સન્માન કરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ અમિતાભ બચ્ચનના બંગલાને ફરી ઉડાવી દેવાની ધમકી:20 દિવસમાં ત્રીજો ઈમેલ; તેમાં એરપોર્ટ, મેયર ઓફિસ અને PNB બ્રાન્ચનો પણ ઉલ્લેખ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ન્યૂયોર્કમાં 96 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, 5નાં મોત:17 ઘાયલ, બાજુના પ્લોટમાં ખોદકામ ચાલી રહ્યું હતું; જેના કારણે પાયો નબળો પડ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ ભારતને પહેલીવાર યુથ ઓલિમ્પિકમાં બોક્સિંગનો ગોલ્ડ મળ્યો:અંબેકર મીતેઈએ 50 કિલોગ્રામ કેટેગરીમાં મેડલ જીત્યો, ફાઇનલમાં આયરિશ ખેલાડીને હરાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ બેંક એકાઉન્ટ વિના ₹50,000 સુધી NEFT કરી શકશો:₹10,000 સુધી સીધા કેશ ટ્રાન્સફર કરી શકશો, RBIની નવી મની ટ્રાન્સફર માર્ગદર્શિકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ ભારત-પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઈનલ રમાશે:સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું, PAKએ બાંગ્લાદેશને માત આપી (સંપૂર્ણ સમાચાર વાંચો) 8. ધર્મઃ 13 નવેમ્બરે નહાય-ખાયથી છઠ પૂજા વ્રતની શરૂઆત:સંતાનના સૌભાગ્યની કામના સાથે છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે; અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ખોદકામમાં મજૂરને મળ્યો 99 કરોડ રૂપિયાનો ખજાનો બેલ્જિયમમાં ગટર પાઈપલાઈન બિછાવવા માટે ખોદકામ કરી રહેલા એક મજૂરને ખજાનો મળ્યો. કોબે નામના મજૂરને સોનાની 49 ઈંટો અને હજારો સિક્કા મળ્યા. તેની કિંમત આશરે 99 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પાતાળલોકમાં ઈરાનની મિસાઈલ દુનિયા:અમેરિકાએ યુરોપથી રાતોરાત આર્મી ભગાડી, ઓબામાની ડીલ રોકી ટ્રમ્પ ભરાયા, તહેરાનની 7 શરતોથી રેલો 2. સ્કૂલની જેમ હાજરી ભરાય પછી ઘરે ઘરે પહોંચે ખાવાનું:કરોડપતિઓના ગામમાં વૃદ્ધો માટે ચાલે છે અનોખું રસોડું 3. ‘કહાં ઐસા યારાના’ સુરતના બે ઓફિસરની દોસ્તી:સરકારે ભ્રષ્ટ અધિકારીઓનો વારો પાડવાની તૈયારી કરી; સોનિયા ગાંધીના પુસ્તકનો સોશિયલ મીડિયા પર સંગ્રામ 4. બ્લેકબોર્ડ: છોકરાઓ જેવી રહું છું, બધા અડીને સવાલો પૂછે છે:મમ્મી કહે છે દીકરી સ્પોર્ટ્સમાં છે, સંબંધીએ શર્ટમાં હાથ નાખી દીધો 5. આજનું એક્સપ્લેનર:બાંગ્લાદેશની ઝૂંપડપટ્ટીઓના વીડિયો બનાવી રહ્યા છે 150 ચીની વ્લૉગર્સ, કહે છે- 'આ દિલ્હીના ગંદા લોકો છે', આ બદનામી પાછળ શું ષડયંત્ર? 6. બીમારીનું ઘર એટલે પેટની ચરબી!:દેશમાં દર ત્રીજી વ્યક્તિને મેટાબૉલિક સિન્ડ્રોમ, ડૉક્ટર પાસેથી જાણો કેવી રીતે ઓળખવી બીમારી અને બચવા માટે શું કરવું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન રાશિના જાતકોની બિઝનેસમાં પ્રગતિ થશે, તુલા, ધન અને કુંભ રાશિના લોકોનું ભાગ્ય મજબૂત રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુકનો દાવો- ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા:બહાર સશસ્ત્ર જવાનો તૈનાત; લદ્દાખ પરિષદની ચૂંટણી વિરુદ્ધ પ્રદર્શન કરવાના હતા
    Next Article
    Global Outage Hits Microsoft, Outlook, Other 365 Services Down

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment