Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચુકનો દાવો- ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા:બહાર સશસ્ત્ર જવાનો તૈનાત; લદ્દાખ પરિષદની ચૂંટણી વિરુદ્ધ પ્રદર્શન કરવાના હતા

    17 hours ago

    ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે રાત્રે એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. તેમના ઘરની બહાર ભારે પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત કરવામાં આવ્યા છે. વાંગચુકે કહ્યું કે પોલીસ તેમને ઘરની બહાર જવા નથી દેતી. બીજી તરફ લદ્દાખ પોલીસનું કહેવું છે કે આ હાઉસ અરેસ્ટ નથી, પરંતુ ચૂંટણી દરમિયાન લાગુ કરવામાં આવેલી નિષેધાજ્ઞાનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. વાંગચુક અને લદ્દાખનાં સંગઠનો 4 ડિસેમ્બરે યોજાનારી પહાડી પરિષદની ચૂંટણી શિયાળામાં યોજવાના વિરોધમાં છે. એક દિવસ પહેલાં જ પોલીસે વાંગચુકને પ્રદર્શન સ્થળ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ પોલીસ તેમને તેમના ઘરે લઈ ગઈ હતી. વાંગચુકે કહ્યું કે તેમને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકવાના વિરોધમાં તેઓ મેજિસ્ટ્રેટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે. લદ્દાખમાં ચૂંટણીનો વિરોધ કેમ, 2 કારણો… 24 સપ્ટેમ્બરની ઘટનાનો અહેવાલ જાહેર કરવાની માંગ વાંગચુકે ગયા વર્ષની 24 સપ્ટેમ્બરની ઘટના અંગે કમિશન ઑફ ઇન્ક્વાયરીનો અહેવાલ જાહેર કરવાની માંગ ફરી દોહરાવી. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલાને દબાવવામાં આવી રહ્યો છે. વાંગચુકે કહ્યું કે સમગ્ર લદ્દાખમાં સફળતાપૂર્વક પ્રદર્શનો યોજાયા છે અને માંગણીઓ પૂરી થાય ત્યાં સુધી આ પ્રદર્શનો ચાલુ રહેશે. તેમણે સમર્થનની અપીલ પણ કરી. વાંગચુકે કહ્યું કે લદ્દાખના લોકો હંમેશાં ભારતની યુવા પેઢી અને દેશની સરહદોની રક્ષા કરી રહેલા જવાનો સાથે ઊભા રહ્યા છે. લદ્દાખ ચૂંટણી: પ્રથમ વખત 8 જિલ્લાઓમાં 8 પરિષદો બનશે 4 ડિસેમ્બરે લદ્દાખમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)ની ચૂંટણી યોજાશે. આ કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી. આ લદ્દાખની સ્થાનિક સરકારની ચૂંટણી છે, જે રસ્તા, પાણી, શાળા, આરોગ્ય, ખેતી, જમીન જેવા રોજિંદા કામોનું ધ્યાન રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે પહેલી વાર 8 જિલ્લાઓમાં 8 અલગ-અલગ પરિષદો બનશે. અગાઉ માત્ર 2 પરિષદો હતી—લેહ અને કારગિલ. હવે 6 નવા જિલ્લા બન્યા છે, તેથી 8 પરિષદો હશે. 4 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On Nov 13
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પ અને નેતન્યાહૂ બૂમો પાડી પાડીને બાખડ્યા, મુંબઇ લોકલમાં છેડતી પછી યુવતીને ધક્કો મારી દીધો, યુક્રેન મોરબીના સાહિલને છોડવા તૈયાર હોવાનો દાવો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment