Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોની બિઝનેસમાં પ્રગતિ થશે, તુલા, ધન અને કુંભ રાશિના લોકોનું ભાગ્ય મજબૂત રહેશે

    8 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 13 નવેમ્બર 2026, શુક્રવારના રોજ કારતક સુદ ચોથ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સવારે 11:01થી 12:23 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: તમે તમારી યોગ્યતા અને મહેનતથી કોઈ ખાસ કામ પૂરું કરવામાં સફળ રહેશો. સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે તમારું વિશેષ સ્થાન રહેશે. ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ તથા ખુશહાલ બનેલું રહેશે. કોઈ નવા પ્રોજેક્ટને લઈને પણ વિચાર-વિમર્શ થશે. નેગેટિવ: સમય અનુસાર પોતાનામાં પણ બદલાવ લાવવો જરૂરી છે. બાળકો પર કઠોર નિયંત્રણ ન રાખીને તેમને પણ પોતાના અનુસાર દિવસ પસાર કરવાની આઝાદી આપો. આનાથી તેમની આત્મનિર્ભરતા વધશે. તમારા ઈગો અને ગુસ્સાના લીધે માહોલ થોડો અસ્તવ્યસ્ત થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. વ્યવસાય: વ્યાવસાયિક મામલાઓમાં કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો તમને નુકસાન પહોંચાડી શકે છે. પ્રોપર્ટી અથવા કોઈ ખાસ કામ સંબંધી ડીલ કરતી વખતે પણ ખૂબ જ સાવચેતી રાખો. બહેતર રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ નિર્ણય લો. લવ: જીવનસાથી તથા પરિવારજનો સાથે થોડો સમય વિતાવવાથી ખુશહાલ સંબંધો જળવાઈ રહેશે. પ્રેમ સંબંધો પણ મધુર રહેશે. સ્વાસ્થ્ય: પેટમાં દુખાવો અને માથાના દુખાવા જેવી તકલીફ રહી શકે છે. વર્તમાન હવામાનથી પોતાનો બચાવ કરો તથા ખાનપાન પણ વ્યવસ્થિત રાખો. લકી કલર: જાંબલી લકી નંબર: 8 પોઝિટિવ: પારિવારિક મામલામાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે. પોતાના કોઈ ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત અને સુનિયોજિત ઢંગથી કાર્ય કરવાથી ઘણી હદ સુધી સફળતા મળશે. પૈસા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે, પરંતુ આર્થિક સ્થિતિ સંતુલિત જ બનેલી રહેશે. નેગેટિવ: સંબંધોને સાચવીને રાખો, મોસાળ પક્ષ સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેળઝોળ રાખવો તમારા માટે હિતકારી નથી. વ્યવસાય: કારોબારમાં કેટલીક નવી યોજનાઓ બનશે. તમારી ફાઈલ કે પેપર સુવ્યવસ્થિત રાખો. કોર્ટ કેસ સંબંધી કાર્ય અત્યારે અટકેલા રહેશે. શેર બજાર, કોમોડિટી વગેરેમાં વિચારી-સમજીને રોકાણ કરવું જરૂરી છે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ: પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી જલ્દી જ લગ્નમાં પરિણમવાની તક મળશે. મનમાં પ્રફુલ્લતા અને ખુશી રહેશે. સ્વાસ્થ્ય: તણાવના લીધે ગભરામણ અને બેચેની રહી શકે છે. પોતાના પર વધારાનો કાર્યભાર લેવાથી બચો. પ્રવાહી પદાર્થોનું વધુમાં વધુ સેવન કરો. મેડિટેશન ચોક્કસ કરો. લકી કલર: સફેદ લકી નંબર: 3 પોઝિટિવ: આજે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. અનુભવી અને સકારાત્મક લોકો સાથે થોડો સમય વિતાવવાથી તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં પણ નિખાર આવશે. કોઈ અટકેલું પેમેન્ટ પણ મળી શકે છે, તેથી પ્રયાસરત રહો. નેગેટિવ: ફોન અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓમાં તમારો સમય ન બગાડો તથા પોતાના કાર્યો પર ફોકસ રહો. ધ્યાન રાખો કે નાની એવી ગેરસમજના લીધે સંબંધીઓ અથવા ભાઈઓ સાથે સંબંધો ખરાબ પણ થઈ શકે છે. વરિષ્ઠ લોકોની વાતો તથા સલાહ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં ટીમવર્ક સાથે કામ કરવું લાભપ્રદ રહેશે. અટકેલા કાર્યો ગતિમાં આવશે અને આવકની સ્થિતિ પણ બહેતર થશે. શેર્સ, તેજી-મંદી જેવી પ્રવૃત્તિઓમાં આજે પૈસા ન લગાવો. ઓફિસમાં મીટિંગ દરમિયાન બીજાની રાય પર પણ ધ્યાન આપો. ઓનલાઈન કામમાં ડેટા સિક્યુરિટીનું ધ્યાન રાખો. લવ: ઘરના મામલાઓને ઉકેલવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. આનાથી પરસ્પર સંબંધોમાં ભાવનાત્મક રીતે મજબૂતી આવશે. સ્વાસ્થ્ય: થાક હાવી રહેશે. માથાનો દુખાવો તથા માઈગ્રેનની સમસ્યા પણ વધી શકે છે. લકી કલર: લાલ લકી નંબર: 5 પોઝિટિવ: આજે કેટલાક નવા સંપર્કો સ્થાપિત થશે, જે ભવિષ્યમાં ફાયદાકારક પણ રહેશે. અભ્યાસ કરી રહેલા જાતકો માટે સફળતાદાયક સમય છે, તેથી એકાગ્રચિત્ત બનેલા રહો. તમારી ઊર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ લો. આનાથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક બદલાવ આવશે. નેગેટિવ: વર્તમાનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનતની જરૂર છે. કાનૂની નિયમોનું ઉલ્લંઘન ન કરો નહિતર કાર્યવાહીની ઝપેટમાં આવી શકો છો. લેવડ-દેવડ સંબંધી પ્રવૃત્તિઓ કરતા પહેલાં યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરી લો. પડોશીઓ સાથે સોસાયટી સંબંધી પ્રવૃત્તિને લઈને વાદ-વિવાદ થવાની આશંકા છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અત્યારે ધીમી જ રહેશે. મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી નવી-નવી માહિતીઓ મેળવો. આનાથી તમે તમારા વ્યવસાયને ગતિ આપવામાં સક્ષમ રહેશો. કોઈ અટકેલું પેમેન્ટ પાછું મળી શકે છે. નોકરી પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા લોકોને આજે કોઈ ખુશખબર મળી શકે છે. લવ: જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાની સ્થિતિ રહેશે. અન્ય પ્રવૃત્તિઓની સાથે-સાથે ઘરમાં પણ સમય આપવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્ય: માંસપેશીઓ અને નસોમાં ખેંચાણ અને દુખાવો અનુભવાઈ શકે છે. કસરત વગેરેમાં બેદરકારી ન દાખવો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: આજે ક્યાંક ફસાયેલું પેમેન્ટ પાછું મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. નાની-નાની ખુશીઓ તમારી દિનચર્યાને વધુ મધુર બનાવશે. બાળકોનું માર્ગદર્શન કરવું તેમની પ્રગતિમાં સહાયક રહેશે. સાથે જ કોઈ ખાસ કામ તમારી શરતો પર જ સંપન્ન થઈ શકે છે. નેગેટિવ: પ્રોપર્ટી સાથે સંકળાયેલી કેટલીક પરેશાનીઓ અત્યારે બનેલી રહેશે, પરંતુ આ સમયે કોઈની સાથે પણ વાદ-વિવાદની સ્થિતિમાં ન પડો. સંબંધોમાં વિશ્વાસની કમી ન આવવા દો, જોકે સૌને ખુશ રાખવા અશક્ય છે. વિદ્યાર્થીઓ પોતાના કોઈ વિષયની સમસ્યાને લઈને ચિંતિત રહેશે. વ્યવસાય: કારોબારમાં જો કોઈ વિશેષ પ્રોજેક્ટ પર રોકાણ કરવાની યોજના હોય, તો તેના પર વધુ વિચાર-વિમર્શ કરી લો. ફાયનાન્સ સંબંધી મામલાઓમાં કેટલીક ગૂંચવણો આવી શકે છે. નોકરીયાત લોકો પર વધારાનો કાર્યભાર રહેશે. કેટલીક જવાબદારીઓ પણ આવી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે કેટલાક મતભેદ રહેશે. બહેતર રહેશે કે ઠંડા દિમાગ તથા પરસ્પર સૂઝબૂઝથી સમસ્યાનો ઉકેલ કાઢો. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: આ સમયે કમરનો દુખાવો તથા પેટ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. વાયડી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર: પીળો લકી નંબર: 2 પોઝિટિવ: દિવસ સુખ-શાંતિપૂર્ણ પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે તથા કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળશે. પ્રોપર્ટી સંબંધી કોઈ અટકેલું કામ સંપન્ન થઈ શકે છે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુગેધર સંબંધી પ્રોગ્રામ બનશે. નેગેટિવ: જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. આના કારણે વર્તમાનમાં પણ તણાવ થઈ શકે છે. તમારી કાર્યપ્રણાલી તથા ગોપનીય વાતો કોઈની સાથે પણ શેર ન કરો. બીજાની સમસ્યાઓને ઉકેલવામાં તમારા કામ અધૂરા રહી શકે છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં સ્થિતિ યથાવત રહેશે. પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં પારદર્શકતા ચોક્કસ જાળવી રાખો, નહિતર નાની એવી વાતને લઈને મનદુઃખ થઈ શકે છે. નોકરીયાત વ્યક્તિઓ માટે ટ્રાન્સફર સંબંધી યોગ બની રહ્યા છે, આમાં પ્રગતિ પણ શક્ય છે. લવ: જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારું ઘરના કામમાં સહયોગ આપવું પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી ચાલી રહેલી સમસ્યાઓ પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવો અને ડોક્ટરની સલાહનું પૂરી રીતે પાલન કરો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 7 પોઝિટિવ: થોડો સમય અનુભવી લોકો સાથે વિતાવવા પર તમે ભરપૂર એનર્જી અનુભવશો, જેની અસર તમારા કામ અને પરિવાર બંને પર સકારાત્મક પડશે. જો સ્થાન પરિવર્તન કરવાનો વિચાર બનેલો હોય તો આજે તેનાથી સંકળાયેલો નિર્ણય તરત લેવો યોગ્ય રહેશે. નેગેટિવ: અનાવશ્યક ખર્ચ પર કાબૂ રાખવાથી તમે આર્થિક સમસ્યાથી બચી શકો છો. કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા મિત્ર સાથે સંપર્ક રાખવાથી તમારા માન-સન્માન પર પણ વાત આવી શકે છે. તેથી નકામી વાતોમાં ગૂંચવાવાને બદલે ઘરની પ્રવૃત્તિઓમાં તથા બાળકો સાથે જ વ્યસ્તતા બનાવી રાખો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બહેતર થશે અને કોઈ મહત્વપૂર્ણ કરાર પણ હાંસલ થશે. પરંતુ તમારા હરીફોને નબળા ન સમજો અને તેમની પ્રવૃત્તિઓને નજરઅંદાજ પણ ન કરો. ઓફિસમાં સહકર્મીઓ સાથે સહયોગાત્મક સંબંધો રહેશે. લવ: પરિવારજનો તથા જીવનસાથી સાથે ખુશહાલ અને સુખદ સમય પસાર થશે. યુવાનોના પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર સંબંધી નિયમિત તપાસ કરાવતા રહો અને તમારા ગુસ્સા તથા ઉતાવળિયા સ્વભાવ પર પણ કાબૂ રાખો, નહિતર આ કારણે પણ તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. લકી કલર: વાદળી લકી નંબર: 1 પોઝિટિવ: લક્ષ્ય પ્રાપ્તિમાં કોઈ નજીકના સંબંધીનો સહયોગ મળશે. ધન કરતાં તમારા માન-સન્માન અને આદર્શો પર વિશ્વાસ રાખવો તમને કામયાબ કરશે. આધ્યાત્મ સાથે જોડાયેલા કેટલાક વિશેષ તથ્યોની જાણકારી પણ પ્રાપ્ત થશે અને તેમાં રુચિ પણ જાગૃત થશે. નેગેટિવ: તમારી ફાઈલો, ડોક્યુમેન્ટ્સ વગેરે ખૂબ જ સાચવીને રાખો, કારણ કે જો ખોવાઈ ગયા તો પાછા મળવા અશક્ય લાગી રહ્યા છે. ઘરમાં પણ નાની એવી વાત પર અકારણ તણાવ ઊભો થઈ શકે છે. વધુ ક્રોધ કરવાથી બચો. થોડો સમય એકાંત અને આત્મમંથનમાં પણ ચોક્કસ પસાર કરો. વ્યવસાય: વ્યાવસાયિક ક્ષેત્રમાં અતિશય મહેનત અને પરિશ્રમની સ્થિતિ બનેલી રહેશે. પરંતુ ચિંતા ન કરો, તમારી કાર્યક્ષમતા અને કાબેલિયતના લીધે કામયાબી તમારા દ્વાર ખટખટાવશે. તેથી દરેક કાર્યને ગંભીરતાથી લો. નોકરીયાત વ્યક્તિઓને પણ કાર્યક્ષમતા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થશે. લવ: જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. યુવા વર્ગ પ્રેમ સંબંધો પ્રત્યે ગંભીર રહેશે. સ્વાસ્થ્ય: અનિયમિત દિનચર્યા અને ખાનપાન રાખવું યોગ્ય નથી. વાયુ, ગેસ વગેરેના લીધે સાંધામાં દુખાવો અને બેચેની જેવી સમસ્યા બનેલી રહેશે. લકી કલર: ગુલાબી લકી નંબર: 3 પોઝિટિવ: દિનચર્યા તથા કામમાં થોડો સુધારો આવશે તથા વ્યવસ્થિત થવાથી તમે તમારા પૂરા આત્મવિશ્વાસ દ્વારા તમારા અન્ય કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મહેનત મુજબ જ તમને યોગ્ય પરિણામો પણ પ્રાપ્ત થશે. માત્ર ફોકસ રહેવાની જરૂર છે. નેગેટિવ: ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને જિદ્દ બીજા માટે પરેશાનીનું કારણ પણ બની જાય છે. તમારી નકારાત્મક આદતો પર કાબૂ મેળવવાથી તમે સમસ્યાથી બચી જશો. બાળકો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો, તેમનું માર્ગદર્શન પણ કરો. વ્યવસાય: વ્યવસાયમાં તમારી વ્યવસ્થિત કાર્યપ્રણાલીના યોગ્ય પરિણામો મળશે તથા તમામ પ્રવૃત્તિઓ સુચારુ રૂપે સંપન્ન થતી જશે. સંપર્ક સૂત્રો દ્વારા તમને મહત્વપૂર્ણ કરાર પણ પ્રાપ્ત થશે. પરંતુ નોકરીયાત વ્યક્તિઓએ રજામાં પણ પોતાનું કામ પૂરું કરવું પડશે. લવ: ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. જો તમે કોઈને પ્રેમ સંબંધમાં વચન આપ્યું હોય, તો તેને ચોક્કસ નિભાવો. સ્વાસ્થ્ય: તણાવ, થાક વગેરેમાંથી રાહત મેળવવા માટે મેડિટેશન, યોગ ચોક્કસ કરો, નહિતર આની અસર તમારી ઊંઘ પર પણ પડી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: સમય થોડો મિશ્ર પ્રભાવવાળો રહેશે. આળસ છોડીને પૂરી ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારી દિનચર્યા વ્યવસ્થિત કરો. જોકે તમે તમારી સૂઝબૂઝથી પરિસ્થિતિઓને સકારાત્મક પણ બનાવી લેશો. યુવા વર્ગ પોતાના લક્ષ્યો પ્રત્યે જાન લગાવીને મહેનત કરે, ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ: બીજાની કાર્યપ્રણાલીની નકલ કરવાને બદલે તમારી પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો જરૂરી છે. તેથી પોતાના વ્યવહાર પ્રત્યે મનન અને ચિંતન પણ ચોક્કસ કરો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં દેખાડા જેવી પ્રવૃત્તિથી દૂર રહો. વ્યવસાય: માર્કેટિંગ સંબંધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે, પરંતુ તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓને કોઈની સમક્ષ જાહેર ન કરો. કોઈ નવું કામ શરૂ કરવાની પણ સંભાવના બની રહી છે. નોકરીયાત લોકો પોતાની ફાઈલો અને ડોક્યુમેન્ટ સાચવીને રાખે. લવ: પતિ-પત્નીના સંબંધો વચ્ચે મધુરતા બનેલી રહેશે. લવ પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન દાખવો. વિશેષ કરીને ખાનપાન પ્રત્યે ખૂબ જ સંયમ રાખવો જરૂરી છે. લકી કલર: પીળો લકી નંબર: 7 પોઝિટિવ: અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે તથા ફાયનાન્સ સંબંધિત કેટલીક યોજનાઓ પણ બનશે. તમારું કર્મ પ્રધાન હોવું તમારા ભાગ્યને મજબૂત કરી રહ્યું છે. કોઈ ધાર્મિક અથવા સામાજિક આયોજનમાં પોતાનું યોગદાન આપવાથી તમને હાર્દિક ખુશી મળશે. નેગેટિવ: એ વાતનું પણ ધ્યાન રાખો કે મહેનત કરવા પર જ ભાગ્ય તમને સહયોગ કરશે. સાસરી પક્ષ સાથે સંબંધોને મધુર બનાવી રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. નાની-મોટી નકારાત્મક વાતોને નજરઅંદાજ જ રાખો. અનાવશ્યક ખર્ચા વધી શકે છે, આના પર કાપ મૂકવો જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયની દ્રષ્ટિએ સમય ખૂબ જ અનુકૂળ બનેલો છે. સ્ત્રી વર્ગને પોતાના કરિયર સંબંધિત વિશેષ સફળતા હાંસલ થવાની છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધી વ્યવસાય સફળ રહેશે. પાર્ટનર સાથે વ્યાવસાયિક પારદર્શકતા બનાવી રાખવી જરૂરી છે. લવ: પારિવારિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને સુચારુ રૂપે ચાલતી રહેશે. પ્રેમી-પ્રેમિકાને પણ મુલાકાતની તકો મળશે. સ્વાસ્થ્ય: યુરિન સંબંધી ઈન્ફેક્શન અથવા સોજાની સમસ્યાથી પરેશાન થઈ શકો છો. યોગ્ય સારવાર લેવાની જરૂર છે. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: આજે તમારામાં કામ કરવાની ઈચ્છાશક્તિ ઓછી રહેશે, પરંતુ તેમ છતાં જરૂરી કામકાજ તમે સમયસર પૂરા કરી લેશો. કોઈ માંગલિક કાર્ય સંબંધી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છબીમાં નિખાર આવશે. તમે તમારા સારા સ્વભાવ અને મધુરભાષીપણાથી સૌને પોતાના વશમાં કરી લેશો. નેગેટિવ: કોઈ પણ વિપરીત પરિસ્થિતિને શાંતિ અને સંયમથી વ્યવસ્થિત કરો. ઘરમાં ખૂબ વધારે શિસ્ત જાળવી રાખવી પારિવારિક લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સમય અનુસાર પોતાના સ્વભાવમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. વ્યવસાય: વ્યાવસાયિક વિકાસ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંપર્ક અને વાર્તાલાપ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે, પરંતુ પહેલાં આ પ્રવૃત્તિઓ પર ખૂબ વધારે રોકાણ પણ કરવું પડશે. કોઈ ઓફિશિયલ યાત્રા શક્ય છે. લવ: પારિવારિક વાતાવરણ ઉત્તમ બનેલું રહેશે, પરંતુ વ્યસ્તતા છતાં પારિવારિક સભ્યો માટે પણ થોડો સમય ચોક્કસ કાઢો, નહિતર તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઠીક રહેશે, પરંતુ માનસિક સુકૂન માટે મેડિટેશન, ધ્યાન વગેરે ચોક્કસ કરો. શાંતિની ચાહમાં એકાંત કે ધાર્મિક સ્થળ પર પણ થોડો સમય ચોક્કસ વિતાવો. લકી કલર: લીલો લકી નંબર: 8
    Click here to Read More
    Previous Article
    13 નવેમ્બરનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકો નવી દિશા તરફ અગ્રેસર થશે, મકર રાશિના જાતકોને નવી જવાબદારી મળશે
    Next Article
    Nvidia CEO's Daughter Knew About China 'Spy' Affair? Video Sparks Debate

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment