Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ટૉક્સિક’માં કિયારાના ઇન્ટિમેટ સીન પર પતિનું રિએક્શન!:લવ સ્ટોરીની શરૂઆતમાં જ સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ કર્યું હતું; કરણ જોહરની ગે પાર્ટીમાં એકબીજાને મળ્યાં

    6 hours ago

    બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 9માં આપેલા નિવેદનોને કારણે ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં કાર્તિક આર્યનના પીઆર બજેટની મજાક ઉડાવી હતી, જ્યારે તેમણે ફિલ્મ ટૉક્સિકમાં પત્ની કિયારાના ઇન્ટિમેટ સીન પર પણ નિવેદન આપ્યું છે. સાથે જ કપલે ખુલાસો કર્યો છે કે ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. કોફી વિથ કરણ શોમાં સિદ્ધાર્થ-કિયારાના નિવેદનો- 1. કાર્તિક આર્યનના પીઆર બજેટ પર સિદ્ધાર્થનો કટાક્ષ: શોના રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહરે સિદ્ધાર્થને પૂછ્યું કે એવી કઈ વસ્તુ છે, જે કાર્તિક આર્યન પાસે છે પરંતુ તેમની પાસે નથી? આ પર સિદ્ધાર્થે તરત જ જવાબ આપ્યો, 'તેમની પાસે સરસ પીઆર બજેટ છે.' તેમણે આગળ પેઇડ પીઆરના ઉપાયો પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમના મતે, જો કોઈ પોતાના જ એક ખાતામાંથી બીજા ખાતામાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને એવું કહે કે તેની સંપત્તિ વધી ગઈ છે, તો તેનો કોઈ અર્થ નથી. સિદ્ધાર્થ પહેલાં એક્ટર વિજય વર્મા પણ કાર્તિક આર્યનને પીઆર કિંગ કહી ચૂક્યા છે. 2. 'ટૉક્સિક'ના ઇન્ટિમેટ સીન પર ટ્રોલિંગ, સિદ્ધાર્થે નારાજગી વ્યક્ત કરી નહીંઃ કિયારાએ ફિલ્મ 'ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ'માં યશ સાથે ઇન્ટિમેટ સીન કર્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા. કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે પરિણીત અને માતા બન્યા બાદ કિયારાએ આવા સીન શા માટે કર્યા. આ વિવાદમાં સિદ્ધાર્થને પણ ખેંચવામાં આવ્યો. જ્યારે કરણે આ અંગે સવાલો કર્યા ત્યારે કિયારાએ જણાવ્યું કે સિદ્ધાર્થને આ સીનથી કોઈ વાંધો નહોતો. તેમણે કહ્યું, 'તેમને તેનાથી કોઈ ફરક પડ્યો નહોતો. તેમણે ક્યારેય આ અંગે મારી સાથે વાત પણ કરી નહોતી. અમે આ વિશે ક્યારેય ચર્ચા જ કરી નહોતી. તેનાથી તેમને કોઈ પરેશાની નહોતી.' કિયારાએ એ પણ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસને દાયકાઓથી આવા સવાલો અને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું, ‘આ ઘણા વર્ષોથી, દાયકાઓથી થતું આવ્યું છે. ઐશ્વર્યા સહિત અનેક શાનદાર અભિનેત્રીઓએ તેનો સામનો કર્યો છે.’ એક્ટ્રેસે કહ્યું કે તેને સોશિયલ મીડિયા પર પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરવાની જરૂરિયાત અનુભવાઈ નહોતી, કારણ કે ઘણા લોકો પહેલેથી જ આ બેવડા વલણ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. 3. કરણ જોહરના કારણે ગે પાર્ટીમાં ગયા: શોમાં કિયારા અને સિદ્ધાર્થે જણાવ્યું કે બંનેની મુલાકાત કોમન ફ્રેન્ડ અમૃતપાલ બિન્દ્રાની પાર્ટીમાં થઈ હતી. કરણ જોહરે જ બંનેને આ પાર્ટીમાં હાજર થવા માટે આગ્રહ કર્યો હતો. કિયારાએ વાતવાતમાં કહ્યું કે કરણના કારણે તેઓ તે ગે પાર્ટીમાં ગેટક્રેશ થયા હતા, એટલે કે આમંત્રણ વિના પાર્ટીમાં પહોંચી ગયા હતા. આ પાર્ટીમાં થયેલી મુલાકાત બાદ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર કિયારાને મેસેજ કરીને ફિલ્મ જોવા અને ડિનર ડેટ માટે પૂછ્યું હતું. સાથે સમય વિતાવતા બંને એકબીજાની નજીક આવ્યા. 4. શૅરશાહના શૂટિંગ દરમિયાન થઈ ગયું હતું બ્રેકઅપઃ ફિલ્મ 'શૅરશાહ'ના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા એકબીજાની નજીક આવ્યા, પરંતુ તે સમયે તેમના સંબંધોમાં ઉતાર-ચઢાવ પણ હતા. કિયારાએ જણાવ્યું કે તેના જન્મદિવસના બરાબર એક દિવસ પહેલાં સિદ્ધાર્થ 'શૅરશાહ'ના કારગિલ શેડ્યૂલ માટે નીકળી રહ્યા હતા. જ્યારે સિદ્ધાર્થ તેને મળવા માટે ઘરની નીચે આવ્યો, ત્યારે કિયારાએ કહ્યું કે કાં તો પછી સાથે રહીને લગ્ન કરો, અથવા આ સંબંધનો અંત લાવો, કારણ કે તમે ક્યારેક વાત કરો છો અને ક્યારેક નથી કરતા. જવાબમાં સિદ્ધાર્થે કહ્યું કે તે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ત્યારબાદ કિયારાએ માની લીધું કે હવે તેઓ વાત નહીં કરે. તે સમયે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. કરણ જોહરે જણાવ્યું કે તે દરમિયાન તેમણે સિદ્ધાર્થને ખૂબ દુઃખી જોયો હતો. જોકે, કારગિલ પહોંચ્યા બાદ તે દરરોજ કિયારાને ફોન અને મેસેજ કરવા લાગ્યો. ત્યારબાદ સિદ્ધાર્થ ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમિયાન કિયારાની વેનિટી વેનમાં પહોંચ્યો. બંને ફરી સાથે આવી ગયા અને બીજા જ મહિને સિદ્ધાર્થે કિયારાને પ્રપોઝ કર્યું. સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. 5. કિયારાને કારણે સિદ્ધાર્થનું ઇન્સ્ટાગ્રામ ગેમ ખરાબ થઈ રહ્યું છે: શોમાં સિદ્ધાર્થ અને કિયારાએ એકબીજાની તસવીરો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને પણ મજાક કરી. કરણે બંનેને પૂછ્યું કે તેમની પાસે એકબીજાની એવી કઈ તસવીરો છે, જેને તેઓ ક્યારેય સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરે. આના પર સિદ્ધાર્થે કિયારાની ફોટોગ્રાફીને લઈને મજાક કરતાં કહ્યું, 'મને લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો મારા કરતાં ઘણી સારી હોય છે. અમે ક્યાંક રજાઓ માણવા જઈએ છીએ, તો તે મારી તસવીરો ગમે ત્યાં લઈ જઈને ખેંચી દે છે. સ્વિટ્ઝર્લૅન્ડ પણ અલીબાગ જેવું દેખાવા લાગે છે. મારી ઇન્સ્ટાગ્રામ ગેમ ખરાબ થઈ રહી છે.'
    Click here to Read More
    Previous Article
    Kulgam Terrorist Attack : Kishtwar में मिले 2 लापता पुलिसवालों के श*व | CRPF | Jammu Kashmir | J&K
    Next Article
    ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે બબાલ!:ફોન કોલ પર એકબીજા પર બૂમો પાડી, ઇઝરાયલી PM ઈરાન પર ફરીથી હુમલા કરવાનું કહી રહ્યા છે, ટ્રમ્પ તૈયાર નથી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment