Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ચાલકે પૂરઝડપે મોટરસાઇકલને ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા:વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો, વડનગરના કરબટીયા ગામ પાસે અકસ્માત

    6 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગરના કરબટીયા ગામની સીમમાં પુરઝડપે અને બેફામ રીતે ફોરવ્હિલ ગાડીના ચાલકે મોટરસાઇકલ સવાર યુવકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકને ડાબા પગે ગંભીર ફેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને હાલ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની ઓપરેશન સહિતની સારવાર હાથ ધરવામાં આવી છે. કારચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી વડનગરના ગઢા ગામના રહેવાસી ચંદ્રિકાબેન મનુભાઈ પરમારે વડનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર જયદેવ મનુભાઈ પરમાર ગત 10 નવેમ્બર 2026ના રોજ બપોરે પોતાનું હોન્ડા CD 110 મોટરસાઇકલ નંબર (GJ.02.EE.9819) લઈને ડેરિયા ગામેથી વડનગર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કરબટીયા ગામ પાસેથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી વેગનઆરના ચાલકે (નંબર GJ.27.DH.7414) મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. રોડ પર પટકાયા બાદ યુવકને ગંભીર ઈજાઓ અકસ્માત એટલો જોરદાર હતો કે મોટરસાઇકલ સવાર જયદેવ ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા, જેના કારણે તેમને ડાબા પગે ઘૂંટણની નીચે ગંભીર ઈજાઓ અને ફેક્ચર થયું હતું તેમજ કપાળ તથા માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત જયદેવને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમના ડાબા પગે ફેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા જયદેવની વધુ અને ઉત્તમ સારવાર મળી રહે તે હેતુસર તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હાલ યુવક ગંભીર ઈજાઓના કારણે સ્પષ્ટ બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી, તેમની માતા ચંદ્રિકાબેને વડનગર પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અકસ્માત સર્જનાર વેગનર કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- ન્યૂઝની જેમ જિંદગીમાં પણ ડેડલાઇન જરૂરી:દિવાળી મિલન સમારોહમાં PMએ કહ્યું- CM બન્યો ત્યારે મારા કરતાં પહેલાં મીડિયાને ખબર પડી ગઈ હતી
    Next Article
    ધોલેરા હાઈવે પર કાર પલટી, દંપતીનું મોત, 4 ઘાયલ:8 વર્ષીની દીકરીની હાલત ગંભીર, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment