Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના ચિલોડામાં કારચાલકે દંપતીને ટક્કર મારી:ગાડીમાંથી દારૂની બોટલ મળતા સ્થાનિકોએ મેથીપાક ચખાડી ડ્રાઈવરને પોલીસને સોંપ્યો

    9 hours ago

    અમદાવાદના નાના ચિલોડા રોડ પર 11 નવેમ્બરના બપોરના સમયે નશામાં ધૂત કારચાલકે એક ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અક્સ્માત કરનારની કારમાંથી દારૂની બોટલો મળી આવતા સ્થાનિકોનો રોષે ભરાયા હતાં અને કારચાલકને ગાળો ભાંડી મારમાર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક યુવકની ધરપડક કરી છે. કારની તપાસ કરતા બે વ્યક્તિ સવાર હતા નાના ચિલોડા રોડ પર બપોરના સમયે એક વર્ના કારે પૂર ઝડપે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. ટક્કર વાગતા દંપતી નીચે પડ્યા હતા. અક્સ્માત થતાં આસપાસના લોકો ભેગા થયા હતા. આ દરમિયાન લોકોએ ગાડીમાં તપાસ કરતા એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ મળી આવ્યો હતો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. સ્થાનિકોએ ભેગા થઈને અક્સ્માત કરનાર કારચાલકને મેથીપાક આપ્યો હતો. રાજકોટના ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલ સામે ગુનો દાખલ અક્સ્માત અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બંને નશાની હાલતમાં હતા, જેથી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને રાજકોટના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નરોડા પોલીસે કારના ડ્રાઈવર ચિરાગ ગાંગાણી અને બાજુમાં બેઠેલા ગૌતમ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    This Indian Founder Is Paying His Employees To Leave And Start Their Own Business
    Next Article
    દાહોદના ખુલ્લા પ્લોટમાં આગ લાગી:ફાયરવિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment