Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માક્ષરમાં નાડી દોષ હોય તો લગ્ન કરવા કે નહીં?:વર-વધૂની એક જ નાડી હોય તો શું થાય? જાણો તેની તંદુરસ્તી તથા સંતાન પર થતી અસર

    6 hours ago

    અમારી પાસે આવનારા મોટા ભાગના બેચલર્સ ક્યાંક ને ક્યાંક નાડી દોષના વહેમ અને અધૂરા જ્ઞાનના કારણે પોતાના લગ્ન જીવનનો નિર્ણય લઇ શકતા નથી. આવા જાતકોને સમાજ દ્વારા 40 -45ની ઉંમર પછી વાંઢા જેવા અવૈચારિક શબ્દો દ્વારા નવાજવામાં આવે છે. જીવનમાં દરેક પ્રસંગની એક યોગ્ય ઉંમર હોય છે અને તે ઉંમર દરમિયાન જે તે કાર્યને પૂર્ણ કરવામાં ના આવે તો કાર્યનું મહત્ત્વ અને મહાત્મ્ય એળે જાય છે. અંગ્રેજીમાં કેહવત છે “સ્ટ્રાઈક વેન ધી આયર્ન ઈઝ હોટ.” આ શ્લોકનો સંદર્ભ અને હેતુ સુંદર છે પરંતુ કુંડળીમાં જયારે કોઈ ચોક્કસ પ્રકારનો દોષ સર્જાય ત્યારે ઉપરના શ્લોકનો ભાવ અને હેતુ નિરર્થક બની જાય છે. નાડી દોષનું મહત્વ આજે દરેક વ્યક્તિ પસંદગીનો જીવનસાથી ઇચ્છે છે. જીવનસાથી ફક્ત દેખાવડો અને સુંદર હોય તેટલું જ પૂરતું નથી, પરંતુ જીવનસાથીનો સ્વભાવ, આચરણ, આયુષ્ય અને વ્યક્તિત્વ વગેરે બાબતો પર પણ વિચાર કરવો જોઇએ. ઋષિમુનિઓ કહે છે કે લગ્નસંસ્કાર એ સંતાન દ્વારા વંશવેલો ટકાવી રાખવાની ધાર્મિક પ્રક્રિયા છે. સંતાન એ દંપતિની પ્રથમ અને અંતિમ ઇચ્છા હોય છે. પ્રસન્ન-તંદુરસ્ત અને સુશીલ સંતાન મેળવવા લગ્ન પહેલા પતિ-પત્નીના જન્માક્ષર મેળવવામાં આવે છે. જન્મપત્રિકા મેળવતા પેહલા આઠ બાબતોનું નિરિક્ષણ કરવામાં આવે છે. આ આઠ બાબતો એટલે વર્ણ, વૈશ્ય, તારા, યોનિ, ગ્રહમૈત્રી, ગણ, ભૃકુટ તથા નાડી. આ તમામ આઠ બાબતોમાંથી સૌથી વધુ આઠ ગુણ નાડી દોષને ફાળવવામાં આવ્યા છે. આમ, નાડી દોષનું મહત્વ લગ્નજીવનમાં આપોઆપ વધી જાય છે કારણકે નાડીદોષ સીધો જ સંતાનસુખ સાથે સંબંધ રાખતો વિષય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાડીદોષ હોય તો જાતકના સ્વાસ્થ્ય પર અને સંતાન સુખ પર તેની વિપરીત અસરો પડે છે. આથી નાડીદોષ અંગે પુર્ણ વિચાર કરવો જોઇએ. નાડી દોષ અંગે "બાલ બોધ જ્યોતિષ સાર સમુચ્ચ"નો શ્લોક શું કહે છે તે જોઈએ. અલબત્ત વ્યવહારુ જીવનમાં આ શ્લોકનું અર્થઘટન સત્યાતીત અને એકદમ ખરેખરું ઉતર્યું હોય તેવું જણાયું નથી. વિજ્ઞાન અને જ્યોતિષ બંને શાસ્ત્રો વાદવિવાદ અને અપવાદના શાસ્રો રહ્યાને કહ્યા છે. નાડીદોષસ્તુ વિપ્રાણામ વર્ણદોષસ્તુ ક્ષત્રિય:I ગણદોષસ્તુ વૈશ્યાનામ યોનિદોષસ્તુ પાદજ:II બ્રાહ્મણોને નાડી દોષ, ક્ષત્રિયોને વર્ણ દોષ,વૈશ્યો ને ગણ દોષ અને શુદ્રને યોનીદોષ મુખ્ય દોષ કહેવાય. આથી આ દોષને ત્યજવો. આ દોષ વર્ણાદીનામ દોષ કેહવાય. જો શાસ્ત્રોની વાત માનીએ તો નાડી દોષથી બ્રાહ્મણોએ સૌથી વધારે ડરવું જોઈએ. અલબત્ત અભ્યાસ અને હકીકતે આ બાબત પર સત્યની મહોર મારવી અતિ કઠીન છે. કારણ કે, જરી પુરાણા સિદ્ધાંતો કરતાં સંશોધનનું આકાશ વધારે ઊંચું અને સત્યની નજીક હોય તેવું વારંવાર અનુભવ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં નાડી ત્રણ પ્રકારની છે. આ ત્રણ નાડી એટલે આદ્ય, મધ્ય અને અંત્ય. 27 નક્ષત્રોને આ ત્રણ નાડી વચ્ચે વહેંચવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે. વર-વધૂની નાડી સમાન હોય તો શું થાય? ઉપરોકત આ ત્રણે નાડીઓને ત્રિદોષની સંજ્ઞા આપી છે. આ ત્રણ દોષ એટલે વાયુ-પિત્ત અને કફ. વાત પ્રધાન નાડી એટલે આદ્ય, પિત્ત પ્રધાન નાડી એટલે મધ્ય અને કફ પ્રધાન નાડી એટલે અંત્ય નાડી તરીકે ઓળખાય છે. જો વર-વધૂની નાડી એકસરખી થઈ જાય તો બંનેની તંદુરસ્તી અને સંતાન માટે અશુભ બને છે. દા.ત. વરની નાડી આદ્ય અને વધૂની નાડી પણ આદ્ય હોય તો પતિ-પત્ની બંનેની નાડી વાત પ્રધાન થઈ કહેવાય. આથી બંનેના લગ્ન કરવાથી વાત પ્રધાન રોગ શરીરમાં ઉત્પન્ન થાય છે જેની અસર સંતાનના સ્વાસ્થ્ય પર પડે છે. તે જ પ્રમાણે પતિ-પત્નીની નાડી મધ્ય નાડી હોય તો પિત્તજન્ય રોગ અને બંનેની અંત્ય નાડી હોય તો કફ પ્રધાન રોગ થાય છે. આમ, નાડી દોષના કારણે સંતાનના સ્વાસ્થ્ય અને ઉત્પત્તિની પ્રક્રિયા પર અવળી અસરો પડે છે. આમ, સ્ત્રી-પુરુષની નાડી એક હોય તો સંતાન સુખમાં ઉણપ આવે છે. નાડી દોષનું નિવારણ કરવા શું કરવું? મુનિ મન્ત્રેશ્વર કહે છે કે, નાડી દોષના કારણે લગ્નને ત્યજવા જોઈએ અને જો આમ અશક્ય હોય તો નાડી દોષની વિધિ કરવી અગર કરાવવી જોઈએ. દરેક વ્યક્તિ નાડી દોષનું નિવારણ જાતે કરી શકે છે. જો વર કન્યાને નાડી દોષ હોય અને તેના કારણે લગ્ન અટકતા હોય તો નીચે દોરેલું ‘નાડી દોષ નિવારણ યંત્ર’ ભોજપત્ર પર અષ્ટગંધની શ્યાહીથી પુનર્વસુ નક્ષત્રમાં દોરી લગ્નના સાત દિવસ પેહલા વર-કન્યાએ સાથે બેસી અગ્નિની સાક્ષીએ નીચેના મંત્રની 11 માળા કરવી. નાડી દોષ નિવારણ માટે આ વિધિ આધારભૂત અને શાસ્ત્રોક્ત છે. એક માળા પૂરી થાય એટલે યંત્ર પર કંકુ-ચોખા-ફૂલ ચઢાવવા. “ૐ હ્રાં હ્રીં મમ નાડી દોષ નિવારમ કુરુ કુરુ સ્વાહા, ૐ હ્રાં હ્રીં મમ શ્રેષ્ઠ સંતાનમ કુરુ કુરુ સ્વાહા “ ખાસ નોંધ:- કુંડળીના ફક્ત કોઈ પણ એક દોષના આધારે દામ્પત્યજીવનનો નિર્ણય મુલત્વી રાખવો વ્યવહારિક નથી. કુંડળીમાં એક દોષ હોય પરંતુ અન્ય પાસાં સકારાત્મક અને તરફેણ કરતાં હોય ત્યારે બુદ્ધિપુર્વકનો નિર્ણય લગ્નજીવનને સાર્થક કરે છે. જ્યોતિષ સિદ્ધાંતોનું નહિ પણ સંશોધનનું શાસ્ત્ર છે અને સંશોધન એ સાચું ધન છે. સમજપૂર્વકનો વિચાર સમાજની રચના કરે છે. પૂર્વગ્રહ રહિત ગ્રહોનું અધ્યન એ જ સાચું જ્યોતિષશાસ્ત્ર. નાડી દોષના આ અધ્યાયને પૂર્ણ કરતી વખતે સૌને શ્રેષ્ઠ વર અને લાડી માટેની શુભેછા. (આ લેખ drpanckaj@gmail.com હેઠળ પ્રસિદ્ધ કરેલ છે )
    Click here to Read More
    Previous Article
    બીમારીનું ઘર એટલે પેટની ચરબી!:દેશમાં દર ત્રીજી વ્યક્તિને મેટાબૉલિક સિન્ડ્રોમ, ડૉક્ટર પાસેથી જાણો કેવી રીતે ઓળખવી બીમારી અને બચવા માટે શું કરવું
    Next Article
    રાજ્યમાં પ્રથમ 12 માળના પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સીનો ફર્સ્ટ લૂક:ગિફ્ટ સિટી નજીક પોલીસકર્મીઓને ફરજની સાથે રહેવા માટે ફ્લેટ મળશે, ગ્રાઉન્ડથી ટોપ ફ્લોર આધુનિક સુવિધાઓથી સજ્જ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment