Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ સફારી રૂટ પર સિંહણના હાથમાંથી શિકાર છૂટ્યો:સાસણ સફારી રૂટ પર ત્રણ સિંહબાળ અને સિંહણ વચ્ચેથી હરણનું બચ્ચું હાથતાળી આપી નાસી છૂટ્યું, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

    6 hours ago

    ​જૂનાગઢમાં આવેલ સાસણ સફારી રૂટ પર વન્યજીવ સૃષ્ટિને લગતી એક રોમાંચક અને અદભુત ઘટના સામે આવી છે. અહીં ત્રણ સિંહબાળ અને એક સિંહણ રસ્તા પર આરામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક હરણ ત્યાંથી પસાર થયું હતું, જેને જોઈને સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરવા માટે તાત્કાલિક દોટ મૂકી હતી. ​સિંહણની નજરથી બચીને ભાગવાની કોશિશમાં હરણનું બચ્ચું ચતુરાઈ વાપરીને સિંહણના હાથમાંથી હાથતાળી આપીને છૂટી ગયું હતું અને કુશળતાપૂર્વક ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યું હતું. જવલ્લે જ જોવા મળતી આ રોમાંચક ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ​આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગીર નેચર સફારી પાર્કમાં ઘણા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ ખુલ્લા વાતાવરણમાં રહે છે. જ્યારે સિંહોને ખોરાકની જરૂર હોય છે ત્યારે તેઓ શિકાર કરતા હોય છે અને હરણ તેમજ અન્ય પ્રાણીઓ જ્યારે ગીર નેચર સફારી પાર્કમાં મુક્ત રીતે વિહાર કરતા હોય છે, ત્યારે સિંહો પોતાનો શિકાર મેળવવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર વધારો:ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર દીઠ રૂ.2 વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ લાગુ
    Next Article
    दिल्ली से राजेंद्र नगर स्पेशल ट्रेन 12 से 21 नवंबर तक चलेगी, यूपी-बिहार में 7 स्टॉपेज, देखें पूरा शेड्यूल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment