Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર વધારો:ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર દીઠ રૂ.2 વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ લાગુ

    7 hours ago

    દિવાળીના તહેવાર પૂર્ણ નથી થયા ત્યાં જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે.આવતીકાલ (12 નવેમ્બરથી) અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચના 35ના બદલે 37 રૂપિયા અને અમૂલ તાજાના અડધો લિટર પાઉચના 29ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વનું છે કે, ગોલ્ડ અને તાજા સિવાયની અમૂલની અન્ય પ્રોડક્ટના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. અમૂલે ગોલ્ડ અને તાજાના ભાવમાં વધારો કર્યો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા 6 મહિનામાં ફરી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાં મે, 2026માં વધારો કર્યો હતો. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા (3.3 %) અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4 (5.5%)નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ 12 નવેમ્બરથી જ લાગુ થઈ જશે. GCMMF એ કહ્યું- ચારો અને ઉત્પાદન મોંઘું થવાથી નિર્ણય લેવાયો અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થવાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. આ સિવાય દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને બળતણ પણ મોંઘું થયું છે. કંપનીએ જણાવ્યું કે ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં ઓછો અને અનિયમિત વરસાદ થવાને કારણે પરિસ્થિતિ પડકારજનક છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપવા અને મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માટે ઉપભોક્તાઓ માટે દૂધના ભાવ વધારવા જરૂરી બની ગયા હતા. દૂધના અલગ અલગ વેરિયન્ટ્સમાં શું હોય છે? ફુલ ક્રીમ મિલ્ક: આમાં ફેટનું પ્રમાણ સૌથી વધુ (ઓછામાં ઓછું 6%) હોય છે. તે વધુ ઘટ્ટ અને પોષણથી ભરપૂર માનવામાં આવે છે. ટોન્ડ મિલ્ક: હોલ મિલ્ક (ફુલ ક્રીમ)માં સ્કિમ્ડ મિલ્ક અને પાણી ઉમેરીને આ તૈયાર કરવામાં આવે છે, જેથી ફેટની ટકાવારી ઘટાડીને લગભગ 3% સુધી લાવી શકાય. ડબલ ટોન્ડ મિલ્ક: આમાં ફેટનું પ્રમાણ વધુ ઘટાડીને લગભગ 1.5% કરી દેવામાં આવે છે. ઓછી કેલરી વાળી ડાયેટ પસંદ કરનારા લોકો માટે આ યોગ્ય છે. બલ્ક ટોન્ડ મિલ્ક: આ મધર ડેરીના વેન્ડિંગ બૂથ પર પાઉચ વગર સીધું મળતું ટોન્ડ દૂધ હોય છે.
    Click here to Read More
    Previous Article
    અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર વધારો:ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર દીઠ રૂ.2 વધારો, આવતીકાલથી નવો ભાવ લાગુ
    Next Article
    સાસણ સફારી રૂટ પર સિંહણના હાથમાંથી શિકાર છૂટ્યો:સાસણ સફારી રૂટ પર ત્રણ સિંહબાળ અને સિંહણ વચ્ચેથી હરણનું બચ્ચું હાથતાળી આપી નાસી છૂટ્યું, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment