Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવા વર્ષની શરૂઆત દર્શનથી કરી:સાળંગપુરમાં કષ્ટભંજનદેવના દર્શન કર્યા, બોટાદમાં સ્નેહમિલન યોજ્યું અને રાધે-કૃષ્ણ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું

    9 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ નવા વર્ષની શરૂઆત પરિવાર સાથે સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનાં દર્શન કરીને કરી. તેમણે મંદિરમાં ધ્વજા ચઢાવી અને આશીર્વાદ લીધા. આ પ્રસંગે તેમણે બોટાદ વિધાનસભા વિસ્તાર અને સમગ્ર બોટાદ જિલ્લાના લોકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરી. નવા વર્ષ નિમિત્તે ઉમેશભાઈ મકવાણાએ બોટાદ સર્કિટ હાઉસમાં વિવિધ સમાજના આગેવાનો, સરપંચો અને નગરજનો સાથે સ્નેહમિલન યોજ્યું. તેમણે ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને મીઠાઈ વહેંચી. આ ઉપરાંત, ઉમેશભાઈ મકવાણાએ બોટાદના મોરારીનગર-2 વિસ્તારમાં બનનારા રાધે-કૃષ્ણ મંદિરના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ રીતે તેમણે દર્શન, સ્નેહમિલન અને મંદિરના ખાતમુહૂર્ત સાથે નવા વર્ષની ઉજવણી કરી.
    Click here to Read More
    Previous Article
    નવા વર્ષમાં મારામારીના બનાવો:કપડાં લેવા ગયેલા બે ભાઈઓ પાસે વેપારીએ પૈસા માંગતા મારા મારી કરી, ગુટકા લેવા પૈસા ન આપતા યુવકને છરી મારી દીધી
    Next Article
    Dwarka News | વરસાદના અભાવે પાણી અને ઘાસચારાની અછતથી પશુપાલકોની હાલત કફોડી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment