Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા વર્ષમાં મારામારીના બનાવો:કપડાં લેવા ગયેલા બે ભાઈઓ પાસે વેપારીએ પૈસા માંગતા મારા મારી કરી, ગુટકા લેવા પૈસા ન આપતા યુવકને છરી મારી દીધી

    9 hours ago

    શહેરમાં નવા વર્ષના દિવસે પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો સામે આવ્યા છે. ખરા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જ ઉધાર કપડા આપવા બાબતે દુકાનદાર સાથે બોલાચલીએ કરી બે ભાઈઓએ મારામારી કરી હતી. અમરાઈવાડી વિસ્તારમાં ગુટખા ખાવાના પૈસા માંગવા બાબતે યુવકને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. ગોમતીપુર વિસ્તારમાં છોકરાઓને રમવા દેવા બાબતે પહેલી બોલાચાલીમાં યુવક દ્વારા તલવાર મારવામાં આવી હતી. ખોખરા વિસ્તારમાં ભાઈપુરામાં રહેતા અને પ્રિયા ટોકીઝ પાસે કપડાની દુકાન ધરાવનારા દિલીપભાઈ સરોજ નવા વર્ષના દિવસે રાત્રે દુકાન પર હાજર હતા ત્યારે રાહુલ અને શ્યામ કાંબલે નામના બે ભાઈ દુકાને આવ્યા હતા. તેઓએ કપડાં લેવા છે તેવું કહ્યું હતું અને બે ટી-શર્ટ પસંદ કરી થેલીમાં પેક કરીને આપ્યા હતા પૈસા માંગ્યા ત્યારે પૈસા આપ્યા વિના ટીશર્ટ લઈને ચાલવા લાગ્યા હતા. દુકાનની બહાર નીકળ્યા ત્યારે પૈસા આપવાનું કહેતા પૈસા પછી આપી દઈશ તેવું કહ્યું હતું. નવું વર્ષ હોવાના કારણે ઉધાર નહીં રાખવું એમ કહેતા શ્યામ ઉશ્કેરાઈ ગયો હતો અને લાફા મારી દીધા હતા. બાદમાં ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યા હતા. તેમજ તારા હાથ પગ તોડી નાખીશ એવી ધમકી આપી હતી. પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. જો કે તે પહેલા જ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુટકાના પૈસા ના આપતા છરી મારી દીધી શહેરના અમરાઇવાડી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં રહેતા સેવક કુમાર તેમના ઘરની બહાર આવેલા પાનના ગલ્લા ઉપર મસાલો ખાવા ગયા હતા ત્યારે તેમના ઘર નજીક રહેતો સન્ની જયસ્વાલ ત્યાં આવ્યો હતો. ગુટકા ખાવાના પૈસા માંગ્યા હતા જેથી મારી પાસે પૈસા નથી એમ કહી ના પાડતા ગુસ્સે થઈ અને મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો. આમતેમ બોલવાની ના પાડતા તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી અને માથાના ભાગે મારી દીધી હતી બૂમાબૂમ થતા યુવક અને તેનો ભાઈ તેમજ તેની બહેન પણ આવી હતી જેને પણ મારવા જતા વચ્ચે પડી છોડાવ્યા હતા જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન શેખ રાત્રે 10:30 વાગ્યાની આજુબાજુ ઘરની બહાર હતો ત્યારે તેમની ચાલીના છોકરાઓ ઝઘડતા હતા જેથી અહીંયા ઝઘડો ના કરો એવું કહ્યું હતું જેમાં બબલુ ભાઈના ભત્રીજાએકહ્યું હતું કે તું છોકરાઓને રમવા કેમ નથી દેતો. આ બાબતે બોલવાની ના પાડતા તેઓએ મારામારી કરી હતી કે તેના ઘરેથી તલવાર લાવી મારવા ગયો હતો. જોકે બચવા માટે વચ્ચે લાવતા ડાબા હાથના પંજા ઉપર ઘા વાગી ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસની ચાલીના લોકો પણ દોડી આવ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    चेन्नई और पोडनूर से दरभंगा, बरौनी व रक्सौल के लिए 3 स्पेशल ट्रेनों की घोषणा; देखें टाइमिंग और रूट
    Next Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવા વર્ષની શરૂઆત દર્શનથી કરી:સાળંગપુરમાં કષ્ટભંજનદેવના દર્શન કર્યા, બોટાદમાં સ્નેહમિલન યોજ્યું અને રાધે-કૃષ્ણ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment