Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રજાઓની મોજ માણતું નવસારી:ધમધમતા બજારોમાં છવાયો સન્નાટો, લોકો વતન અને પ્રવાસન સ્થળોએ રવાના

    9 hours ago

    આધુનિક યુગની દોડધામભરી જીવનશૈલીમાં તહેવારોની રજાઓ લોકોને આરામ અને પરિવાર સાથે સમય વિતાવવાની તક પૂરી પાડે છે. ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે નવસારી શહેરમાં પણ રજાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ગ્રાહકોની ભીડ અને વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતા શહેરના બજારોમાં હાલ નીરવ શાંતિ છવાઈ ગઈ છે. થોડા દિવસો પહેલાં જ્યાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી હતી, ત્યાં હવે મોટાભાગની દુકાનો અને શોપિંગ સંકુલ બંધ જોવા મળી રહ્યાં છે. મુખ્ય બજારોમાં સન્નાટો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત નવસારીના ચાંદની ચોક, મોટા બજાર અને શાકભાજી માર્કેટ સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં દિવાળીની રજાઓને કારણે લોકોની અવરજવર ઘટી છે. સામાન્ય દિવસોમાં ટ્રાફિકની સમસ્યા અને ખરીદીના ધમધમાટથી વ્યસ્ત રહેતા આ વિસ્તારોમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પણ તહેવારની રજાઓને ધ્યાનમાં રાખીને પોતાની દુકાનો બંધ રાખી છે. વતન તરફ દોટ, અનેક પરિવારો પ્રવાસે ઉપડ્યા દિવાળીના તહેવારો સાથે મળેલી લાંબી રજાઓનો લાભ લઈને નવસારીના મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ રવાના થયા છે. જ્યારે કેટલાક પરિવારો શહેરની ભાગદોડથી દૂર કુદરતી સૌંદર્ય અને શાંતિનો અનુભવ કરવા વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવા નીકળ્યા છે. બીજી તરફ, શહેરમાં જ રોકાયેલા લોકો પરિવાર સાથે ઘરે રહીને આરામ અને રજાઓનો આનંદ માણી રહ્યા છે. ભાઈબીજના પર્વે પારિવારિક સ્નેહનો માહોલ દિવાળીના પર્વ બાદ આજે ભાઈબીજની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન આ તહેવાર નિમિત્તે ભાઈઓ બહેનના ઘરે જઈને તિલક કરાવી આશીર્વાદ મેળવી રહ્યા છે. બજારોમાં ભલે શાંતિ છવાયેલી હોય, પરંતુ શહેરનાં ઘર-આંગણાંમાં ભાઈ-બહેનના સ્નેહમિલન અને પારિવારિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવાની મળી તક દિવાળીની રજાઓ નવસારીવાસીઓ માટે રોજિંદી દોડધામમાંથી મુક્ત થઈ માનસિક શાંતિ મેળવવાની તક બની છે. કોઈ વતનમાં સ્વજનો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યું છે, તો કોઈ પ્રવાસન સ્થળોએ રજાઓ માણી રહ્યું છે. આમ, સામાન્ય દિવસોમાં ધમધમતું નવસારી શહેર હાલ રજાઓની મૌજ માણી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રસ્તો ક્રોસ કરતા 64 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા:સારવાર માટે 108માં સિવિલ ખસેડાયા પણ જીવ ન બચ્યો, ટોયોટા શો-રૂમ નજીક બની હિટ એન્ડ રનની ઘટના
    Next Article
    Share Market Today: Investors Earn Rs 6 Lakh Crore In An Hour. Why Is Dalal Street Rallying?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment