Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તો ક્રોસ કરતા 64 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા:સારવાર માટે 108માં સિવિલ ખસેડાયા પણ જીવ ન બચ્યો, ટોયોટા શો-રૂમ નજીક બની હિટ એન્ડ રનની ઘટના

    9 hours ago

    મહેસાણા શહેરના અમદાવાદ-મહેસાણા હાઈ-વે સ્થિત વાઈડ એંગલ સિનેમા સામે આવેલા ટોયોટા શોરૂમ નજીક સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પગપાળા ચાલીને જઈ રહેલા 64 વર્ષીય વૃદ્ધને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં વૃદ્ધને મોઢા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે વિધિવત્ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પુત્ર બજારમાં હતો અને માતાનો ફોન આવ્યો પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર નાગલપુર વિસ્તારમાં વાઈડ એંગલ સામે આવેલી ઉમા શિવમ રેસિડેન્સીમાં રહેતા 29 વર્ષીય પ્રકાશ ઓમકારભાઈ ગુપ્તા ગત 10 નવેમ્બરની સાંજે આશરે સાડા છ વાગ્યે બજારમાં કામ અર્થે ગયા હતા. તે દરમિયાન તેમના માતા ગાયત્રીબેને ફોન કરીને સમાચાર આપ્યા હતા કે, તેમના પિતા ઓમકારભાઈ રામપ્રસાદ ગુપ્તાને વાઈડ એંગલ સામે રોડ પર અકસ્માત થયો છે અને તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિવિલ પહોંચતાં જ પિતાના મોતના સમાચાર મળ્યા આ સમાચાર મળતાં જ પ્રકાશભાઈ તેમના મિત્રો સાથે દોડીને મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમના પિતા ઓમકારભાઈને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરતાં પરિવાર માતમમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવની વિગત મેળવતાં સામે આવ્યું હતું કે, સાંજે છ વાગ્યાના અરસામાં 64 વર્ષીય ઓમકારભાઈ નાગલપુરથી હાઈવે રોડની બાજુમાં આવેલા એપ્રોચ રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો પ્રત્યક્ષદર્શીઓ અને તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેદરકારીથી હંકારી આવી ઓમકારભાઈને જોરદાર ટક્કર મારી હતી. વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓને કારણે દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જી વાહનચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી હાઈ-વે તેમજ આસપાસના CCTVના આધારે ફરાર વાહનની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રોકાણકારોને મિનિટોમાં જ 4 લાખ કરોડની કમાણી:શેરબજારમાં તેજી સાથે નવા વર્ષની શરૂઆત, સેન્સેક્સમાં 1200 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો
    Next Article
    દિવાળીની રજાઓની મોજ માણતું નવસારી:ધમધમતા બજારોમાં છવાયો સન્નાટો, લોકો વતન અને પ્રવાસન સ્થળોએ રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment