Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીની વ્લોગર્સે ઢાકાની ઝૂંપડપટ્ટીને દિલ્હી તરીકે દર્શાવી:ભારતે નારાજગી વ્યક્ત કરી, કહ્યું- ખોટી વાતો ફેલાવવાથી કોઈ વિશ્વાસ નહીં કરે

    13 hours ago

    બાંગ્લાદેશમાં કેટલાક ચીની વ્લૉગર્સ ઢાકાની ઝૂંપડપટ્ટીઓમાં જઈને વીડિયો બનાવી રહ્યા હતા. આરોપ છે કે તેઓ આ વિસ્તારોને ભારતની રાજધાની દિલ્હી તરીકે બતાવીને ચીની સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારિત કરતા હતા. ભારતે મંગળવારે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે કેટલાક લોકો વિદેશી નાગરિકોને પૈસા આપીને ઢાકાને દિલ્હી તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે ખોટી વાતો ફેલાવવાથી કોઈ તેમના પર વિશ્વાસ નહીં કરે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, અમે આ અંગેના મીડિયા અહેવાલો જોયા છે. કોઈપણ દેશની ખોટી તસવીર રજૂ કરવાનો આવો પ્રયાસ દુર્ભાગ્યપૂર્ણ છે. હું બાંગ્લાદેશના અધિકારીઓને આવા લોકો સામે કાર્યવાહી કરવાની અપીલ કરીશ. ઢાકામાં 150થી વધુ ચીની નાગરિકો વીડિયો બનાવી રહ્યા હતા આ મામલો બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોના એક તપાસ અહેવાલ બાદ સામે આવ્યો હતો. અખબાર અનુસાર ઢાકામાં 150થી વધુ ચીની નાગરિકો ગરીબ વસાહતોના વીડિયો બનાવી રહ્યા હતા. તેઓ આ વીડિયોને ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ અને ડોયિન પર લાઇવ બતાવી રહ્યા હતા. અહેવાલ અનુસાર આ લોકો ઢાકાના ઉત્તરા વિસ્તારના સેક્ટર-12 અને ટેકપાડામાં વીડિયો બનાવી રહ્યા હતા. અહીં ઓછી આવક ધરાવતા પરિવારો રહે છે. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ અને ટિનની છતવાળા નાનાં-નાનાં ઘરો છે. 1 નવેમ્બરે મિયાનમિયાન નામની એક ચીની મહિલાએ ઉત્તરા સેક્ટર-12થી લાઇવ વીડિયો બનાવ્યો હતો. તેણે આ સ્થળને નવી દિલ્હી તરીકે ઓળખાવ્યું. વીડિયોમાં તે ત્યાંનાં ઘરોને ગંદાં અને વિસ્તારને પછાત ગણાવી રહી હતી. તેણે એમ પણ કહ્યું કે ટિનની છતવાળા ઘરોમાં પંખા પણ નથી. આ જ રીતે વાંગ વેઈ નામના એક ચીની નાગરિકે ટેકપાડામાં ચાની દુકાનોનો વીડિયો બનાવ્યો હતો. તેણે ત્યાં મળતી ચાને 'ગાયના મૂત્ર જેવી ચા' ગણાવી હતી. પ્રથમ આલોએ આ વીડિયોમાં કહેવાયેલી વાતોનો ચીની ભાષામાંથી અનુવાદ કર્યો હતો. સ્થાનિક લોકોએ પરવાનગી વિના વીડિયો બનાવવાની ફરિયાદ કરી રિપોર્ટ અનુસાર, વિસ્તારના લોકોએ ફરિયાદ કરી કે કેટલાક ચીની નાગરિકો પરવાનગી વિના તેમના ઘરોમાં ઘૂસી જતા હતા. તેઓ ઘરો, રસોડાં અને અન્ય ખાનગી જગ્યાઓના વીડિયો બનાવવા લાગતા હતા. કેટલાક લોકોએ બાથરૂમ સુધીમાં કેમેરા લઈ જવાની ફરિયાદ કરી. લોકોનું કહેવું છે કે જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો ત્યારે આ લોકો માફી માંગી ત્યાંથી જતા રહ્યા. પરંતુ થોડા સમય બાદ ફરી વીડિયો બનાવવા પહોંચી જતા હતા. વીડિયો બનાવવામાં મદદ કરવા બદલ ચીની વ્લૉગરો પૈસા આપતા હતા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક સ્થાનિક લોકોને વીડિયો બનાવવામાં મદદ કરવા માટે દરરોજ 700થી 800 બાંગ્લાદેશી ટકા આપવામાં આવતા હતા. જોકે, તેમને પૈસા કોણ આપતું હતું અને વીડિયો બનાવવાના પાછળ કોનો હાથ હતો તે સ્પષ્ટ નથી. ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્વીકાર્યું કે તેમણે વિસ્તારમાં વિદેશી નાગરિકોને વીડિયો બનાવતા જોયા હતા. પોલીસ અધિકારી મોહમ્મદ ખાલિદ મન્સૂરે જણાવ્યું હતું કે તેમને આ વીડિયોની પાછળનો હેતુ ખબર નથી. તેમણે આ અંગે પોતાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈએ હાર્દિકનો સાથ છોડ્યો:IPLમાં ચોંકાવનારી મેગા ટ્રેડ ડીલ, પંડ્યા અને અર્શદીપ વચ્ચે અદલાબદલી; બંનેના પગારમાં ફેરફાર નહીં, BCCIની મંજૂરી મળી
    Next Article
    બલ્ગેરિયામાં ધુમ્મસના કારણે 86 વાહનો અથડાયાં, 12નાં મોત:46 લોકો ઘાયલ, અકસ્માત બાદ હાઈવે બંધ કરાયો; રાષ્ટ્રપતિ પેરિસમાં કાર્યક્રમ અધવચ્ચે છોડીને દેશ પરત ફર્યાં

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment