Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં રીલ બનાવવા-પોસ્ટ કરવા પર BCCIનો પ્રતિબંધ:નિયમ તોડવા પર ખેલાડીઓ-કોમેન્ટેટર્સ અને ટીમ પર દંડની સાથે કાયદેસરની કાર્યવાહી પણ

    6 days ago

    ખેલાડીઓ, તેમના પરિવારના સભ્યો અને બ્રોડકાસ્ટર માટે કામ કરી રહેલા પૂર્વ ક્રિકેટરો IPL મેચ દરમિયાન રીલ બનાવી શકશે નહીં કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકશે નહીં. નિયમ તોડવા પર BCCI દંડ અને કાનૂની કાર્યવાહી કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLમાં ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ખેલાડીઓ, કોમેન્ટેટરો, તેમના પરિવાર અને બ્રોડકાસ્ટરો માટે સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે કહ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં રીલ કે વીડિયો બનાવવો સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIની એન્ટી-કરપ્શન યુનિટ (ACU)એ આ સિઝનમાં નિયમ ભંગના ઘણા કેસ પકડ્યા છે. આમાં ખેલાડીઓ અને બ્રોડકાસ્ટર તરીકે કામ કરી રહેલા પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે. બોર્ડે ચેતવણી આપી છે કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરનારાઓ પર ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ડગઆઉટમાં વીડિયો બનાવી રહેલા પૂર્વ ક્રિકેટરને ફટકાર રિપોર્ટ અનુસાર, આ સિઝનમાં કેટલાક કોમેન્ટેટર્સે નિયમો તોડ્યા છે. એક પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મેચની મહત્વની પળોમાં ડગઆઉટ પાસે ફોનથી વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. BCCI ટીમે તરત જ રેકોર્ડિંગ અટકાવ્યું. બોર્ડ હવે એક પૂર્વ ક્રિકેટરને કાનૂની નોટિસ મોકલવાની તૈયારીમાં છે, જે મેદાન પર પોતાની યુટ્યુબ ચેનલ માટે વીડિયો શૂટ કરી રહ્યો હતો. નિયમ અનુસાર, IPLનો સત્તાવાર ડ્રેસ પહેરીને મેદાન પર ખાનગી કન્ટેન્ટનું શૂટિંગ કરી શકાતું નથી. ખેલાડીઓની 'રીલ સંસ્કૃતિ' પર બોર્ડની નજર BCCIને ચિંતા છે કે નવી પેઢીના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે. એક ભારતીય ખેલાડીને ટીમની મુસાફરી અને રોકાણની માહિતી શેર કરતા રોકવામાં આવ્યો છે. બોર્ડે જોયું કે કેટલાક ખેલાડીઓ મેચ પહેલાં કે પૂરી થતાં જ વીડિયો પોસ્ટ કરી દે છે. આનાથી ટીમની પ્રાઇવસી અને સુરક્ષાને ખતરો થઈ શકે છે. ઘણીવાર રીલ દ્વારા પ્લેઇંગ-11નો સંકેત પણ મળી જાય છે. પરિવારના સભ્યો અને ઇન્ફ્લુએન્સર્સ પર પણ પ્રતિબંધ બોર્ડે ખેલાડીઓના પરિવારના સભ્યોને IPL દરમિયાન ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનું ટાળવા જણાવ્યું છે. અગાઉ એક ભારતીય ફાસ્ટ બોલરને તેની પત્ની દ્વારા બનાવેલા ટીમ હોટલના વીડિયોને પ્રમોટ કરવા બદલ ચેતવણી આપવામાં આવી હતી. બોર્ડે એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર પણ નારાજગી વ્યક્ત કરી છે, જેમને ફ્રેન્ચાઇઝીએ ટીમ સાથે અનફિલ્ટર્ડ એક્સેસ આપ્યો છે. બોર્ડનું માનવું છે કે આનાથી એન્ટી-કરપ્શન પ્રોટોકોલનું ઉલ્લંઘન થાય છે. ટીમ બસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ એન્ટી-કરપ્શન યુનિટ (ACU)એ વાંધો ઉઠાવ્યો છે કે કેટલાક સિનિયર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પરિવાર કે મિત્રોને ટીમ બસમાં મુસાફરી કરવા દે છે. BCCIએ કહ્યું કે ટીમ બસ અને હોટલના પ્રતિબંધિત વિસ્તારોમાં ફક્ત અધિકૃત લોકોને જ મંજૂરી આપવામાં આવશે. બોર્ડે કહ્યું કે આ જ નિયમો રાજ્યોની ટી-20 લીગમાં પણ લાગુ પડશે, કારણ કે ત્યાં પણ IPLના ઘણા ખેલાડીઓ રમે છે અને યુવાનો માટે ખોટું ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    Bengal New CM Oath Ceremony : Mamata Banerjee के घर के बाहर BJP समर्थकों ने खूब की नारेबाजी
    Next Article
    એક્ટર વિજયને 3 દિવસ પછી VCKનું સમર્થન મળ્યું:બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યો પૂરા થયા; કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય, તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment