Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા વર્ષના પ્રારંભે ચોટીલા ચામુંડા ધામમાં ભક્તોની ભીડ ઉમટી:ડુંગરની તળેટીથી મંદિર સુધી લાંબી કતારો લાગી, હજારો શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કર્યા

    1 day ago

    નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા ધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવા વર્ષની શરૂઆત મા ચામુંડા માતાજીનાં દર્શન અને આશીર્વાદ સાથે કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલા પહોંચ્યા હતા. મંદિર પરિસર સહિત ડુંગરની તળેટીથી મંદિર સુધી દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ચાર રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા ચોટીલા ચામુંડા ધામમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર ધામમાં ‘બોલ મારી ચામુંડ, જય જય ચામુંડ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ભક્તોમાં નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે માતાજીનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા વ્યવસ્થા દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કર્યા બાદ મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ પણ લીધો હતો. ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર મા ચામુંડા બિરાજમાન છે. આ ધામ ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર છે. ધાર્મિક માન્યતા મુજબ મા ચામુંડા 64 જોગણી પૈકીનાં એક અવતાર મનાય છે. માતાજી ભક્તોનાં દુઃખ-દર્દ દૂર કરે છે તેવી શ્રદ્ધા સાથે દરરોજ હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં દર્શનાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થાય છે. નવા વર્ષના પ્રારંભે પણ ભક્તોની ભારે ભીડે ચોટીલા ધામમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કાજલીમાં દિવાળી સ્નેહમિલન યોજાયું:સાંસદ માનસિંગ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના લોકો જોડાયા
    Next Article
    Facing Impeachment, Pete Hegseth Makes A "Punish Own Warriors" Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment