Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના ચીખલીમાં આગની ઘટનામાં પુત્ર બાદ પિતાનું પણ મોત:બે વર્ષના દક્ષ પછી પિતા દિનેશભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો; પુત્રને બચાવવા માતા-પિતા આગમાં કૂદ્યાં હતાં

    1 day ago

    ઉના તાલુકાના ચીખલી ગામમાં 3 દિવસ પહેલા તારીખ 7 નવેમ્બરના રોજ ઘરમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા બે વર્ષના પુત્ર દક્ષ બાદ તેના પિતા દિનેશભાઈ ઉર્ફે બિજલભાઈ ચૌહાણનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પુત્રના મોતના કલાકો બાદ પિતાએ પણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક જ પરિવારના પિતા-પુત્રના મોતથી ચીખલી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે દીવા પર પેટ્રોલ પડતાં આગ લાગી પ્રાપ્ત વિગતો મુજબ, ચીખલી ગામમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે બિજલભાઈ ચૌહાણના પરિવાર સાથે આ કરુણ ઘટના બની હતી. ગત 7 તારીખે સવારે ઘરની ઓસરીમાં તેમની 14 વર્ષીય પુત્રી દર્શના બાઈકમાં પેટ્રોલ ભરી રહી હતી. આ દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે પ્રગટાવેલો દીવો નજીકમાં હતો. બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે પેટ્રોલ દીવા પર પડતાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં દર્શના ત્યાંથી બહાર નીકળી ગઈ હતી, પરંતુ નજીકમાં જ 20 લીટર પેટ્રોલ ભરેલું કેન પડ્યું હોવાથી અચાનક બ્લાસ્ટ થયો હતો અને આગ ઘરના રૂમ સુધી પ્રસરી ગઈ હતી. પુત્રને બચાવવા પિતા અને માતા આગમાં કૂદ્યાં આગ ઘરના રૂમ સુધી પહોંચતાં અંદર સૂતેલો બે વર્ષનો પુત્ર દક્ષ તેની લપેટમાં આવી ગયો હતો. પુત્રને આગમાં ફસાયેલો જોઈ પિતા દિનેશભાઈ તાત્કાલિક નજીકની દુકાનમાંથી દોડી આવ્યા હતા અને સળગતા રૂમમાં કૂદી પડ્યા હતા. તેમણે આગની લપેટમાંથી દક્ષને બહાર કાઢ્યો હતો. બીજી તરફ માતા સમજુબેન પણ પુત્રને બચાવવા આગમાં કૂદી પડ્યાં હતાં. આ ઘટનામાં પરિવારના ચાર સભ્યો દાઝી જતાં તમામને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરમાં સારવાર દરમિયાન પુત્ર અને પિતાનું મોત ઉના સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ દિનેશભાઈ અને તેમના બે વર્ષના પુત્ર દક્ષની હાલત ગંભીર હોવાથી બંનેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે વર્ષના દક્ષનું મોત નીપજ્યું હતું. પુત્રનો મૃતદેહ ચીખલી પહોંચ્યા બાદ પરિવાર હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો નહોતો, ત્યાં જ ગત રાત્રે પિતા દિનેશભાઈનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતું. પરિવાર પર એકસાથે બે આઘાતથી ગામમાં ગમગીની એક તરફ બે વર્ષના પુત્રનું મોત અને બીજી તરફ ઘરના મોભી પિતાનું પણ નિધન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આગની ઘટનામાં દાઝી ગયેલાં માતા સમજુબેન અને પુત્રી દર્શનાબેન પણ સારવાર હેઠળ હતાં. પિતા અને પુત્ર બંને સાજા થઈને ઘરે પરત ફરશે તેવી આશા રાખી રહેલા પરિવારને એકસાથે બે આઘાત લાગતાં ચીખલી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    India's Most Polluted Cities: Sri Ganganagar Tops List With AQI Of 614; Check Top 10
    Next Article
    કાજલીમાં દિવાળી સ્નેહમિલન યોજાયું:સાંસદ માનસિંગ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment