Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં રેલવે મુસાફરો માટે ખુશખબર:પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી રાજગીર અને એકતાનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય

    7 hours ago

    તહેવારોની સીઝનમાં મુસાફરોની વધતી ભીડ અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી બે મહત્વપૂર્ણ રૂટ રાજગીર અને એકતાનગર વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠ પૂજા નિમિત્તે બિહાર તરફ જતા મુસાફરો માટે અમદાવાદ અને રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા સૈલાણીઓ માટે અમદાવાદ અને એકતાનગર વચ્ચે એસી વિસ્ટાડોમ કોચ ધરાવતી હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. અમદાવાદથી રાજગીર અને એકતાનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ​અમદાવાદ-રાજગીર સ્પેશિયલ 10 નવેમ્બરે રાત્રે 12.55 વાગ્યે અમદાવાદથી ઉપડીને બીજા દિવસે સવારે 11.55 વાગ્યે રાજગીર પહોંચશે. તેમજ ​પરત 11 નવેમ્બરે બપોરે 2.45 વાગ્યે રાજગીરથી ઉપડીને બીજા દિવસે રાત્રે 11.25 વાગ્યે અમદાવાદ પરત આવશે. આ ટ્રેનમાં બંને દિશામાં આણંદ,છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સાર, આરા, દાનપુર, પટના, પટના સાહેબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા જેવા સ્ટેશનો પર રોકાશે. અમદાવાદ – એકતાનગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 11 અને 12 નવેમ્બરે અમદાવાદ અને એકતાનગર વચ્ચે 4 ફેરા માટે દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદથી બપોરે 3.15 વાગ્યે ઉપડી સાંજે 7.00વાગ્યે એકતાનગર પહોંચશે. તેમજ એકતાનગરથી સવારે 10.15 વાગ્યે ઉપડી બપોરે 2.15 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં કુલ 4 એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ હશે. જેમાં 3 એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ અને 1 રેસ્ટોરન્ટ ડાઇનિંગ કારનો સમાવેશ થાય છે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા સ્ટેશન પર સ્ટોપેજ લેશે.
    Click here to Read More
    Previous Article
    Bhai Dooj 2026: कपड़े-मिठाई के साथ बहन को इस बार दें ये फाइनेंशियल गिफ्ट, SIP और PPF समेत ये हैं 5 ऑप्‍शन
    Next Article
    બેસતા વર્ષના દિવસે પાલિકાને લાખોની કમાણી:સરથાણા નેચરલ પાર્કમાં માનવસાગર ઉમટ્યો, એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 21 હજારથી વધુ સહેલાણીઓ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment