Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય જગદીશ મકવાણાના નિવાસે બેસતા વર્ષનું સ્નેહમિલન યોજાયું:સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સમાજના આગેવાનોએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

    6 hours ago

    સુરેન્દ્રનગરમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રારંભે વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના નિવાસસ્થાને સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય કાર્યકરો, શુભેચ્છકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે જગદીશભાઈ મકવાણાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જગદીશભાઈ મકવાણાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું અને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે મળેલા સ્નેહ અને આશીર્વાદ બદલ સૌનો આભાર માન્યો હતો. દિવાળી પછી બેસતા વર્ષના દિવસે શુભેચ્છાઓની આપ-લે કરવાની પરંપરા મુજબ આ સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહ્યો હતો. જગદીશભાઈ મકવાણાએ જિલ્લાના નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને પ્રગતિ આવે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સૌ સહભાગી બને અને નવા વર્ષમાં વિકાસની નવી ઊંચાઈઓ મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    BAPS મંદિરનો 1000થી વધુ વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ:અપૂર્વમુનિસ્વામીએ કહ્યું-વિદેશી નાગરિકો ભારતીય પરંપરા સાથે જોડાતા શાકાહારી વાનગીઓનું મહત્વ વધ્યું
    Next Article
    3rd ODI: Rain Plays Spoilsport As Match Called Off; India Take Unassailable Lead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment