Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAPS મંદિરનો 1000થી વધુ વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ:અપૂર્વમુનિસ્વામીએ કહ્યું-વિદેશી નાગરિકો ભારતીય પરંપરા સાથે જોડાતા શાકાહારી વાનગીઓનું મહત્વ વધ્યું

    6 hours ago

    હાલ સમગ્ર દેશ તેમજ દુનિયાભરમાં દિવાળી અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ નૂતન વર્ષના પ્રારંભે દેશભરના પ્રત્યેક મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવે છે અને ભગવાનને ભાવપૂર્વક વિવિધ વાનગીઓનો થાળ ધરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરીને રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નવા વર્ષની શરૂઆત અત્યંત ભવ્ય અને દિવ્ય અન્નકૂટ દર્શન સાથે કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે મંદિરમાં જુદી-જુદી 1000 કરતાં વધુ અતિ આકર્ષક અને શુદ્ધ શાકાહારી વાનગીઓ ભગવાન સમક્ષ ધરવામાં આવી હતી, જેના અલૌકિક દર્શન કરી હરિભક્તો ધન્ય બન્યા હતા. ‘55 કરતાં વધુ દેશોમાં દિવ્ય અન્નકૂટ મહોત્સવ’ આ ભવ્ય આયોજન વિશે અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું કે, વિક્રમ સંવત 2083ના વર્ષના આ પ્રથમ દિને સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રત્યેક મંદિરોમાં ભગવાન સમક્ષ વિવિધ થાળ અને અન્નકૂટ ધરાવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 55 કરતાં અધિક દેશોમાં આજ રોજ અત્યંત ભવ્ય અને દિવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક આયોજનોનું એક મોટું આકર્ષણ એ છે કે, ભારતીયોની સાથે-સાથે વિદેશી નાગરિકો પણ આપણી આ પ્રાચીન ભારતીય પરંપરાથી પરિચિત થઈ રહ્યા છે અને પ્રભાવિત થઈને સાત્વિક શાકાહારી વાનગીઓ તથા જીવનશૈલી તરફ આકર્ષાઈ રહ્યા છે. ‘1000 કરતાં વધુ વાનગીઓનો સમાવેશ’ અપૂર્વમુનિસ્વામીએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તોના અતૂટ સમર્પણ અને ભક્તિભાવથી અદ્ભુત વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. આ અન્નકૂટમાં આશરે 150 પ્રકારના મિષ્ટાન્ન, 125 પ્રકારના ફરસાણ, 85 જેટલી વિવિધ બેકરી આઈટમ્સ, 87 જેટલા તાજા જ્યુસ, આઈસ્ક્રીમ, કેન્ડી, શ્રીખંડ અને અથાણાં સહિત કુલ 1000 કરતાં વધારે વાનગીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારના વિશાળ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં સંસ્કાર સિંચવાનો છે. આવા ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા આપણાં યુવાનો અને વિશેષ કરીને દીકરીઓ રસોઈ કળા તથા સેવા કાર્ય શીખે છે, જેનાથી આપણી આગામી નવી જનરેશન સાચી દિશામાં ભક્તિભાવ સાથે કેળવાય છે. સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે આરતીનું આયોજન મહોત્સવ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન અને પ્રેરણાઓ દર્શાવતું એક સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. આ ભવ્ય અન્નકૂટનો પ્રસાદ માત્ર મંદિર પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ રાજકોટ શહેરના હજારો ઘરો ઉપરાંત આસપાસના જિલ્લાના ગામોગામ, મૂકબધિર આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધ-અપંગ આશ્રમ તેમજ રાજકોટની સેન્ટ્રલ જેલ સુધી આ પવિત્ર પ્રસાદ પહોંચાડવામાં આવે છે, જેથી સમાજના દરેક વર્ગના લોકો આ ઉત્સવના આનંદમાં ભાગીદાર બની શકે. ‘માનવજાતમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના વિકસે તેવી પ્રાર્થના’ આજના આ પાવન અવસરે પૂજા અને દર્શનની સાથેસાથે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું કે, આજના આ શુભ દિને સમગ્ર વિશ્વમાંથી અશાંતિ, વૈમનસ્ય અને યુદ્ધો હંમેશા માટે દૂર થાય તેમજ સમગ્ર માનવજાતમાં 'વસુધૈવ કુટુંબકમ' (આખી પૃથ્વી જ આપણું પરિવાર છે) ની ભાવના દ્રઢપણે વિકસે, તેવી ભગવાન સ્વામિનારાયણ અને ગુણતીતાનંદ સ્વામી તથા મહંત સ્વામી મહારાજના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી છે અને ઉપસ્થિત સૌ કોઈને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા છે. અન્નકૂટ પાછળ મહિનાઓની તૈયારીઃ મોહિશા પારેખ આ ભવ્ય મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરતા મહિલા હરિભક્ત મોહિશા પારેખે જણાવ્યું કે, નવા વર્ષની સુંદર શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આટલા ભવ્ય અન્નકૂટના દર્શન સાથે થઈ છે, જે જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. આ વર્ષે અન્નકૂટ મંદિરના તમામ ખંડમાં, ઘુમટમાં અને ગુરુ પરંપરાના તમામ કક્ષોમાં અદભુત રીતે ગોઠવવામાં આવ્યો છે, જેના દિવ્ય દર્શન કરીને અપાર આનંદની અનુભૂતિ થાય છે. આટલા વિશાળ આયોજનની તૈયારીઓ કોઈ એક દિવસની નથી, પરંતુ છેલ્લા એક મહિના કરતાંય વધુ સમયથી મંદિરની સાફ-સફાઈથી લઈને અન્નકૂટ માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ‘અન્નકૂટ મહોત્સવ રાજકોટવાસીઓ માટે આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર’ મોહિશા પારેખે વધુમાં ઉમેર્યું કે, આજરોજ સવારના પાંચ વાગ્યાથી જ સેંકડો હરિભક્તો અન્નકૂટની વિવિધ વાનગીઓ સુંદર રીતે ગોઠવવામાં, તેમજ દર્શન વ્યવસ્થા સંભાળવામાં સક્રિયપણે જોડાઈ ગયા હતા. મંદિર દ્વારા આયોજિત આ વિવિધ સેવાઓમાં હરિભક્તો છેલ્લા એક મહિનાથી સતત તન-મનથી સેવારત રહ્યા છે, જે તેમની ઉત્કટ ભક્તિ અને સેવાભાવની પ્રતીતિ કરાવે છે. આ પ્રકારે હરિભક્તોના સહયોગથી તૈયાર થયેલ અન્નકૂટ મહોત્સવ રાજકોટવાસીઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું એક મોટું કેન્દ્ર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Jio-Airtel के महंगे Recharge छोड़िए! कम खर्च में मिलेंगे Calling और Data के फायदे|BSNL Recharge Plan
    Next Article
    ધારાસભ્ય જગદીશ મકવાણાના નિવાસે બેસતા વર્ષનું સ્નેહમિલન યોજાયું:સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સમાજના આગેવાનોએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment