Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદનાન સામી સાથે મુંબઈ એરપોર્ટ પર થઈ ગેરવર્તણૂક:સ્ટાફ પર ભડક્યા, એરલાઈને આશ્વાસન આપ્યું તો કહ્યું- નામ લેવાની રીત પણ નથી આવડતી, શિષ્ટાચાર શીખો

    8 hours ago

    સિંગર અદનાન સામી સાથે મુંબઈ એરપોર્ટ પર એક એરલાઇન સર્વિસના સ્ટાફે ગેરવર્તન કર્યું. સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એરલાઇન સર્વિસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને પૈસા લીધા છતાં અપમાનજનક વલણ રાખવા અંગે સવાલો ઉઠાવ્યા. ફરિયાદ બાદ જ્યારે મુંબઈ એરપોર્ટે તેમને તપાસનું આશ્વાસન આપ્યું, ત્યારે ગાયક તેમના ચેટબોટના જવાબ આપવાની રીત અને તેમને સીધા ‘અદનાન’ કહીને સંબોધવા બદલ ભડકી ગયા. જાણો, એરલાઇન પર તેમના શું આરોપો છે- પહેલો આરોપઃ પ્રણામ એરલાઇન સર્વિસ સ્ટાફનું બિનવ્યાવસાયિક વલણ અદનાન સામીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું કે મુસાફરી માટે તેમણે પ્રણામ સર્વિસ લીધી હતી, જે ચેક-ઇન, વિશેષ વેઇટિંગ લાઉન્જ, સામાન સંભાળવા અને સુરક્ષા તપાસમાં સરળતા માટે હોય છે. જ્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા, ત્યારે અગાઉથી પહોંચવાની જાણકારી આપવા છતાં કોઈ તેમને લેવા આવ્યું નહીં. એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની ફ્લાઇટ 5 કલાક મોડી છે. જ્યારે વિશેષ સર્વિસ લેતા મુસાફરોને તેની જાણકારી પહેલેથી જ આપવામાં આવે છે, જેથી તેમને એરપોર્ટ પર રાહ ન જોવી પડે. અદનાને લખ્યું, જો તેમણે અમને અગાઉથી જણાવી દીધું હોત, તો સમય કરતાં વહેલા એરપોર્ટ આવવાને બદલે અમે ઘરે આરામથી રાહ જોઈ શક્યા હોત. પરંતુ તેમની બેદરકારી અને બેજવાબદારીને કારણે અમારે એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી. બીજો આરોપઃ કર્મચારી મોબાઇલ પર ચેટ કરવામાં વ્યસ્ત હતી અદનાને આગળ જણાવ્યું કે તેમને કોઈ સ્ટાફ આપવામાં આવ્યો નહોતો. ફરિયાદ કર્યા પછી એક મહિલા કર્મચારીને મોકલવામાં આવી, જેનું વર્તન અત્યંત ખરાબ હતું અને તે આખો સમય પોતાના ફોનમાં વ્યસ્ત હતી. લાઉન્જમાં 5 કલાક રાહ જોયા પછી જ્યારે પ્રસ્થાનનો સમય આવ્યો, ત્યારે મહિલા કર્મચારી ત્યાં હતી જ નહીં. વારંવાર પૂછપરછ કર્યા પછી તેમને એક પોર્ટર આપવામાં આવ્યો, જેને પણ મહિલા વિશે કોઈ જાણકારી નહોતી. તેમને એક બગ્ગી દ્વારા લઈ જવામાં આવ્યા અને લાંબા સમય સુધી મહિલા કર્મચારીની શોધ કર્યા પછી જાણવા મળ્યું કે તે એક ખૂણામાં બેસીને પોતાનો ફોન વાપરી રહી હતી. ટોક્યા પછી તેણે ફોન મૂક્યો અને સેવા આપવા પર ધ્યાન આપ્યું. ત્રીજો આરોપઃ ટોકતાં સ્ટાફે ગેરવર્તન કર્યું અદનાને જણાવ્યું કે મહિલા કર્મચારી તેમને જે ડિપાર્ચર ગેટ પર લઈ ગઈ હતી, ત્યાં અફરાતફરી મચેલી હતી. તેને એ પણ ખબર નહોતી કે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસ માટે એક ખાલી ટ્રેક છે. અદનાને પોતે ફર્સ્ટ ક્લાસનો ટ્રેક શોધવો પડ્યો, જે સંપૂર્ણપણે ખાલી હતો. જ્યારે મહિલાને ટોકવામાં આવી, ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું. અદનાને તેને અત્યંત અવ્યાવસાયિક ગણાવ્યું. ચોથો આરોપઃ બીજી વખત અપમાનજનક વર્તન કરવામાં આવ્યું ત્યારબાદ અદનાન સામીએ ગુસ્સામાં લખ્યું, ‘પ્રણામ સર્વિસિસ સાથે આ બીજી વખત છે, જ્યારે તેમના કર્મચારીઓએ મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું છે. તમે પૈસા લો છો અને તેમ છતાં તમારો વલણ એવો છે, જાણે તમારી પાસે કોઈ વિકલ્પ જ ન હોય. આ અત્યંત ઘમંડી, પરેશાન કરનારું અને અપમાનજનક વર્તન છે. આ સમગ્ર ઘટના અંગે હું ફરી એકવાર તમારા સ્ટાફથી ખૂબ નિરાશ છું.’ આરોપો અંગે મુંબઈ એરપોર્ટે તપાસની ખાતરી આપી, સિંગર ગુસ્સે ભરાયા અદનાન સામીની પોસ્ટ સામે આવ્યા બાદ મુંબઈ એરપોર્ટના સત્તાવાર X અકાઉન્ટ પરથી જવાબમાં લખવામાં આવ્યું, ‘અમે સમજીએ છીએ કે તમારી મુસાફરીના દરેક તબક્કે વધુ સારો, સુવિધાજનક અને સન્માનજનક અનુભવ આપવો કેટલો જરૂરી છે. અમને ખેદ છે કે તમારો તાજેતરનો અનુભવ તમારી અપેક્ષાઓ મુજબ રહ્યો નથી. અમે આ મામલાની તપાસ કરવા માગીએ છીએ.’ અદનાને જવાબ આપ્યો- થોડી શિષ્ટતા અને સંસ્કાર શીખો મુંબઈ એરપોર્ટે જ્યારે ગાયકની મુસાફરીની વિગતો માંગી, ત્યારે ગાયકે ગુસ્સે થઈને લખ્યું, 'મારી ફરિયાદના જવાબમાં બોટ તરફથી મળેલો આ રટાયેલો જવાબ મને બિલકુલ પસંદ આવ્યો નથી. તેનાથી મારી મુશ્કેલી વધુ વધી ગઈ છે. જો તમને ગ્રાહકો સાથે વાત કરવાની રીત ખબર નથી, તો ઓછામાં ઓછા તમારા બોટને તો શીખવો કે લોકો સાથે સન્માનપૂર્વક કેવી રીતે વાત કરવી જોઈએ. શું આપણે એટલા નજીકના છીએ કે તમે મને ફક્ત 'અદનાન' કહીને બોલાવશો? ગ્રાહકોને સંબોધવાની પણ એક રીત હોય છે.' આગળ તેમણે લખ્યું, ‘જો તમે કમ્પ્યુટરથી મને જવાબ આપી શકો છો, તો એ જ કમ્પ્યુટરથી એ પણ જાણી લો કે મારી ફ્લાઇટ ક્યારે હતી. આટલી નાની માહિતી મેળવવાની પણ તસ્દી લેવામાં આવી નથી. આ તો આળસની હદ છે. થોડી શિષ્ટતા અને સંસ્કાર શીખો, હદ છે.’ એરપોર્ટની પ્રણામ સર્વિસ શું છે? પ્રણામ મુંબઈ એરપોર્ટની એક પેઇડ મીટ એન્ડ ગ્રીટ સર્વિસ છે. તેના હેઠળ મુસાફરોને એરપોર્ટ પર આવકારવા, ચેક-ઇન અને સુરક્ષા તપાસ જેવી પ્રક્રિયાઓમાં મદદ કરવા તેમજ લાઉન્જથી બોર્ડિંગ ગેટ સુધી પહોંચાડવા જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ સર્વિસનો હેતુ મુસાફરોના એરપોર્ટ અનુભવને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડમાં ઈન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચેની ત્રીજી અન-ઑફિશિયલ ટેસ્ટ ડ્રો:સતત બીજા દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયો નહીં; સિરીઝ 0-0થી બરાબર
    Next Article
    1200 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ:અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, અન્નકૂટ, ગોવર્ધન પૂજા સહિતના દર્શનનો ભક્તોએ લ્હાવો લીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment