Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નૂતન વર્ષે શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસંગમ:સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ડાકોરની ગલીઓમાં 'જય રણછોડ'નો નાદ, અંબાજી મંદિરમાં રંગબેરંગી ફૂલોનો શણગાર

    14 hours ago

    નવા વર્ષના મંગલમય પ્રારંભ સાથે જ ગુજરાતના ખૂણે-ખૂણે આસ્થા અને ભક્તિનો અનન્ય માહોલ સર્જાયો છે. વિક્રમ સંવત 2083ના પ્રથમ દિવસે પરંપરા મુજબ ભક્તોએ ભગવાનના આશીર્વાદ સાથે પોતાના વર્ષની શરૂઆત કરવા માટે વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચવાનું પસંદ કર્યું. વહેલી સવારથી જ રાજ્યના મુખ્ય મંદિરોમાં દર્શનાર્થીઓનું કીડીયારું ઊભરાયું. મંદિર પરિસરો ગુંજતા શિવમંત્રો, 'બોલ મારી અંબે', 'જય મા ઉમિયા' અને 'જય રણછોડ'ના જયઘોષ સાથે ભક્તોએ પોતાના પરિવારના સુખ-સમૃદ્ધિ તેમજ વિશ્વ કલ્યાણ અને નિરામય આયુષ્યની પ્રાર્થના કરી. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ-વિદેશથી પહોંચેલા ભક્તોએ દિવ્ય શૃંગાર અને પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ગુંજતા શિવમંત્રો તેમજ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિની સાથે વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ડાકોરની ગલીઓમાં 'જય રણછોડ માખણ ચોર'નો નાદ યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રણછોડરાયજીને વિશેષ શૃંગાર કરાયો હતો અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેમાં સવારે 10:00 થી 11:30, બપોરે 12:00થી અનુકૂળતા મુજબ અને સાંજે 04:00થી અનુકૂળતા મુજબ રહેશે. ડાકોરની ગલીઓ 'જય રણછોડ માખણ ચોર'ના નાદ સાથે વિરાટ માનવ મહેરામણમાં ફેરવાઈ ગઈ હતી. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી સજાવવામાં આવ્યું શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાતા અંબાજી ધામમાં બેસતા વર્ષે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી સજાવવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી સમયે કપાટ ખુલતાની સાથે જ ચાચર ચોકમાં બોલ મારી અંબેના નાદ સાથે ભક્તો ગરબે ઘૂમ્યા હતા. બપોરના સમયે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, સાથે જ અંબિકેશ્વર મહાદેવ અને સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. ઊંઝા ઉમિયા મંદિરે દર્શન માટે લાંબી કતારો લાગી કડવા પાટીદાર સમાજની કુળદેવી ઊંઝા શ્રી ઊમિયા માતાજી મંદિરે પણ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ‘જય માં ઉમિયા’ના નાદ સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતું, જેમાં અનેક પગપાળા સંઘો પણ માતાજીના દ્વારે શીશ નમાવવા પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે ઊમિયા માતાજી સંસ્થાન દ્વારા રોકાણ, ભોજન અને દર્શનની સુચારુ આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી. માનસરોવર વિશ્રાંતિ ગૃહ, ઉમા ભવન અને પથિકાશ્રમ ખાતે વિશેષ સુવિધાઓ સાથે સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવકોએ પાર્કિંગ અને સુરક્ષા માટે સઘન આયોજન કર્યું હતું. આમ, નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતના મંદિરો ભક્તિના રંગે રંગાયા હતા. પાટણના નગરદેવી કાલિકા માતાજીના મંદિરે વિશેષ આગી શણગાર ઐતિહાસિક નગર પાટણમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે નગરદેવી કાલિકા માતાજીના મંદિરે વિશેષ આગી શણગાર કરવામાં આવ્યો હતો અને પરંપરાગત મેળાની શરુઆત થઈ હતી. કારતક સુદ એકમથી પૂનમ સુધી ચાલનારા વિવિધ ઉત્સવો અંતર્ગત પાટણના રામજી મંદિર ખાતે પણ અન્નકૂટ ધરાવાયો હતો. બીજી તરફ જામનગરમાં 1964થી અવિરત ચાલતી રામધૂન માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ શ્રીરામ અને હનુમાનજીના દિવ્ય શૃંગારના દર્શનાર્થે એકત્ર થયા હતા. આ રીતે સમગ્ર ગુજરાતમાં નૂતન વર્ષની શરૂઆત અતિ ભક્તિમય અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં નવા વર્ષની સવારે શહેર સ્નેહમિલન યોજાયું:લોકજાગૃતિ મંચના ઉપક્રમે 14મા વર્ષે કાર્યક્રમ; રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને વેપારી આગેવાનો હાજર રહ્યા
    Next Article
    દિવાળીની સાંજે 6થી સવારે 6 સુધીનો એક્યુઆઇ:રાત્રે એક સાથે લાખો ફટાકડા ફૂટતાં 5 કલાકમાં AQI 101થી સીધો 932 થઈ ગયો, સવારે ફરી ઘટીને 150

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment