Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નૂતન વર્ષે શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસંગમ:સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, અંબાજીમાં ‘બોલ મારી અંબે’નો નાદ ગૂંજ્યો, ઊંઝા ઉમિયા મંદિરે લાંબી કતારો લાગી

    1 day ago

    વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના મંગલમય પ્રારંભ સાથે જ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. નવા વર્ષની શરૂઆત ઈશ્વરના આશીર્વાદ સાથે કરવાના ઉદ્દેશ્યથી વહેલી સવારથી જ રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ-વિદેશથી પહોંચેલા ભક્તોએ દિવ્ય શૃંગાર અને પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ગુંજતા શિવમંત્રો તેમજ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિની સાથે વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગૂંજ્યો ભારતની 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે પૂજાતા અંબાજી મંદિરમાં પણ બેસતા વર્ષે ઉત્સાહનો માહોલ રહ્યો હતો. મંદિરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. મંગળા આરતીમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષ સાથે ભક્તોએ ચાચર ચોકમાં ગરબા રમીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અંબિકેશ્વર મહાદેવ તથા સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ વિશિષ્ટ આરતી યોજાઈ હતી, જ્યારે બપોરે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે. ઊંઝા ઉમિયા મંદિરે દર્શન માટે લાંબી કતારો લાગી કડવા પાટીદાર સમાજની કુળદેવી ઊંઝા શ્રી ઊમિયા માતાજી મંદિરે પણ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ‘જય માં ઉમિયા’ના નાદ સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતું, જેમાં અનેક પગપાળા સંઘો પણ માતાજીના દ્વારે શીશ નમાવવા પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે ઊમિયા માતાજી સંસ્થાન દ્વારા રોકાણ, ભોજન અને દર્શનની સુચારુ આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી. માનસરોવર વિશ્રાંતિ ગૃહ, ઉમા ભવન અને પથિકાશ્રમ ખાતે વિશેષ સુવિધાઓ સાથે સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવકોએ પાર્કિંગ અને સુરક્ષા માટે સઘન આયોજન કર્યું હતું. આમ, નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતના મંદિરો ભક્તિના રંગે રંગાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:રાજીવ સાથે પહેલી મુલાકાત, PM પદ ઠુકરાવવાની કહાની; એક પેજ પર ઋગ્વેદની ઋચા
    Next Article
    3 Workers Die After Inhaling Toxic Gas At Tamil Nadu Plant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment