Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ઓવરબ્રિજ પર કાર પલટી, ચારને ઇજા:મોતીપુરા પાસે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આગળની જતી કારને ટક્કર માર્યા બાદ પલટી ગઈ

    8 hours ago

    હિંમતનગરના મોતીપુરા પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે 48ના ઓવરબ્રિજ પર કાર પલટી જતાં ચાલક સહિત ચાર લોકોને ઇજા પહોચી હતી. કાર ચાલકે આગળ જતી કારને ટક્કર મારી હતી. 108 અને 112 જનરક્ષકની ટીમ સ્થળે પહોંચી હતી. સફારી કારના ચાલક કાર્તિકભાઈએ જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે ભિલોડાના ભવનાથ મંદિરે દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યા હતા. મોતીપુરા ઓવરબ્રિજ પર પાછળથી આવેલી કારે તેમની સફારીને ટક્કર મારી હતી. કાર્તિકભાઈએ કહ્યું કે, તેમણે પોતાની કાર આગળ લઈ લીધી હતી. ત્યાર બાદ ટક્કર મારનારી કાર ઓવરબ્રિજ પર પલટી ગઈ હતી. તેમના પરિવારના સભ્યોને ઇજા થઈ નહોતી. 108ની ટીમે કાર ચાલક સહિત ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાર બાદ 112 જનરક્ષક અને નેશનલ હાઇવેના કર્મચારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કમિશનરના જાહેરનામાના ઉડ્યા ધજાગરા:સુરતમાં સોનાના દાગીનાથી લદાયેલા ભાજપ નેતાએ પત્નીના બર્થ-ડે પર રસ્તા વચ્ચે કેક કાપી આતશબાજી કરી
    Next Article
    "Gambhir Needs To Understand": WC Winner Livid With 'Marquee Player's' Role

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment