Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કમિશનરના જાહેરનામાના ઉડ્યા ધજાગરા:સુરતમાં સોનાના દાગીનાથી લદાયેલા ભાજપ નેતાએ પત્નીના બર્થ-ડે પર રસ્તા વચ્ચે કેક કાપી આતશબાજી કરી

    8 hours ago

    સુરત શહેરમાં જાહેર માર્ગો પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવા તેમજ ઉપદ્રવ મચાવવા સામે કડક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં, શાસક પક્ષ ભાજપના જ એક હોદ્દેદાર દ્વારા આ કાયદા-કાનૂનની ખુલ્લેઆમ ઐસીતૈસી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગર વોર્ડ નંબર-21ના ભાજપ સહકાર સેલના સંયોજક ગૌરાંગ બગીયાવાલાએ પોતાની પત્નીના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રસ્તાને જ ખાનગી પાર્ટી પ્લોટ બનાવી દીધો હતો. રસ્તાની વચ્ચોવચ ટેબલ ગોઠવી કેક કાપવામાં આવી હતી અને મોડી રાત્રે આતશબાજી કરી જાહેર માર્ગ પર અવરોધ તથા ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. શરીરે સોનાના દાગીના પહેરી રૌફ જમાવ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં ભાજપ નેતા ગૌરાંગ બગીયાવાલા શરીરે સોનાના જાડા ઘરેણાં ધારણ કરીને પોતાનો સત્તાકીય અને આર્થિક રોફ જમાવતા સ્પષ્ટપણે નજરે પડે છે. વ્યવસાયે ફાઇનાન્સર એવા આ ભાજપ અગ્રણી અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. એક જવાબદાર રાજકીય પક્ષના પદાધિકારી હોવા છતાં સામાન્ય નાગરિકો અને રાહદારીઓ માટે અડચણ તેમજ જોખમ ઊભું થાય તે રીતે મોડી રાત્રે રસ્તા વચ્ચે ધૂમધડાકા સાથે આતશબાજી કરવામાં આવી હતી. કાયદો હાથમાં લઈને કરાયેલી આ ઉજવણીનો વીડિયો વાયરલ થતાં સુરતીઓમાં ભારે રોષ ફેલાયો છે અને 'સામાન્ય જનતા માટે જ નિયમો છે કે નેતાઓ માટે પણ?' તેવા આકરા સવાલો ઊભા થયા છે. વેસુ પોલીસે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી જાહેર માર્ગ પર કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડતા આ વાયરલ વીડિયો મામલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. ભટ્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયો અંગે પોલીસને સત્તાવાર જાણ થઈ છે. જાહેર રસ્તા પર મંજૂરી વગર એકઠા થઈ આતશબાજી કરવા તેમજ જાહેરનામાનો ભંગ કરવા મામલે વેસુ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વાયરલ ફૂટેજ અને ઘટનાસ્થળની ટેકનિકલ તપાસ પૂર્ણ કરી કાયદાના દાયરામાં રહીને કસૂરવાર સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટ ઓફિસમાં ખાતું છે?:ATMના નવા નિયમો, દરરોજ ₹25,000 ઉપાડી શકાશે; 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી ચૂકવવો પડશે આટલો ચાર્જ
    Next Article
    હિંમતનગરમાં ઓવરબ્રિજ પર કાર પલટી, ચારને ઇજા:મોતીપુરા પાસે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આગળની જતી કારને ટક્કર માર્યા બાદ પલટી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment