Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના કાળુભાર ડેમમાં યુવક-યુવતીએ ઝંપલાવ્યું:ડેમ કાંઠે બાઈક અને ચંપલ મળ્યાં, કેરાળા ગામના કપલે આપઘાત કરતાં હોવાનો ફોન કર્યો, ફાયરબ્રિગેડની શોધખોળ

    9 hours ago

    બોટાદના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાં એક મહિલા અને એક પુરુષે ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ અને બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ બોટની મદદથી ડેમમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગે ગઢાળી ગામના સરપંચ પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, ગઢડા પોલીસ સ્ટેશનના બીટ જમાદારે ફોન કરીને કાળુભાર ડેમ પર પહોંચવા જણાવ્યું હતું, જેથી તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમમાં લાપતા બંને વ્યક્તિઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ડેમના કિનારેથી એક પુરુષ અને એક મહિલાનાં ચંપલ તેમજ એક બાઈક મળી આવ્યા હતા. તપાસમાં બંને વ્યક્તિઓ કેરાળા ગામનાં હોવાનું સામે આવ્યું છે, જેમાં 25 વર્ષીય શીતલ વિજય શેખ અને રોહિત ભરત સાથળીયાનો સમાવેશ થાય છે. આપઘાતની માહિતી ફોન પર આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિતે બપોરે પોતાના પરિવારજન અરવિંદને ફોન કરીને જાણ કરી હતી કે તેઓ બંને કાળુભાર ડેમમાં પડીને આપઘાત કરી રહ્યા છે. આ ગંભીર બાબતની જાણ થતાં જ અરવિંદે તાત્કાલિક ગઢડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શોકત અલીએ ફિલ્મી સ્ટાઈલમાં નીલગાયનો કર્યો શિકાર:ઘુડખર અભ્યારણ્યમાં કાર અને 4 બાઈકથી રોઝને ઘર્યુ, વન વિભાગની ગાડીને પણ મારી ટક્કર
    Next Article
    પોસ્ટ ઓફિસમાં ખાતું છે?:ATMના નવા નિયમો, દરરોજ ₹25,000 ઉપાડી શકાશે; 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી ચૂકવવો પડશે આટલો ચાર્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment