Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી દિવાળી પણ પુત્રોથી દૂર રહી સેલિના જેટલી:સોશિયલ મીડિયા પર છલકાયું દુ:ખ, કહ્યું- માતાનો પ્રેમ ભૂલી ન જતાં, તમારી રાહ હંમેશા રહેશે

    6 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીએ આ વર્ષે પણ દિવાળી પોતાના ત્રણેય પુત્રો વિના ઉજવી. આ સતત બીજી દિવાળી છે, જ્યારે તે પોતાના બાળકોનાથી દૂર છે. આ પ્રસંગે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ત્રણેય પુત્રો સાથેનો જૂનો ફોટો શેર કરીને ભાવુક પોસ્ટ લખી. તેમણે પોતાના પુત્રોને યાદ કરતાં કહ્યું કે તેમને ડર છે કે ક્યાંક બાળકો પોતાની માતાનો પ્રેમ ભૂલી ન જાય. પુત્રોને યાદ કરીને ભાવુક થઈ સેલિના સેલિના જેટલીએ પોતાના ત્રણેય પુત્રો વિન્સ્ટન, વિરાજ અને અર્થુના નામે એક ભાવુક સંદેશ લખ્યો. તેમણે કહ્યું કે- તેમને બાળકોની ખૂબ યાદ આવે છે. તેમના માટે જિંદગીની સૌથી સુંદર દિવાળી એ હતી, જે તેમણે પોતાના પુત્રો સાથે વિતાવી હતી. એક્ટ્રેસે લખ્યું કે તેમણે પોતાના બાળકોનો ખૂબ પ્રેમથી ઉછેર કર્યો છે. તેમને આજે પણ એ સમય યાદ છે, જ્યારે પહેલીવાર અલ્ટ્રાસાઉન્ડમાં પોતાના ત્રણેય બાળકોને જોયા હતા. એ જ દિવસથી તેઓ તેમના જીવનનો પ્રકાશ બની ગયા હતા. સેલિનાએ બાળકો સાથે વિતાવેલી નાની-નાની ક્ષણોને પણ યાદ કરી. તેમણે જણાવ્યું કે તેમને બાળકોની પહેલી કિકથી લઈને તેમના માટે બનાવેલા સમોસા, પાણીપુરી, કેક, સિનેમન રોલ અને પાઉં સુધી બધું યાદ છે. કહ્યું- ડર છે કે બાળકો માતાનો પ્રેમ ભૂલી ન જાય સેલિનાએ પોતાની પોસ્ટમાં બાળકોનાથી દૂર રહેવાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે તેમનું હૃદય એ વિચારીને તૂટી જાય છે કે તેમના માસૂમ બાળકોને આટલી તકલીફમાંથી પસાર થવું પડી રહ્યું છે. એક્ટ્રેસે ચિંતા વ્યક્ત કરી કે ક્યાંક બાળકોને એવું તો અનુભવાવવામાં નથી આવી રહ્યું ને કે તેમને માતા-પિતામાંથી કોઈ એકની તરફેણ પસંદ કરવી પડશે. તેમણે લખ્યું, "મારો સૌથી મોટો ડર એ જ છે કે તને કહેવામાં આવતી વાતોની વચ્ચે તું તારી માતાનો પ્રેમ ભૂલી ન જાય." સેલિનાએ આગળ કહ્યું કે કેટલીક વસ્તુઓને સુરક્ષિત રાખવી તેમના માટે જરૂરી હતી, જે તેમણે પોતાની મહેનતથી હાંસલ કરી છે. તેમણે પોતાના બાળકોના પિતા પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો કે તેમણે તેમની સાથે મળીને ત્રણેય બાળકોને આ દુનિયામાં લાવવામાં સાથ આપ્યો. બાળકો સાથે વિતાવેલી જૂની પળોને કરી યાદ એક્ટ્રેસ પોસ્ટમાં એ પળોનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે બાળકો તેમની સાથે સૂતા હતા, તેમની સાથે કેરમ રમતા હતા અને માતાના હાથનું બનાવેલું ભોજન ખાતા હતા. તેમણે લખ્યું કે તેમને બાળકોને ગળે લગાવવું, તેઓ બીમાર પડે ત્યારે તેમની સંભાળ રાખવી અને સાથે વિતાવેલી દરેક પળ યાદ આવે છે. કહ્યું- માંએ તમને ક્યારેય છોડ્યા નથી સેલિનાએ પોતાના સંદેશમાં આગળ લખ્યું કે તેમણે ક્યારેય પોતાના બાળકોને છોડ્યા નથી. તેમના મતે, બાળકો સાથે વિતાવેલું જીવન અને તેમને આપેલો પ્રેમ કોઈ છીનવી શકતું નથી. તેમણે કહ્યું કે તેમણે ક્યારેય બાળકોને એવું કહ્યું નથી કે તેઓ માતા-પિતામાંથી કોઈ એકને પસંદ કરે. તેમના ત્રણેય પુત્રો જ તેમના જીવનમાં આગળ વધતા રહેવાનું સૌથી મોટું કારણ છે. બાળકોને દિવાળીની શુભકામનાઓ આપીને પ્રાર્થના કરી પોસ્ટના અંતે સેલિનાએ પોતાના ત્રણેય પુત્રોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભગવાન શ્રીરામ, હનુમાનજી અને મા બગલામુખીને બાળકોની રક્ષા કરવા પ્રાર્થના કરી. એક્ટ્રેસે પ્રાર્થના કરી કે તેમના બાળકોનાં હૃદય હંમેશાં ખુશીઓ અને પ્રકાશથી ભરેલાં રહે અને તેમને પોતાની માતાના ક્યારેય સમાપ્ત ન થતા પ્રેમનો અહેસાસ થતો રહે. તેમણે અંતે લખ્યું કે આજે પણ તેઓ પોતાના ત્રણેય પુત્રોની રાહ જોઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    A sting that exposed no crime: Dhurandhar’s ‘Operation Regime Change’ examined
    Next Article
    પદ્મનાભ મંદિર પરિસર રોશનીથી શણગારાયું:દિવાળી અને નવા વર્ષ નિમિત્તે રંગબેરંગી લાઇટ લગાવાઈ, દર્શનાર્થીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment