Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહઆલમમાં ફટાકડા ફોડવાની તકરારમાં યુવકને છરી ઝીંકી:એલિસબ્રિજમાં દારૂના નશામાં ધૂત ત્રણ શખસે યુવકના ખભા પર ધારિયું ઝીંક્યું

    8 hours ago

    અમદાવાદમાં દિવાળીના દિવસે બે મારામારીની ઘટના સામે આવી છે. શાહઆલમમાં ફટાકડા ફોડવાની તકરારમાં ત્રણ લોકોએ યુવક પર છરીથી હુમલો કર્યો હતો. જ્યારે એલિસબ્રિજમાં દારૂના નશામાં ધૂત ત્રણ શખસે યુવકના ખભા પર ધારિયું ઝીંક્યું હતું. બંને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. છરી મારતા યુવકને ગંભીર ઈજા ​શાહઆલમમાં રહેતા મહંમદહનીફ કાળુભાઈ શેખ રિક્ષા ચલાવે છે. દિવાળીની રાત્રે ઘરે સૂતા હતા, ત્યારે તેમની પત્ની પર પાડોશમાં રહેતી મહિલાનો ફોન આવ્યો હતો કે, તમારા પુત્ર ઝૈદ સાથે ઝઘડો થયો છે, જેથી દંપતી દોડીને જીતુ ભગત કમ્પાઉન્ડના ગેટ પાસે પહોંચ્યું હતું. ત્યાં શાહઆલમ ગુજરાત ટુડે પ્રેસની બાજુમાં રહેતો ઉમેર, તેની માતા અને બહેન ઝૈદ સાથે બોલાચાલી કરી અપમાનજનક શબ્દો બોલી રહ્યા હતા. તે દરમિયાન ઉમેરે છરી વડે ઝૈદ પર હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ફટાકડો ઉપર ફેંકતા બબાલ, માતા-બહેન સાથે આવી હુમલો કર્યો હુમલો કર્યા બાદ ઉમેર, તેની માતા અને બહેન ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં ઝૈદને પૂછતાં જણાવ્યું કે, તે મિત્ર મોઇન સાથે પાપા મિંયાની દરગાહ પાસે ઊભો હતો, ત્યારે ઉમેર ત્યાં ફટાકડા ફોડીને તેમના પર ફેંકતો હતો. બે-ત્રણ વાર કહેવા છતાં ન માનતા અને સળગતો ફટાકડો ફેંકતા ઝૈદે ગુસ્સામાં આવી ઉમેરને બે-ત્રણ લાફા મારી દીધા હતા. જેની અદાવત રાખી ઉમેર તેની માતા અને બહેનને બોલાવી લાવ્યો હતો અને આ હુમલો કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નશામાં બે યુવકે ગાળાગાળી કરી ઝઘડો કર્યો ઘીકાંટા વિસ્તારમાં રહેતો સુરજ સમંતા સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. ગત 7 નવેમ્બરે તેના મિત્રો પ્રફુલ અને જૈમીન સાથે કર્ણાવતી ક્લબ પાસે નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને ત્રણેય મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે એલિસબ્રિજ નજીક દારૂના નશામાં ધૂત બે યુવકે તેમની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. બે યુવકે ચાલુ વાહને ગાળો આપતાં સુરજે વિરોધ કર્યો હતો. જેથી બંનેએ પોતાનું વાહન ઊભું રાખીને ત્રણેય મિત્રો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. હુમલા બાદ ત્રણેય આરોપી ફરાર ત્યારબાદ બંનેએ ફોન કરીને પોતાના એક સાગરીતને બોલાવી લીધો હતો. ત્રણેય શખ્સોએ ભેગા મળીને સુરજ, પ્રફુલ અને જૈમીન પર હુમલો કર્યો હતો. જેમાં સુરજને ખભા પર ધારિયુ મારતા ઇજા થઈ હતી. પ્રફુલને માથામાં ઈંટ વાગી હતી. જ્યારે જૈમીનને મુઢ માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સુરજ અને પ્રફુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે એલિસબ્રિજ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કારને બચાવવા જતાં સાબરદાણ ભરેલો ટ્રક પલટી ગયો:હિંમતનગરના ગામડી બ્રિજ પાસે ત્રણ લોકોને સામાન્ય ઈજા, હાઈવે પર ટ્રાફિક જામ
    Next Article
    Abhijeet Dipke LIVE: Jharkhand में छात्रों पर लाठीचार्ज पर भड़का दीपके का गुस्सा | Students Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment