Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છત્રાલ હાઇવે પર અજાણ્યો વાહન ચાલક બાઈકને ટકકર મારી ફરાર:ગંભીરઈજાથી બાઇક સવારનું મોત, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

    7 hours ago

    કલોલના ઓલા ગામની સીમમાં છત્રાલ તરફ ગઈકાલે રવિવારે મોડી સાંજે બાઇક લઈને જઈ રહેલા 35 વર્ષીય યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું કલોલ સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી કડી તાલુકાના દેલ્લાગામ સાદરવાસ વિધ્યાલયની સામે રહેતા સોહીલ આલમ બેલીમે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેના મોટાભાઇ ઇમ્તીયાઝના પ્રથમ લગ્ન આશીફા સાથે થયેલ હતા. જેમને આ લગ્ન થકી સંતાનમાં એક દીકરો છે . સોમાની કંપનીમાં નોકરી કરતા ઇમ્તીયાઝના બીજા લગ્ન રૂકસાના સાથે થયેલ પણ છે. જે લગ્ન થકી તેને ત્રણ બાળકો છે. ગઈકાલે રાતે સોહિલ સહિતના પરિજનો ઘરે હાજર હતા. તે વખતે ઇમ્તીયાઝના મોબાઈલ ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતુ કે, કલોલથી છત્રાલ તરફ રેલવે બ્રીજ ઉતરી હાઇવે રોડ ઉપર કટ પસાર કરતા હતા, તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી નાસી ગયો છે. વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ આ સાંભળી સોહિલ સહિતના પરિજનો કલોલ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે ઇમ્તિયાઝને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા કલોલ તાલુકા પોલીસે સિવિલ દોડી જઈ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીની રાત્રે 3 મર્ડર, 5થી વધુ ઘાયલ:સુરતમાં ફટાકડા ફોડવા ગયેલા યુવકને છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અમરેલીમાં ટ્રકના ભાડાના મનદુઃખમાં છરી મારી
    Next Article
    Why McDonald's, KFC And Nestle Are Avoiding Price Hikes Despite Inflation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment