Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાત્રે 3 મર્ડર, 5થી વધુ ઘાયલ:સુરતમાં ફટાકડા ફોડવા ગયેલા યુવકને છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અમરેલીમાં ટ્રકના ભાડાના મનદુઃખમાં છરી મારી

    9 hours ago

    સમગ્ર દેશમાં દિવાળીના પર્વે લોકો શાનદાર ફટાકડા ફોડીને ઉત્સવની રંગેચંગે ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હિંસક બનાવો અને અદાવતના કારણે ઉત્સવનો માહોલ રક્તરંજિત બન્યો છે. દિવાળીની રાત્રે જ અમરેલી, સુરત અને ભાવનગરમાં જૂની અદાવત તેમજ સામાન્ય બાબતે થયેલી તકરારમાં કુલ 3 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરતમાં બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા યુવકની નિર્મમ હત્યા સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીની રાત્રે બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે (ઉર્ફે સન્ની) પર અસામાજિક તત્વોએ પાછળથી જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ જૂની અદાવતના કારણે 6 થી 7 અસામાજિક તત્વોએ એકસંપ થઈને સન્નીની છાતીમાં તીક્ષ્ણ હથિયારના 5 ઊંડા ઘા ઝીંકી દીધા હતા. દારૂ-ગાંજાનો ધંધો કરતા અસામાજિક તત્વોએ જૂની અદાવતમાં હુમલો કર્યો : મિત્ર મૃતક સાથે કલરકામ કરતા તેના મિત્ર ધર્મેન્દ્રના જણાવ્યા મુજબ, શાહિદ અને તેના સાગરીતો વિસ્તારમાં દારૂ તથા ગાંજાનો ગેરકાયદે ધંધો કરે છે અને અગાઉની જૂની દુશ્મનીને કારણે અવારનવાર સન્નીને મારવાની ફિરાકમાં રહેતા હતા. લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો ઘટના બની તે સાથે જ ગંભીર રીતે ઘવાયેલા સન્નીને તેના મિત્રો રિક્ષા મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, છાતીમાં ઊંડા ઘા વાગ્યા હોવાથી ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આર્થિક આધારસ્તંભ એવા 18 વર્ષીય યુવાન પુત્રના અચાનક અવસાનથી પરિજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. CCTVના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોની માહિતી મુજબ ઘટનાસ્થળે લાઈવ કેમેરા કાર્યરત હોવાથી હુમલાખોરોની ઓળખ મેળવવી સરળ બનશે. હાલ ખટોદરા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલીમાં ટ્રકના ભાડાના મનદુઃખમાં બે જૂથ વચ્ચે લોહીયાળ અથડામણ અમરેલી જિલ્લાના ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં દિવાળીની રાત્રે અગાઉના ટ્રકના ભાડા બાબતના મનદુઃખને લઈ એક જ જ્ઞાતિના બે જૂથ સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીમાંથી મામલો બિચકતાં બંને પક્ષ તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સુલતાન સોલંકીનું છરીના ઘા વાગવાથી મોત તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હિંસક હુમલામાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મૃતકના શવને પોર્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. મહિલા સહિત પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત આ જૂથ અથડામણમાં 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ ઉપચાર અર્થે ખાંભા અને અમરેલીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ખાંભા પોલીસની સમયસૂચકતાથી મોટી હોનારત અટકી ઘટના અંગે જાણ થતાં જ ખાંભા પોલીસકાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મારામારી ચાલુ હતી તે દરમિયાન જ પોલીસે સમયસૂચકતા દાખવી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને નાસભાગ વચ્ચે વધુ ઘર્ષણ થતું અટકાવ્યું હતું. હાલ ખાંભા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં ભોજન લેવા નીકળેલા યુવાન પર ઘાતકી હુમલો ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા પોપટનગરમાં રહેતો 25 વર્ષીય શ્રમજીવી યુવાન રોહિત ઉર્ફે બટુ બુધાભાઇ બારૈયા ગત મોડીરાત્રે ઘરથી ભોજન લેવા નીકળ્યો હતો. આ દરમિયાન જૂની અદાવત રાખીને બે શખસે તેનો પીછો કરી રસ્તામાં આંતરીને છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. બનાવ સમયે રોહિતને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પિતા બુધાભાઇ પર પણ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બંનેને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતાની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ હત્યાની ઘટનાથી સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીની રાત્રે અમદાવાદ શહેર ઝગમગી ઊઠ્યું, ડ્રોન વીડિયો:ફટાકડાના રંગબેરંગી પ્રકાશે આકાશને સજાવી દીધું, ટમટમતા તારા જેવો અદભૂત નજારો
    Next Article
    છત્રાલ હાઇવે પર અજાણ્યો વાહન ચાલક બાઈકને ટકકર મારી ફરાર:ગંભીરઈજાથી બાઇક સવારનું મોત, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment