Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભામાં દિવાળીની રાત્રે જૂથ અથડામણમાં એકનું મોત, પાંચથી વધુ ઘાયલ:ટ્રકના ભાડાના મનદુઃખમાં છરીથી હુમલો; પોલીસે મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી

    6 hours ago

    આખો દેશ જ્યારે દિવાળીના તહેવારની રંગેચંગે ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાંથી એક લોહિયાળ ઘટના સામે આવી છે. ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં અગાઉના મનદુઃખને કારણે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારોથી હુમલો મળતી વિગતો અનુસાર, ભગવતીપરા વિસ્તારમાં રહેતા બે જૂથ વચ્ચે અગાઉ ટ્રકના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. દિવાળીની રાત્રે આ જ મુદ્દે ફરીથી બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને બંને જૂથ સામને-સામે આવી ગયા હતા. જોતજોતામાં બંને પક્ષે છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે સામસામે હુમલા શરૂ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક મારામારી દરમિયાન સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું મોત નીપજ્યું હતું, જેથી આખો મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહિલા સહિત 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત આ જૂથ અથડામણમાં એક વ્યક્તિના મોત ઉપરાંત 5થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાંભા અને અમરેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની યાદી ખાંભા પોલીસની સમયસૂચકતાથી વધુ ઘર્ષણ અટક્યું ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો મોડીરાત્રે તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. મોડી રાત્રે જ્યારે મારામારી ચાલુ હતી ત્યારે પોલીસે સમયસૂચકતા દાખવી તુરંત પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસને જોઈને અસામાજિક તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે વધુ ઘર્ષણ થતું અટકી ગયું હતું. હાલ ખાંભા પોલીસ દ્વારા આ મામલે હત્યા તથા અસામાજિક મારામારી અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દિવાળીના પવિત્ર તહેવારની રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર ખાંભા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCRમાં ફટાકડાંથી હવા ખતરનાક સ્તરે, AQI 418:પ્રયાગરાજમાં AQI 500ને પાર; ઉત્તર પ્રદેશમાં ઠંડી વધી, રાજસ્થાનમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
    Next Article
    જામનગર ભારત તિબ્બત સંઘની મહિલાઓએ લ્હાસા માર્કેટની મુલાકાત લીધી:વેપારીઓનું સ્વાગત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment