Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો લેવાની છેલ્લી તક:આજથી શરૂ થશે સંસદનું સત્ર, રાષ્ટ્રપતિ પાસે પોતાના એજન્ડા પૂરા કરવા માટે માત્ર બે મહિનાનો સમય

    8 hours ago

    રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે પોતાનો એજન્ડા પૂર્ણ કરવા માટે લગભગ બે મહિના બાકી છે. રિપબ્લિકન પાર્ટી સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી ચૂકી છે. જોકે, નવી સંસદ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જૂના સાંસદો જ કામ કરશે. અમેરિકી સંસદનું નવું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ટ્રમ્પ માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે 3 જાન્યુઆરી 2027થી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી ધરાવતી નવી સંસદ કાર્યભાર સંભાળી લેશે. ત્યારબાદ ટ્રમ્પને પોતાના નિર્ણયો લાગુ કરાવવા માટે વિપક્ષનો સામનો કરવો પડશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આગામી બે મહિનામાં ટ્રમ્પ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આગળ વધારવા અને જરૂરી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકે છે. સંસદમાંથી પસાર કરાવવાના 4 મોટા કામ 1. ઈરાન યુદ્ધ માટે વધારાનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી ટ્રમ્પ સામે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઈરાન યુદ્ધ છે. આ યુદ્ધમાં અમેરિકાનો સૈન્ય ખર્ચ વધ્યો છે. જો સૈન્ય અભિયાન ચાલુ રહેશે તો હથિયારો, સૈનિકો અને સૈન્ય સાધનો પર વધુ નાણાં ખર્ચવા પડી શકે છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન સાંસદો વધુ એક બજેટ પેકેજ લાવવાનો વિચાર કરી રહ્યા છે. તેના દ્વારા ઈરાન યુદ્ધ માટે વધારાનું ભંડોળ આપવામાં આવી શકે છે. 2. સૈન્ય અને હથિયારો સાથે જોડાયેલા કાયદાને મંજૂરી રિપબ્લિકન સાંસદો સંરક્ષણ સાથે જોડાયેલા કાયદાને પણ મંજૂરી અપાવવા માગે છે. તેમાં સૈન્યની જરૂરિયાતો, નવા હથિયારોની ખરીદી અને સૈન્ય કાર્યક્રમો માટે નાણાં નક્કી કરવા જેવા નિર્ણયો સામેલ છે. તેનાથી અમેરિકન સૈન્યની કામગીરી અને સંરક્ષણ યોજનાઓને આગળ વધારવામાં મદદ મળશે. 3. આગામી વર્ષ માટે સરકારી બજેટ પાસ કરાવવું આગામી નાણાકીય વર્ષમાં અમેરિકન સરકારે કેટલા નાણાં ખર્ચવાના છે, તેનું બજેટ પાસ કરાવવું રિપબ્લિકન સાંસદોની પ્રાથમિકતા છે. તેમાં સૈન્ય, સરકારી વિભાગો અને અન્ય યોજનાઓ પર થનારા ખર્ચની વિગતો નક્કી કરવામાં આવશે. સાંસદો ઇચ્છે છે કે નવી સંસદ કામકાજ સંભાળે તે પહેલાં બજેટ અંગે નિર્ણય થઈ જાય. 4. ખેડૂતો અને ગરીબ પરિવારોને મળતી સહાય ચાલુ રાખવી અમેરિકી સંસદમાં ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો સાથે જોડાયેલી યોજનાઓ પર પણ નિર્ણય થવાનો છે. તેમાં ખેડૂતોને મળતી સરકારી આર્થિક સહાય, ખાદ્ય સહાય અને જરૂરિયાતમંદ પરિવારો માટેના પોષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રિપબ્લિકન સાંસદો આ યોજનાઓ સાથે જોડાયેલી કેટલીક જોગવાઈઓને આગળ વધારવાનો પ્રયાસ કરી શકે છે. જો સમયસર મંજૂરી નહીં મળે તો નવી સંસદે જાન્યુઆરીમાં આ મુદ્દાઓ પર ફરીથી વિચાર કરવો પડશે. સંસદની મંજૂરી વિના પણ ટ્રમ્પ લઈ શકે છે અનેક નિર્ણયો સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ પણ ટ્રમ્પ પાસે અનેક એવા અધિકારો રહેશે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાની નીતિઓ લાગુ કરી શકે છે. આ માટે તેમને દર વખતે સંસદ પાસેથી કાયદો પસાર કરાવવાની જરૂર નહીં પડે. રોયટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર એપ્રિલથી જ તેની તૈયારી કરી રહ્યું છે. ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, બજેટ નિર્દેશક રસેલ વોટ અને વ્હાઇટ હાઉસના વકીલો એવા વિકલ્પો શોધી રહ્યા છે, જેના દ્વારા સંસદમાં ડેમોક્રેટ્સની બહુમતી હોવા છતાં ટ્રમ્પ પોતાના એજન્ડા પર કામ કરી શકે. આમાં ચાર મુખ્ય ક્ષેત્રો સામેલ છે: ટેરિફ: અન્ય દેશોમાંથી આવતી વસ્તુઓ પર નવા ટેરિફ લગાવવાની અથવા હાલના ટેરિફમાં ફેરફાર કરવાની તૈયારી છે. તેમાં મહત્વપૂર્ણ ખનિજો અને પવન ઊર્જા સાથે જોડાયેલી વસ્તુઓ પર શુલ્ક લગાવવાના વિકલ્પો પણ સામેલ છે. વીઝા નિયમો: વિદેશી વિદ્યાર્થીઓ અને અસ્થાયી ધોરણે અમેરિકામાં કામ કરવા આવતા લોકો માટેના વીઝા નિયમો વધુ કડક કરવામાં આવી શકે છે. મકાન અને આવાસ: ઘરોની કિંમતો ઘટાડવા અને મકાન બાંધકામ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાના વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. સરકારી ખર્ચ: સરકારી વિભાગોને મળતા નાણાં અને વિવિધ યોજનાઓ પર ખર્ચ કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવી શકે છે. નવી સંસદ ટ્રમ્પના નિર્ણયોનું પરીક્ષણ કરી શકશે 3 જાન્યુઆરી 2027ના રોજ નવી સંસદનો કાર્યકાળ શરૂ થશે. તે દિવસે બપોરે 12 વાગ્યાથી 120મી અમેરિકન કોંગ્રેસ અસ્તિત્વમાં આવશે. પ્રતિનિધિ સભાના નવા સભ્યો શપથ લેશે અને સ્પીકરની ચૂંટણી થશે. સેનેટના નવા સભ્યો પણ શપથ લેશે. આ પછી ડેમોક્રેટ્સને બંને ગૃહોની સમિતિઓ પર નિયંત્રણ મળી જશે. તેઓ ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયોની તપાસ કરી શકશે. સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકશે અને તેમની પાસેથી દસ્તાવેજો માંગી શકશે. આ ઉપરાંત ટ્રમ્પના પસંદગીના અધિકારીઓની નિમણૂકોને રોકવી અથવા તેમાં વિલંબ કરવો પણ ડેમોક્રેટ્સ માટે સરળ બની જશે. ખાસ કરીને સેનેટમાં બહુમતી મળવાથી મોટા સરકારી પદો પર થતી નિમણૂકોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ડેમોક્રેટ્સ વિદેશ નીતિ અને ઈરાન યુદ્ધને લઈને પણ ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ યુદ્ધ માટેના ભંડોળ અને સૈન્ય કાર્યવાહી પર સવાલ ઉઠાવી શકે છે. --------------------------- આ સમાચાર પણ વાંચો: 'તમામ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકો':ટ્રમ્પ સમર્થકે મિડટર્મ ચૂંટણીમાં હારનો બળાપો કાઢ્યો, દિવાળી કાર્યક્રમમાં હિન્દુઓ વિરુદ્ધ નારાબાજી કરી અમેરિકામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ નફરતનો મામલો સામે આવ્યો છે. સિયાટલમાં દિવાળી ઉજવી રહેલા ભારતીયોના કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકો પહોંચી ગયા. તેમના હાથમાં કેટલાક પોસ્ટર હતા, જેના પર લખ્યું હતું—‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મુકો’ અને ‘હિન્દુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે.’ ટ્રમ્પ સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પાછળ ભારતીયોનો હાથ છે. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના નારાબાજી કરતા જોઈને ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો અને તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    शरीर में ऑक्सीजन कैसे बढ़ाएं? पॉल्यूशन के बढ़ते लेवल की बीच अपनाएं ये 5 आदतें, बढ़ सकती हैं ऑक्सीजन की रफ्तार
    Next Article
    ઝાંઝરડા રોડ પર સેન્ટિંગ સામાનમાં ભીષણ આગ:ફટાકડાથી વિકરાળ આગ ફાટી નીકળતાં લાખોનું નુકસાન, ફાયર બ્રિગેડે 20 હજાર લિટર પાણી છાંટી કાબૂ મેળવ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment