Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સાથે દુષ્કર્મ:લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ નિરાશ્રિત ગણાવી આશ્રમમાં મૂકી આવ્યો

    6 hours ago

    રાજકોટ શહેરમાં સંબંધોને લજવતો અને માનવતાને શર્મસાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક રિક્ષાચાલકે છૂટાછેડા લીધેલી મહિલાને લગ્નનો ખોટો વાયદો આપી પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મહિલા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે મહિલાની તબિયત લથડતાં આ નરાધમે તેનું કોઈ નથી તેમ કહી નિરાશ્રિત તરીકે આશ્રમમાં મૂકી દીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. બસસ્ટેન્ડથી મુસાફરી દરમિયાન મિત્રતા કેળવી પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી મુકેશ સારદીયા વ્યવસાયે રિક્ષાચાલક છે. ભોગ બનનાર મહિલાના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને તેમને સંતાનમાં એક દીકરો પણ છે. થોડા સમય પૂર્વે આરોપી રિક્ષાચાલક મહિલાને બસસ્ટેન્ડથી પોતાના વાહનમાં બેસાડી ઘરે મૂકવા ગયો હતો. આ મુસાફરી દરમિયાન તેણે મહિલા સાથે પરિચય વધારી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. આંચકી આવતી હોવાથી દવા પૂરી થતાં આશ્રમમાં બિનવારસી તરીકે તરછોડી દીધી આરોપી મહિલા સાથે લગ્ન કરવાના વાયદા કરતો હતો, પરંતુ મહિલાને વારંવાર આંચકી (ખેંચ) આવવાની બીમારી હતી. મહિલાની દવાનો ખર્ચ અને સારસંભાળ રાખવાને બદલે આરોપીએ માનવતા નેવે મૂકી દીધી હતી. જ્યારે મહિલાની દવા પૂરી થઈ ગઈ ત્યારે આરોપી મુકેશ તેને ગોંડલ રોડ પર આવેલા એક સેવાભાવી આશ્રમમાં લઈ ગયો હતો અને આશ્રમના સંચાલકો સમક્ષ 'આ મહિલા નિરાધાર છે અને તેનું કોઈ સગું-વ્હાલું નથી' એવું જુઠ્ઠું બોલી ત્યાં મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. આશ્રમ સંચાલકોની સતર્કતાથી ભાંડો ફૂટ્યો આશ્રમમાં આશરો મેળવ્યા બાદ પીડિત મહિલાએ સમગ્ર આપવીતી અને પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતની વાત સંચાલકો સમક્ષ રજૂ કરી હતી. સમગ્ર હકીકત જાણી ચોંકી ઉઠેલા આશ્રમના સંચાલકો તાત્કાલિક મહિલાને સાથે રાખી થોરાળા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે પીડિતાની વિગતવાર ફરિયાદ નોંધી આરોપી મુકેશ સારદીયા સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાનૂની પ્રક્રિયા તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડી વર્ણીન્દ્ર ધામમાં 1008 દીવાઓની ભવ્ય દીપમાળા સાથે દિપોત્સવની ઉજવણી:રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું મંદિર પરિસર, આતશબાજીએ ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો
    Next Article
    Priya Prakash Varrier 20 Photos: प्रिया प्रकाश वारियर की दिवाली स्पेशल 20 फोटो, आंख में काजल, माथे पर बिंदी और कंधे पर मटका

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment