Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના-કોડીનાર ફોરટ્રેક પર કારની અડફેટે આધેડનું મોત:અમદાવાદની કારચાલક યુવતીએ માઢગામ નજીક ડોળાસાના બાઈકસવાર આધેડને ટક્કર મારી, નોંધાયો ગુનો

    1 day ago

    ઉના-કોડીનાર ફોરટ્રેક રોડ પર માઢગામ નજીક આજે બપોરે કારની અડફેટે બાઈકસવાર આધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૂળ સુરતની અને અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી આજે સવારે પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ-19-AA-3048 લઈને અમદાવાદથી સોમનાથ તરફ જઈ રહી હતી. દરમિયાન માઢગામ નજીક ડોળાસા ગામના 50 વર્ષીય પ્રતાપભાઈ જાદવભાઈ કાતીરાને કારની ટક્કર વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કલાકો સુધી આધેડની ઓળખ થઈ શકી નહોતી અકસ્માાતની ઘટના બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે, શરૂઆતમાં કલાકો સુધી ઇજાગ્રસ્ત આધેડની ઓળખ થઈ શકી નહોતી. બાદમાં સેવાભાવી યુવાનોની મદદથી તેઓ ડોળાસા ગામના પ્રતાપભાઈ કાતીરા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, મોત ઉના સરકારી હોસ્પિટલમાં તબીબોએ આધેડને બચાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ પરિવારજનો તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન પ્રતાપભાઈનું મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારનો તહેવારનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં રડતી જોવા મળી કારચાલક યુવતી અકસમાત બાદ કારચાલક યુવતી અને ઘટનાસ્થળે હાજર લોકો વચ્ચે દલીલો પણ થઈ હતી. ત્યારબાદ 112ની મદદથી યુવતીને ઉના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં યુવતી રડતી જોવા મળી હતી. આ મામલે ઉના પોલીસે યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સમગ્ર અકસ્માતની તપાસ PSI એચ.પી. સરવૈયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્દિરાની હત્યા પછી ભયમાં હતા સોનિયા ગાંધી:કહ્યું- હંમેશાં ડર લાગતો કે હવે પછી રાજીવનો જ નંબર હશે; 1991માં હત્યા થઈ હતી
    Next Article
    રાજ્યમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:લોકોએ સહપરિવાર ફટાકડા ફોડ્યા, ધુમાડાના કારણે અમદાવાદમાં વિઝિબિલિટીમાં ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment