Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં અધિકારીઓએ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સાથે દિવાળી ઉજવી:કલેક્ટર, એસપી અને નાયબ મુખ્ય દંડકે ફટાકડા ફોડ્યા, મીઠાઈ ખવડાવી

    8 hours ago

    સુરેન્દ્રનગરના પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં કલેક્ટર, એસપી અને નાયબ મુખ્ય દંડકે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સાથે દિવાળી ઉજવી. તેમણે દીકરીઓ સાથે ફટાકડા ફોડ્યા અને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી.કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગોહિલ, જિલ્લા પોલીસ વડા એસપી પ્રેમસુખ ડેલૂ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ડમાલિયા અને ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવોએ દીકરીઓ સાથે ફૂલઝર સળગાવી અને ફટાકડા ફોડ્યા. તેમણે પોતાના હાથે દીકરીઓને મીઠાઈ ખવડાવી અને દિવાળીની શુભેચ્છા પાઠવી. સેવા કુંજનાં સંચાલક પદ્મશ્રી મુક્તાબેન ડગલી અને પંકજભાઈ ડગલીને પણ મીઠાઈ ખવડાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી. મહાનુભાવોએ દૃષ્ટિહીન દીકરીઓ અને મહિલાઓના શિક્ષણ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન માટે બંનેની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ લોકો સાથે ખુશીઓ વહેંચીને દિવાળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે ઈસ્કોન બ્રિજ ખુલ્લો મુકાશે:ચાર મહિને ગુજરાત યુનિ.ને મળ્યા નવા VC, 2500 વેપારીઓએ સામુહિક ચોપડા પૂજન કર્યું, બે દિવસમાં અડધું સુરત ખાલી
    Next Article
    ભેંસાણના છોડવડીમાં વાનરોના આતંકથી ખેડૂતો ભારે પરેશાન.:જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં 35 થી વધુ વાનરોના ટોળાએ મચાવ્યો આતંક, ખેડૂતોનો મગફળી અને બગીચામાં કરી ભારે નુકસાની.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment