Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચનને શું થયું?:તબિયત બગડ્યાના સમાચાર વચ્ચે દિવાળી પર ભાવુક પોસ્ટ સાથે શુભકામના આપી, કહ્યું- 'લખી નથી શકતો, હાથમાં દુખાવો છે'

    1 day ago

    કાળી ચૌદશની રાતે એટલે કે શનિવાર સાંજે મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયતને લગતા ચિંતાજનક સમાચાર સામે આવ્યા. અહેવાલ અનુસાર, તબિયત બગડવાને કારણે અમિતાભ બચ્ચને KBCના શૂટિંગને અટકાવી દીધું છે. હવે બિગ બીએ રવિવારે વહેલી સવારે ભાવુક અંદાજમાં ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવતી પોસ્ટ કરી. સાથે જ તેમણે જણાવ્યું કે તેમના હાથમાં તકલીફ થઈ રહી છે. અમિતાભ બચ્ચને સત્તાવાર બ્લોગમાં લખ્યું, સૌને દીપાવલીની અનેક અનેક શુભેચ્છાઓ અને ચતુર્દશીની પણ શુભેચ્છા સાથે સ્નેહ, આદર અને શુભ મંગળની પ્રાર્થનાઓ. ઈશ્વરની કૃપા હંમેશાં આપણને ઘેરી રહે. આગળ અમિતાભ બચ્ચને લખ્યું છે કે, તેમને એટલી બધી શુભેચ્છાઓ અને ભેટો મળે છે કે હવે તેમની પાસે તેને રાખવા માટેની જગ્યા પણ ઓછી પડવા લાગી છે. તેમણે લખ્યું, હું મારી તરફથી ભેટ મોકલનારાઓને પત્ર લખીને જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. પોતે જવાબ આપવા માગું છું, પરંતુ જે હાથથી લખું છું, તે હાથ ચલાવવામાં તકલીફ થઈ રહી છે. વિલંબ માટે માફી માગું છું. બ્લોગના આગામી ભાગમાં તેમણે લખ્યું છે કે- છેલ્લા કેટલાક દિવસોથી એવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેના કારણે તેમને વારંવાર માફી માંગવી પડી રહી છે. ઉપરાંત, અમિતાભ બચ્ચને સત્તાવાર X એકાઉન્ટ પરથી બે પોસ્ટ પણ શેર કરી. પહેલીમાં લખ્યું, ‘થ..થ.. થઈ ગયું.’ અને બીજીમાં લખ્યું, ‘અને શું? બસ.’ દાવોઃ તબિયત ખરાબ થતાં KBCનું શૂટિંગ અટકાવવામાં આવ્યું ન્યૂઝ એજન્સી આઈએએનએસે કૌન બનેગા કરોડપતિ સાથે જોડાયેલા સૂત્રને ટાંકીને લખ્યું છે કે અમિતાભ બચ્ચનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જેના કારણે શોના નવા એપિસોડનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, તબિયતમાં સુધારો થયા બાદ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નવા એપિસોડનું શૂટિંગ કરશે. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક બ્લોગ શેર કરીને જણાવ્યું કે તેઓ દૈનિક રૂટિન પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનીઓ સામે અર્જુન રાજપૂતની લડાયક સેન્ચુરી:107 રન બનાવીને આઉટ થયો; સેહવાગ-દ્રવિડ નિષ્ફળ ગયા; ઈન્ડિયાનો સ્કોર 194/8
    Next Article
    શ્રીનગરમાં 4 આતંકીની શોધખોળ, લાલચોક પર બેનર લગાવવામાં આવ્યું:સુરક્ષા દળોનો દાવો- માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, ઈનામ આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment