Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રસિદ્ધ મહુડી ધામમાં ભક્તિનો ઉમંગ:ભગવાન ઘંટાકર્ણ મહાવીરના વાર્ષિક હોમ-યજ્ઞ અને પ્રક્ષાલ વિધિમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું

    11 hours ago

    ગાંધીનગર જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી આજે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. વીર શિરોમણી ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેવના દરબારમાં વાર્ષિક પરંપરાગત વિશેષ હવન અને પ્રક્ષાલ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા આ અતિ મહત્વપૂર્ણ હોમ-યજ્ઞમાં ભાગ લેવા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવવા વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશ-વિદેશથી હજારો જૈન પરિવારો અને ભક્તોનું મહેરામણ મહુડી ધામ ખાતે ઉમટી પડ્યું છે. આ પવિત્ર દિવસે મહુડી ખાતે એક અત્યંત દિવ્ય અને દુર્લભ વિધિ સંપન્ન થાય છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા પરથી જૂનું સોનાનું વરખ ઉતારીને નવું ચળકતું સોનાનું વરખ ચડાવવામાં આવે છે. આ પ્રક્ષાલ વિધિ દરમિયાન પ્રતિમા પરથી જૂનું સોનાનું વરખ ઉતારાયા બાદ નવું વરખ ચડે તે પહેલાં ભક્તોને દાદાની મૂળ પ્રતિમાના સોનાના વરખ વગરના અલૌકિક દર્શન થાય છે. આખા વર્ષમાં માત્ર કાળી ચૌદસના આ ચોક્કસ સમયે જ ભગવાનના આવા નિરામય રૂપના દર્શનનો લહાવો મળતો હોવાથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પરિસર મંત્રોચ્ચાર અને ઘંટારવના નાદથી ગુંજી ઉઠ્યો યજ્ઞ પ્રારંભ થતાં જ સમગ્ર મંદિર પરિસર મંત્રોચ્ચાર અને ઘંટારવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પરંપરા મુજબ હવન દરમિયાન બલિદાન અને આહુતિ આપતી વખતે કુલ 108 વખત ભારે ઘંટારવ કરવામાં આવે છે. આ દિવ્ય ઘંટારવની સાથે સાથે શ્રદ્ધાળુઓ ભગવાન ઘંટાકર્ણ મહાવીરના ચમત્કારિક મંત્રનો 108 વાર જાપ કરે છે. આ વિશિષ્ટ વિધિ વખતે ભક્તો રક્ષાસૂત્ર એટલે કે નાડાછડીમાં 108 ગાંઠ બાંધે છે. ‘સંકટો, આધિ, વ્યાધિ અને ઉપાધિ સામે રક્ષણ મળે છે’ એવી મક્કમ શ્રદ્ધા અને માન્યતા છે કે આ રીતે સિદ્ધ કરેલી નાડાછડી ધારણ કરવાથી વર્ષ દરમિયાન તમામ પ્રકારના ભય, સંકટો, આધિ, વ્યાધિ અને ઉપાધિ સામે રક્ષણ મળે છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ પાવન પર્વે ભક્તોએ દાદાને પ્રિય એવા પ્રસિદ્ધ સુખડીનો પ્રસાદ ધરાવીને પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર તીર્થધામમાં સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક ઈન્તઝામ કરવામાં આવ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે વિશેષ લાઈનો અને મંડપો બાંધવામાં આવ્યા છે. વાતાવરણમાં વ્યાપ્ત ધૂપ-દીપની સુવાસ, વેદોક્ત મંત્રોચ્ચાર અને 'જય ઘંટાકર્ણ'ના નારાઓથી મહુડી ધામ સંપૂર્ણપણે શ્રદ્ધામય બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    આવી દિવાળી 50 વર્ષ બાદ આવી:PM મોદીએ કહ્યું- નક્સલવાદનો અંત થયો, વિકાસની એક નવી લહેર; બસ્તરમાં જવાનોને અભિનંદન આપ્યા
    Next Article
    સુરતના રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની જગ્યા નહીં:બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના, દર બે કલાકે સ્પેશ્યિલ ટ્રેન દોડાવાઈ; ડબલ ભીડ થતા 2025નો રેકોર્ડ તૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment