Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર માધુરીનાં વાળ સળગી ગયાં!:અમિતાભના હાથમાં બોમ્બ ફૂટ્યો, શાહરુખે જેકેટથી આગ ઠારી; સેલિબ્રેશનમાં સેલેબ્સના યાદગાર કિસ્સાઓ

    14 hours ago

    આજે દેશ આખામાં ધામધૂમથી દિવાળી ઉજવાઈ રહી છે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ સુધી દરેક જણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગે વાંચો હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો—અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને પ્રિયંકા ચોપરા સાથે દિવાળી પર બનેલા યાદગાર પ્રસંગો અને જુઓ 10 અનસીન તસવીરો. અમિતાભના હાથમાં ફટાકડો ફૂટ્યો હતો, ઈજાગ્રસ્ત હાથ ખિસ્સામાં છુપાવ્યો હતો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં દિવાળીના એક મોટા અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો. દિવાળીના દિવસે ફટાકડા ફોડતી વખતે તેમના હાથમાં જ એક બોમ્બ ફૂટી ગયો હતો, જેના કારણે તેમનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. અંગૂઠા અને આંગળીઓની મૂવમેન્ટ સામાન્ય થવામાં તેમને બે મહિનાથી વધુ સમય લાગ્યો હતો. તે દરમિયાન ફિલ્મોનું શૂટિંગ અટકવા ન દેવા માટે તેમણે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો. ફિલ્મ 'ઇન્કલાબ'ના શૂટિંગ દરમિયાન તેમણે હાથ પર રૂમાલ બાંધ્યો હતો અને ફિલ્મ 'શરાબી' દરમિયાન પોતાનો ઈજાગ્રસ્ત હાથ પેન્ટના ખિસ્સામાં રાખીને દૃશ્યો શૂટ કર્યા હતા. દર્શકોએ તેને તેમની નવી સ્ટાઇલ માની લીધી હતી. ફટાકડાના કારણે માધુરીના વાળ બળી ગયા હતા એક્ટ્રેસ માધુરી દીક્ષિતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બાળપણની એક દિવાળીએ તેમની સાથે દુઃખદાયક અકસ્માત થયો હતો. તેઓ પોતાની સહેલીઓ સાથે ફટાકડા ફોડી રહ્યાં હતાં, ત્યારે એક છોકરાએ તેમના હાથમાં પકડેલો ફટાકડો સળગાવી દીધો. ફટાકડો ઝડપથી ફૂટ્યો અને તેના તણખાં વાળ સુધી ઉડ્યાં. સદનસીબે તેમનો ચહેરો બચી ગયો, પરંતુ ઘણા વાળ બળી જવાને કારણે તેમને થોડા સમય માટે ટાલ સાથે રહેવું પડ્યું હતું. આ અકસ્માત બાદથી માધુરી દિવાળીએ હંમેશાં ફટાકડાઓથી અંતર જાળવી રાખે છે. લહેંગામાં આગ લાગી, શાહરુખે જેકેટથી ઠારી 2019માં અમિતાભ બચ્ચનના ઘરે ‘જલસા’માં આયોજિત દિવાળીની પાર્ટી દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, પાર્ટીમાં ઐશ્વર્યા રાયની મેનેજર અર્ચના સદાનંદનો લહેંગો એક દીવાના સંપર્કમાં આવતાં સળગવા લાગ્યો. ત્યાં હાજર એક્ટર શાહરુખ ખાને તરત જ પોતાની જેકેટ ઉતારી અને તેની મદદથી આગ ઠારી દીધી. આ દરમિયાન શાહરુખ ખાનનો હાથ પણ સહેજ દાઝી ગયો હતો, પરંતુ તેની સમજદારીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. હોસ્પિટલના રૂમમાં પ્રિયંકાની દિવાળી પસાર થઈ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં દિવાળી સાથે જોડાયેલી એક ભાવનાત્મક વાત શેર કરી હતી. જ્યારે પ્રિયંકાના પિતા ડૉ. અશોક ચોપરા કેન્સરની સારવાર માટે અમેરિકાની હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે બહાર લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. પ્રિયંકા હોસ્પિટલના રૂમમાં બેસીને પોતાના પિતાના સફળ ઓપરેશન માટે પ્રાર્થના કરી રહી હતી. ઓપરેશન સફળ થયા બાદ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે પરિવારે પિતાની સલામતીની ખુશીને દિવાળીની જેમ ઉજવી. પ્રિયંકાએ જણાવ્યું કે તે દિવસે તેમને અહેસાસ થયો કે પોતાના લોકોનું સારું સ્વાસ્થ્ય જ સૌથી મોટી દિવાળી છે. આર.કે. સ્ટુડિયોની દિવાળીના કિસ્સાઓ અને 10 અનસીન તસવીરો હવે, જુઓ જ્યારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી દિવાળીની ઉજવણી કરવા માટે દિગ્ગજ એક્ટર રાજ કપૂરના આર.કે. સ્ટુડિયોમાં ભેગી થતી હતી. દરેક નાનો-મોટો સેલિબ્રિટી તેમની પાર્ટીમાં હાજરી આપતો હતો અને કેટલાક ખાસ લોકોને દિવાળીના અવસરે અમૂલ્ય ભેટો મળતી હતી.
    Click here to Read More
    Previous Article
    અંડર-19 એશિયા કપઃ ભારતની બીજી વિકેટ પડી:લક્ષ્ય રાયચંદાની અને વીકે વિનીત આઉટ; અલી રઝાની બીજી વિકેટ
    Next Article
    5 વર્ષમાં ડિફેન્સ એક્સપોર્ટ સાડા 4 ગણો થયો:₹38 હજાર કરોડને પાર, તેમાં પ્રાઈવેટ સેક્ટરનો 45% હિસ્સો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment