Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલી સવારે બાવળા પાસે ઓઈલ મિલમાં આગ ફાટી નીકળી:બાવળા-સાણંદની ટીમો કાબૂ ન મેળવી શકતાં અમદાવાદ ફાયર બ્રિગેડને બોલાવાઈ

    7 hours ago

    બાવળા-કલ્યાણગઢ પાસે આવેલી તિવાના ઓઈલ મિલમાં વહેલી સવારે આશરે 3:30 વાગ્યે આગ લાગી. આગની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાણંદ ફાયર ઓફિસરે જણાવ્યું કે રાત્રે 4.30 કલાકે કોલ મળ્યા બાદથી સાણંદ, ધોળકા અને બાવળાની ફાયર ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં લાગી છે અને હાલ પણ ક્યારેક ક્યારેક આગ દેખાઈ રહી છે જેને લઈ AMC ની ટીમને પણ જાણ કરવામાં આવી છે મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે. બાવળા અને સાણંદ ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી, પરંતુ કલાકોની મહેનત પછી પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો. આગને કાબૂમાં લેવા અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો આગ ઓલવવાના પ્રયાસ કરી રહ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો તપાસ બાદ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    उषा उत्थुप का पहला बॉलीवुड गाना, कभी आवाज के कारण म्यूजिक क्लास से निकाल दिया गया था बाहर
    Next Article
    અંકલેશ્વર-વાલિયા માર્ગે ત્રણ બાઇક અથડાઈ:રુદ્રાક્ષ રેસિડેન્સી પાસે અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment