Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર બાળકોનું ખાસ ધ્યાન રાખો!:ફટાકડા અને ધુમાડાથી કેવી રીતે બચાવવા, ઈમરજન્સીમાં શું કરવું; જાણો જરૂરી સાવચેતીઓ

    7 hours ago

    દિવાળીની રાત બાળકો માટે સૌથી રોમાંચક હોય છે, પરંતુ નાની એવી ભૂલ કે બેદરકારીથી ખુશીઓ ઓછી પણ થઈ શકે છે. ફટાકડાના તણખાથી દાઝવું, આંખોમાં ઈજા પહોંચવી, વીજળીના તારથી કરંટ લાગવો કે ધુમાડાથી શ્વાસ લેવામાં પરેશાની થવી- આ એવાં જોખમો છે, જેનાથી બચાવ જરૂરી છે. બાળકોની સેફ્ટી માટે પેરેન્ટ્સે કેટલીક સાવધાની સાથે વર્તવું જરૂરી છે. એટલા માટે આજે ‘કામના સમાચાર’માં દિવાળી પર બાળકોની સેફ્ટી પર વાત કરીશું. એક્સપર્ટ- ડો. ભરત જૈન, સીનિયર કન્સલ્ટન્ટ, નિયોનેટોલોજી એન્ડ પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ, કુકૂન હોસ્પિટલ, ચંદીગઢ સવાલ- દિવાળી પર બાળકોને સુરક્ષિત રાખવા માટે ઘરમાં સૌથી પહેલાં શું તૈયારીઓ કરવી જોઈએ? જવાબ- તેના માટે ફટાકડા અને જ્વલનશીલ વસ્તુઓને બાળકોની પહોંચથી દૂર રાખો. દીવાઓ એવી જગ્યાએ સળગાવો જ્યાં બાળકોના અથડાવાનો કે કપડાંમાં આગ લાગવાનો રિસ્ક ન હોય. સાથે જ, બાળકોને દેખાડો કે આગ લાગવા કે ઈજા પહોંચવા પર ગભરાવાના બદલે તરત કોઈ મોટાને બોલાવે. ગ્રાફિકમાં સેફ્ટી ચેકલિસ્ટ જુઓ- સવાલ- દિવાળીએ બાળકોને ફટાકડા ફોડવા દેવા કે નહીં? જવાબ- ફટાકડા ફોડવાની પરવાનગી બાળકોની ઉંમર, સમજ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આપવી જોઈએ. ફટાકડા ખરીદતી વખતેની જરૂરી સાવચેતીઓ બાળકો માટે ફટાકડા ખરીદતી વખતે એમની સેફ્ટીને પ્રાયોરિટી આપો. તેના માટે કેટલીક સાવચેતીઓ રાખો- સવાલ- ફટાકડા ફોડતા પહેલાં બાળકોને શું શીખવવું? જવાબ- ફટાકડા ફોડતા પહેલાં બાળકોને આ બાબતો સમજાવો- ફટાકડા ફોડતી વખતે બાળકોને કેવાં કપડાં પહેરાવવાં ફટાકડા ફોડતી વખતે શું પહેરવાનું છે અને શું નહીં, સંપૂર્ણ ડિટેલ નીચે ગ્રાફિકમાં જુઓ– સવાલ- બાળકોને દીવાઓ, મીણબત્તીઓ અને પૂજાની આગથી કેવી રીતે બચાવવા? જવાબ- તેના માટે કેટલીક સાવચેતીઓ રાખો. જેમ કે- સવાલ- દિવાળી પર ઘરમાં ફાયર સેફ્ટી માટે શું કરવું? જવાબ- દિવાળી પર ઘરને આગથી સુરક્ષિત રાખવા માટે પહેલાંથી જ કેટલીક તૈયારી કરી દો. તૈયારીની યાદી ગ્રાફિકમાં જુઓ- રંગોળી, ફૂલ, સજાવટથી જોડાયેલી સેફ્ટી ટિપ્સ ખાસ કરીને નાના બાળકોની સુરક્ષા માટે આ સાવચેતીઓ રાખો- બાળકો સાથે બજાર કે મેળામાં જવાની સેફ્ટી ટિપ્સ પોઈન્ટર્સથી સમજો- સવાલ- દિવાળીના ધુમાડા અને પ્રદૂષણથી બાળકોને કેવી રીતે બચાવવા? જવાબ- ફટાકડામાંથી નીકળતો ધુમાડો બાળકોની આંખો અને શ્વાસની નળીમાં બળતરા પેદા કરી શકે છે. તેનાથી બચાવ માટે કેટલીક સાવચેતીઓ રાખો- સવાલ- દિવાળી પર બાળકને ઈજા પહોંચવા કે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો શું કરવું? જવાબ- બાળકની સ્થિતિ અનુસાર પ્રાથમિક સારવાર આપો અને જરૂર પડવા પર ઈમરજન્સી મદદ લો. સવાલ- દિવાળીના દિવસે લાસ્ટ સેફ્ટી ચેક્સ શું છે? જવાબ- સૂતા પહેલાં કેટલીક વાતો ચેક કરી લો, જેમ કે-
    Click here to Read More
    Previous Article
    दिल्ली से पटना एक और वंदे भारत स्पेशल ट्रेन, 11 नवंबर को चलाने की योजना, अलीगढ़-कानपुर-प्रयागराज होकर जाएगी
    Next Article
    'હેપી દિવાળી'નો મેસેજ ખાતું ખાલી કરી નાખશે:શુભેચ્છાઓમાં છુપાયેલી છે સાયબર ઠગોની જાળ, આ 6 પ્રકારના મેસેજથી સાવધાન; જાણો બચવાની 8 રીતો

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment